________________
[ધર્મસંપ્રહ ભા. ૧-લે प्रार्थनयाऽस्य गुम्फनविधौ जातः प्रयत्नो मम ॥१८॥ ज्ञानाराधनमतिना, विनयादिगुणान्वितेन वृत्तिरियम् । प्रथमादर्श लिखिता, गणिना कान्त्यादिविजयेन ॥१९॥ धात्री संपद्विधात्री भुजगपति धृता सार्णवा यावदास्ते, प्रोच्चैः सौवर्णशृङ्गोल्लिखितसुरपथो मन्दराद्रिश्च यावत् । विश्वं विद्योतयन्तो तमनु शशिरवी भ्राम्यतश्चेह यावत् ; ग्रन्थो व्याख्यायमानो विबुधजनवरैर्नन्दतादेष तावत् ॥२०॥ ये ग्रन्थार्थविभावनातिनिपुणाः सम्यग्गुणग्राहिणः, सन्तः सन्तु माय प्रसन्नहृदयास्ते किं खलैस्तैरिह । येषां शुद्धसुभाषितामृतरसःसिक्तोऽपिचित्ते भृशं ग्रीष्मतौं मरुभूमिकास्विव पयोलेशो न संलक्ष्यते ॥२१॥ विलोक्यानेकशास्त्राणि विहिताग्रन्थतस्त्विह । प्रेत्यापि बोधिलाभोऽस्तु, परमानन्दकारणम् ॥२२॥
ભાવાર્થ“ શ્રીમદ વીરજિનેશ્વરની પાટપરંપરા રૂપી સતી સ્ત્રીના શરણાર સરખા સપુરૂષમાં અગ્રેસર તથા સર્વત્ર પ્રખ્યાત, એવા શ્રી હીરવિજયસૂરિજી નામના આચાર્ય મહારાજ (પ્રભુ શ્રી મહાવીરની ૫૮ મી પાટે) થયા, કે જેઓએ “શ્રી કેશી ગધરે જેમ પ્રદેશી રાજાને પ્રતિબંધ કરીને સ્વર્ગસુખને ભક્તા બનાવ્યું તેમ” અતિ દુષ્કર્મ કરનારા એવા પણ “અકબર' નામના મુસલમાન બાદશાહને ધર્મને પ્રતિબોધ કરીને સુગતિને યોગ્ય બનાવ્યો (૧). તે સદગુરૂની પાટને, પ્રૌઢ પ્રતાપશાલી અને સર્વત્ર વિજય પામેલા, એવા શ્રી વિજય સેનસૂરિજીએ અત્યંત ભાવી, અને “સૂર્ય જેમ પોતાનાં કિરણેથી તારાઓને નિસ્તેજ કરે તેમ તેઓએ બાદશાહની માટી સભામાં વાદીઓને જીતીને નિસ્તેજ બનાવ્યા (૨). તેઓની પાટે પૂર્વાચલ ઉપર જેમ સૂર્ય ઉદય થાય, તેમ ઘણું આચાર્ય મહારાજાઓમાં અગ્રેસર એવા જ્ઞાનગુણથી) સૂર્ય સમા શ્રી વિજયતિલકસૂરિજી નામના આચાર્ય થયા, જેઓએ સર્વત્ર ફેલાવેલાં શુદ્ધ ઉપદેશ રૂપી કિરણ દ્વારા કુમત રૂપી અંધકારને નાશ કરીને ભવ્ય જી રૂપી કમળાને વિકસિત બનાવ્યાં (૩). તેઓની પાટે વિજયવંતા સદ્દગુરૂ શ્રી વિજયાનન્દસરિજી થયા; તેઓ મહા યશસ્વી, તેજસ્વી, મધુર વચનાવાળા, સોમ્ય વદનવાળા કષાને જય કરનારા, પ્રશમતાગુણથી યુક્ત, વિધિમાર્ગનું સુંદર પાલન કરનારા અને તપાગચ્છના નાયક હતા તથા સઘળા રાજાએ પણ જેઓની પૂજા (સેવા) કરતા હતા (૪). તેઓની પાટે સઘળા ગુણોથી મહાન, શિષ્ટ પુરૂષોની પ્રશંસાનું પાત્ર, જેઓની જયલમી સર્વ દિશામાં વિસ્તાર પામી હતી તેવા, પુણ્યના ઉગ્ર પ્રભાવવાળા, સકલ શાસ્ત્રોના પારંગામી અને મિથ્યાત્વની જાળને જેઓએ નાશ કરી છે, તેવા (હાલમાં) શ્રીવિજયરાજસૂરિજી જયવંતા વતે છે (૫) ઓ. પછી અતુલ ભાગ્યના ભંડાર, બુદ્ધિમાન અને શ્રી “માનવિજય’ એવું જેઓનું પ્રસિદ્ધ નામ છે, તેઓને (વર્તમાન) તપાગચ્છના નાયક તે શ્રી વિજયરાજસૂરિજીએ હમણાં પટ્ટધર બનાવ્યા છે (૬).
આ બાજુ-(ઉપર જણાવ્યા તે) શ્રી વિજયાનન્દસૂરિજીના શિષ્ય, કે જેઓ વિનય ગુણથી યુક્ત છે, પંડિતોમાં શિરોમણી છે અને શ્રી “શાન્તિવિજય' જેઓનું નામ છે, તેઓ શાસનમાં શેભે છે (૭). તે શ્રી શાન્તિવિજયજીમાં, જન્મથી માંડીને “શીલ, સત્ય, મૃદુતા, ક્ષમા, સરલતા અને અત્યંત ગુરૂભક્તિ' વગેરે ઘણું સુંદર ગુણ હોવા છતાં, ગુણાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે તે ગુણોથી પ્રસન્ન થયેલા તેઓના ગુરૂએ સ્વયં ગ૭નાં સઘળાં કાર્યો ભળાવીને, તેઓને સમગ્ર ભૂતળમાં પ્રસિદ્ધ કર્યા છે (૮). તેઓના શિષ્ય અને “માનવજય ઉપાધ્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org