________________
R
[ સં૰ ભા૦ ૧ વિ૰૧-ગા, ૫-૧૪ કાર્ય કરવું તે દુરાગ્રહ કહેવાય છે, આવા દુરાગ્રહ હલકા પુરુષાને હાય છે. કહ્યું છે કે જેમ નદીના પ્રવાહથી ઊલટા માગે તરવાના સ્વભાવવાળા માછલાને શ્રમ સિવાય કાંઈ ફળ મળતું નથી, તેમ દુરાગ્રહ પણ નીચપુરુષો પાસે નિષ્ફળ, અન્યાયી અને દુષ્કર એવાં કાર્યાં કરાવીને તેને થકાવી દે છે, અર્થાત્ હલકા પુરુષો દુરાગ્રહથી દુષ્ટ કાર્યો કરીને પેાતાની શક્તિ ખરમાદ કરી થાકે છે. ' કોઈ વખતે નીચ પુરુષો પણ શઢતાથી દુરાગ્રહને છોડી દે છે એટલા માત્રથી તે ઉત્તમ ગણાતા નથી, કારણ કે—સદાને માટે દુરાગ્રહને તજવા એને ગુણ કહેવામાં આવ્યા છે.
૨૭. વિશેષજ્ઞાનમન્ત્રમ્— પદાર્થાંમાં સારા-નરસાપણાના તફાવત, કાર્યોંમાં કરણીય–અકરણીયા વિભાગ અને સ્વ-પરમાં રહેલું ગુણ-દ્વેષાદ્વિરૂપ અંતર વગેરે ’આવા તફાવતને ‘ વિશેષ ’કહેવાય છે. દરેક વિષયમાં રહેલા આવા વિશેષનું નિશ્ચિત જાણપણુ હાવું જોઈ એ. કહ્યું છે કે—અવિશેષજ્ઞ એટલે તે તે પદાર્થના અંતરને નહિ સમજનાર મનુષ્યમાં પશુ કરતાં કાંઈ અધિકતા નથી. જેમ પશુ સારાનરસા ભાવાના ભેદજ્ઞાનરૂપ વિવેક વગરનુ હાય છે, તેમ વિવેક વગરના પુરુષ પણ પશુતુલ્ય જ ગણાય છે. અથવા વિશેષ એટલે પોતાના જીવનમાં જ ગુણ— દોષની વૃદ્ધિહાનિરૂપ લાભ-હાનિ તેનું જ્ઞાન મનુષ્યને હાવું જોઈએ. જે મનુષ્ય પેાતાના જીવનમાં ગુણ—દોષની વૃદ્ધિ હાનિને તપાસતા નથી, તેનું જીવન નિષ્ફળ અને છે. કહ્યું છે કે દરરોજ મનુષ્યે પેાતાના ચરિત્રને તપાસવુ જોઈ એ અને નક્કી કરવું જોઈએ કે–મારૂ' ચિરત્ર પશુતુલ્ય છે કે સત્પુરુષાના જેવુ છે ? ' માત્ર કોઈ દિવસે આવું વિચારનાર તા સામાન્ય મનુષ્ય પણ હાય છે, માટે દરરોજ આ પ્રકારના વિચાર–જાણપણું હાવુ. જોઈ એ.
૨૮. યથાર્ધમતિથી સૌ ટ્રીને ચ પ્રતિપન્નતા-પર્વતિથિ કે અપ તિથિના વિભાગ વિના હમેશાં સત્પ્રવૃત્તિ કરવારૂપ એક ઉત્તમ જ વર્તન કરનારા મહાત્માને અતિથિ કહેવાય છે. કહ્યું છે કે- તિથિ, પદ્મ કે ઉત્સવેા સઘળું જે મહાત્માએ ત્યજ્યુ છે તેને અતિથિ સમજવા અને તે સિવાયનાને અભ્યાગત જાણવા.’ તથા ઉત્તમ આચારવાળા હાવાથી સર્વ લેાકેામાં કોઈ જેમના અવણુ વાદ ખેલતું નથી તેવા સાધુ, અને ધર્મ-અર્થ-કામરૂપ પુરુષાર્થને સાધી શકે તેવી શક્તિ જેની ક્ષીણુ થઈ છે તેવા દીન; આવા અતિથિ, સાધુ અને દીન પ્રત્યે યથેાચિત-જેને જે યાગ્ય હાય તેવુ અન્ન, પાન, વસ્ત્ર વગેરે આપીને એ રીતે તેની સેવા કરવી. ઔચિત્યને છેડીને સઘળાએ પ્રત્યે સમાન પ્રવૃત્તિ કરવી તે વાસ્તવિક સેવા નથી, પણ દરેકને સરખા ગણવા તે વ્યવહારધમમાં ઔચિત્યનું ન કરવા સમાન છે. એક બાજુ ઔચિત્યગુણુ અને બીજી માજી કોટા ગુણ્ણા હાય તે પણ અને સરખા છે, કારણ કે–ઔચિત્યગુણ વિનાના બાકીના ગુણેાના સમૂહ હાય તેા પણ ઝેર તુલ્ય છે. દાન-શીલ-તપ વગેરે કાઈ પણ ધર્મ પ્રવૃત્તિ કે ખાવું-સુવું-કમાવું—બેલવું વગેરે સામાન્ય પ્રવૃત્તિ પણ ઔચિત્યરહિત હાય તા ઊલટી નિંદાનું પાત્ર અને છે, માટે ઔચિત્ય સાચવીને સેવા કરવી તે સાચી સેવા છે.૩૪
૩૪. જેમ હાર હીરાના હાય છતાં તે પગે બાંધ્યેા હોય કે પગરખાં જરીથી ભરેલાં હોય પણ તે માથે પહેર્યો હાય તે શાભતાં નથી, પણ ઊલટી મૂર્ખતા ગણાય છે, કારણ કે-હાર ગળામાં અને પગરખાં પગમાં પોતાના સ્થાને જ શેલે છે; તેમ જે માણસની જેટલી અને જેવી સેવા યાગ્ય હાય તેની તેટલી અને તેવી સેવા થાય તો તે સેવારૂપ બને છે, એમ દરેક વ્યવહારમાં સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org