SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગાનુસારીના ૩૫ ગુણે ] ર૭ ૨૯. અન્યોન્યાનુપ્રધાન વિસ્થાપિ –ત્રિવ એટલે ધર્મ, અર્થ અને કામ. તેમાં ૧–જેનાથી દેવાદિકનાં સુખ અને પરિણામે મોક્ષસુખની પ્રાપ્તિ થાય તે ધર્મ, ૨-જેનાથી ગૃહસ્થાશ્રમનાં સર્વ કાર્યો સાધી શકાય તે અર્થ (ધનસંપત્તિ) અને ૩–સર્વ ઈન્દ્રિયોના વિષયમાં અભિમાનજન્ય રસરૂપ જે પ્રીતિ તે કામ. ગૃહસ્થ આ ધર્મ, અર્થ અને કામ- ત્રણેયને પરસ્પર એકબીજાને બાધક ન થાય એ રીતે સાધવાં જોઈએ-સેવવાં જોઈએ. જે પુરુષ ધર્મ, અર્થ અને કામની સાધનામાં આ મર્યાદા મૂકે છે તેના ઉભય ભવ બગડવાથી આખે આ જન્મ પણ નિરર્થક–નિષ્ફળ બને છે. કહ્યું છે કે- ત્રણ વર્ગની સાધના વિના જેના દિવસે આવે છે અને જાય છે, તે લુહારની ધમણની જેમ ભલે શ્વાસોશ્વાસ લેતે હોય તે પણ મરેલે જ છે.” આ ત્રણમાં તત્કાલીન ક્ષણિક વિષયસુખમાં લુબ્ધ બનીને જે ધમ–અર્થને ધક્કો મારે છે, તે જંગલના હાથીની જેમ આપત્તિઓને ભેગ બને છે. જંગલી હાથીને વશ કરવા માટે મનુષ્ય એક મેટા ખાડામાં કાગળની કે માટીની કૃત્રિમ હાથણી બનાવે છે, તેને દેખી વિષયાંધ બનેલે હાથી પરિણામને વિચાર્યા વિના તેના પ્રત્યે ધસી (ડી) આવતાં જ ખાડામાં પડે છે. ત્યાંથી નીકળવાને અશક્ત બનેલા તે હાથીને ભૂખ-તૃષાનાં દુખેથી નિર્મદ-દીન બનાવીને મનુષ્ય તેને બંધનમાં નાખી વશ કરે છે. એ રીતે જેમ હાથી જીવનભર સ્વતંત્રતાને ગુમાવી બંધનાદિ અનેક કષ્ટને ભાગી થાય છે, તેમ મનુષ્ય પણ કામને વશ બની, ધર્મમાં અનાદર અને સંપત્તિને વ્યય કરવાથી આખરે કામનાં સાધનોથી પણ ભ્રષ્ટ થઈ આ લેક-પરલોકમાં દુઃખનું ભાજન બને છે. જગતપ્રસિદ્ધ વસ્તુ છે કે-“વિષયસેવનમાં અતિ આસક્ત હોય છે તેનું શરીર ક્ષીણ થતાં ક્ષયરેગી બને છે અને આખરે તે ધર્મ તથા ધન બધું ગુમાવી દે છે.’ વળી જેમ સિંહ હાથીને નાશ કરી પાપને ભાગી બને છે અને હાથીનું માંસ તે બીજા જ જંગલી પ્રાણુઓ ભેગવે છે, તેમ ધર્મ અને કામનો અનાદર કરી જે ધન કમાવામાં જ રાચે છે, તે મનુષ્ય કેવળ પાપનું જ ભાજન બને છે. તેનું કમાયેલું ધન તે બીજાઓ જ ભગવે છે. અર્થ-કામનો તિરસ્કાર કરીને માત્ર ધર્મ કરવાનો માર્ગ તે સાધુઓનો છે, ગૃહસ્થને નહિ.૩૫ ધર્મને બાધ થાય તેવી અર્થ-કામની સેવા પણ બીજને ખાઈ જનારા ખેડૂતની જેમ અનર્થકારક છે. જેમ ખેડૂત વાવેતર માટે રાખેલાં બીજને (અનાજને) ખાઈ જાય તે ભાવી પાકથી વંચિત રહી દરિદ્ર બને, તેમ ધર્મરૂપી બીજ પ્રત્યે ઉપેક્ષા કરનાર આખરે અર્થ–કામથી પણ વંચિત રહે છે, કારણ કે-ધર્મરહિત પુરુષને ભાવિકાળે કાંઈ પણ કલ્યાણ-સુખ મળતું નથી. તે ૩૫. જે ગૃહસ્થ કેવળ ધર્મ-આચરણ કરે અને અર્થ-કામની ઉપેક્ષા કરે, તો ગૃહસ્થાવાસના વ્યવહાર અટકી પડે અને ઘરમાં વ્યભિચારાદિ દે દાખલ થઈ જાય. જે ગૃહસ્થને ધન મેળવવાની ચિંતા કરવી પડે તેમ નથી તેમ વિષય પરિહારમાં વ્યભિચારાદિ થવા સંભવ નથી, તેને ગૃહવાસ નિરર્થક છે. વસ્તુતઃ સાધુપણાની સચિના અભાવે જ તે ગૃહવાસમાં રહેલું છે. ગૃહવાસને રાગ અને સગવડ છતાં ય સાધુતા પ્રત્યે અરુચિ, એ તે કેદમાં રહેલા કેદીને કેદમાં આનંદ માનવા બરાબર હોવાથી મૂર્ખતારૂપ જ છે. સંપત્તિ નિર્વાહ પૂરતી હોય યા પુત્રાદિ કમાણી કરનારા હોય અને વૃદ્ધત્વ આદિ કારણોથી કામ પ્રત્યે અરુચિ પણ હોય, છતાં જેઓ સંભપ્રહણ માટે શાસ્ત્રમાં જણાવેલી ગ્યતા ન હોવાથી ગ્રહવાસમાં રહીને શ્રાવકધર્મની આરાધના કરતા હોય, તેઓને માટે અર્થ-કામની ઉપેક્ષા અયોગ્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy