________________
-
--
-
-
-
-
-
--
---
-----
-
---
-
-
-
૨૩
માર્ગનુસારીના ૩૫ ગુણે ]
ભૂખ લાગે ત્યારે પણ સામ્ય એટલે પ્રકૃતિને અનુકૂળ-માફક આવે તેવાં જ ખેરાકપાણી લેવાં. કેઈએમ પ્રશ્ન કરે કે-જે જન્મથી ઝેર વાપરનારને ઝેર પણ અનુકૂળ બને છે, તે તે લેવામાં તેને શું વાંધો? તેનું સમાધાન એ છે કે–જે “સામ્ય એટલે પ્રકૃતિને અનુકૂળ” રાકપાણું ન મળે તે પ્રતિકૂળ છતાં હિતકર લેવાં, પણ પ્રકૃતિને માફક છતાં અહિતકર તે ન જ લેવાં. (કારણ કે–તેથી કર્મ બંધાય છે અને ઘણું પાપનું કારણ બની તે દુર્ગતિમાં લઈ જાય છે.) બલવાનને તે બધું ય પથ્ય જ છે એમ માનનાર ભૂખ કાલકૂટ ઝેરનું ભક્ષણ કરે (ભલે તે ઝેરી પદાર્થોના ગુણદોષને જાણનાર હોય) તે ઝેરથી મરણ જ પામે, માટે પાચન થાય તેવાં પ્રકૃતિને માફક પણ મહાપાપના કારણરૂપ (અભક્ષ્ય) આહારપાણ ન લેવાં. વળી પ્રકૃતિને માફક અને હિતકર પણ
લુપતાથી વધારે નહિ ખાવું, જઠરાગ્નિના બળને અનુસાર અર્થાત્ સુખે સુખે પાચન થાય તેટલું મિત ખાવું. અધિક ભેજનથી ઊલટી, ઝાડા કે મરણ થવાને પણ પ્રસંગ આવે છે. “થો ફ્રિ મિતે મુજે
વદુ મુ ”—જે પ્રમાણપત ભેજન લે છે, તે જ અર્થપત્તિએ ઘણું ભેજન લે છે–એ વાત બુદ્ધિથી સહજ સમજાય તેવી છે.
૧૮. વૃત્તરચાનવૃદ્ધ-દુરાચારના ત્યાગપૂર્વક સદાચારમાં પ્રવર્તનારા વ્રત–નિયમધારી પુરુષ, કે જેઓ “હેય-ઉપાદેય વસ્તુના વિવેકરૂપ” જ્ઞાનથી વૃદ્ધ હોય, એટલે કે-આપણું કરતાં જેઓ વિશેષ જ્ઞાની અને વ્રતધારી હોય તેવા જ્ઞાનવૃદ્ધ–પ્રતધારી પુરુષોની, આવે ત્યારે ઊભા થવું, સન્મુખ જવું, હાથ જોડીને પ્રણામ કર, આસન આપવું, વંદન કરવું, શરીરસેવા કરવી, ઉત્તમ આહારપાણી, વસ્ત્ર, પાત્ર આદિ ઉચિત વસ્તુઓનું તેઓને દાન કરવું, વળાવવા જવું, વગેરે વિનયરૂપ સેવા કરવી; કારણ કે-ગુણવાન પુરુષોની સેવા કરી હોય તે તેઓ કલ્પવૃક્ષની જેમ સદુપદેશાદિ મહાન ફળ આપે છે. અર્થાત્ ગુણવાનની સેવાથી હમેશાં હિતકર ઉપદેશ મળે છે, તેઓના સંપર્કથી બીજા પણ ધમી પુરુષનાં દર્શન, મેળાપ વગેરે” લાભ થાય છે અને એગ્ય કાળે તેઓને પણ વિનય કરવાને લાભ મળે છે. એમ બાહ્ય-અત્યંતર અનેક મેટા લાભે ગુણવાની સેવાથી પ્રાપ્ત થાય છે.
૧૯. શ્વપ્રવર્તનનુ-સામાન્ય લેકમાં કે લોકોત્તર એવા સતેમાં પણ જે કાર્યો અનાદરણીય હોવાથી નિંદનીય ગણાતાં હોય, તેવાં સુરાપાન, માંસભક્ષણ, પરસ્ત્રીગમન વગેરે પાપને ત્યાગ કરે. સામાન્ય કુલમાં જન્મેલે મનુષ્ય પણ સારા આચારથી મોટાઈને મેળવે છે. કહ્યું છે કે-“સારા કુલવાળે પણ જે નીચ આચરણ કરનારે હોય તે તેના કુલની કાંઈ મહત્તા નથી અને અંત્યકુલમાં જન્મેલાનું પણ આચરણ સારું હોય તે તે વિશિષ્ટ છે–એમ મારું (કહેનારનું) મન્તવ્ય છે.” (અહીં કુલ પ્રમાણે આચાર પણ સારા જોઈએ-એ ગ્રંથકારને આશય છે અને તેથી આચારની મુખ્યતા બતાવવા માટે કુલને ગૌણ કર્યું છે. તેને અર્થ એ નથી કે–ગમે તે કુલવાળે પણ માત્ર સદાચારથી શ્રેષ્ઠ બને છે. કુલ અને શીલ બનેની ઉત્તમતા જરૂરી છે, માટે કુલ સારૂં મળવાથી, પિતાને ઉચ્ચ માની યથેચ્છ પાપ કરનારાઓ કુલને મલિન કરે છે,-એમ જણવવાને આશય છેડી, ઉપલક અર્થને પકડી “કુલની કઈ મહત્તા નથી, સદાચાર જ પ્રધાન છે - એવો અર્થ અહીં કરવાનું નથી. જગતમાં એવો વ્યવહાર છે કે–થોડા દુઃખના ગે ઘણું સુખોને પણ કિમત વિનાના મનાવાય છે. જેમ કે ધનવાન અધ બોલે કે–આંખ વિના બધું નકામું છે, નિધન પંડિત બેલે કે-ધન વિના બધું ય શૂન્ય છે, તેમ જ ધન, સ્ત્રી અને યશવાળ કહે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org