________________
પ્રશસ્તિ ] નામ છે જેનું, એવા મેં અતિ આદરપૂર્વક આ ગ્રંથનું વિવરણ કર્યું છે. મતિમંદપણાથી આ ગ્રંથમાં જે ક્ષતિઓ રહી હોય, તેને મારા ઉપર કૃપા કરીને બુદ્ધિમાને સુધારી લેવી (૯).
તર્કશાસ્ત્ર જેવાં કઠિન શાસ્ત્રોનાં રહસ્યને પણ સમજવામાં અતિ તીક્ષણ (નિપુણ) બુદ્ધિ વડે જેઓ સઘળાં દર્શનેમાં પ્રમાણભૂત મનાયા છે--મહત્વને પામ્યા છે, તપાગચ્છમાં તેઓ અગ્રેસર છે, કાશીમાં પનીઓની સભામાં વાદીઓને જીતીને જેઓએ શ્રી જૈનધર્મને પ્રભાવ સર્વત્ર વિસ્તાર્યો છે (૧૦), પૂર્વના સમર્થ વિદ્વાનોના રચેલા તર્ક-પ્રમાણ-નય વગેરે કઠિન વિષયનું વિવેચન કરીને પૂર્વકાળે થઈ ગયેલા તે તે શ્રુતકેવલીઓના શ્રુતકેવલીપણાને જે પ્રકાશમાં લાવ્યા છે, તે ઉપાધ્યાયની પંક્તિમાં મુખ્ય એવા શ્રી યશોવિજય વાચકે આગ્રંથનું પરિશાધન કરીને (અને રહી ગયેલી ન્યૂનતાને પૂર્ણ કરીને) મારા ઉપર અતિ ઉપકાર કર્યો છે (૧૧). વધારે શું? બાલકની માફક શાસ્ત્રોમાં મંદ ગતિવાળો પણ હું સામાચારીના (ચરણકરણનાગના) વિચાર રૂપ આ અતિ ગહન ગ્રંથમાં ગતિ કરી શક્યો છું, તે તેઓના હસ્તાવલંબનનું જ ફલ છે, અર્થાત્ તેઓની પૂર્ણ સહાયતાના બળે જ આ ગ્રંથ રચવામાં હું સફલ થઈ શક્યો છું (૧૨). વળી [ ઉપાડ-આગમે, વ્યાકરણ, છંદશાસ્ત્ર તથા કાવ્યશાસ્ત્રો, વગેરે સર્વ શાસ્ત્રોમાં નિષ્ણાત વાચકેન્દ્ર શ્રી લાવણ્યવિજય વાચકે આ ગ્રંથને સમ્યફ શુદ્ધ કર્યો છે. ૧૩. 3 વિક્રમ સંવત ૧૭૩૧ વર્ષે, વૈશાખ માસે, સુદ ત્રીજે (અક્ષયતૃતીયાએ), આ ગ્રંથરચનાને પ્રયત્ન સફલ થયે છે (૧૪). વળી–
સમગ્ર દેશમાં ઉત્તમ શ્રી ગુર્જરદેશમાં આવેલા “અહમ્મદાબાદ' નામના મુખ્ય શહેરમાં શ્રીમાલી વંશમાં જન્મેલા અને શુભ કાર્યોને કરનારા શ્રી “મતિઆ નામના ઉત્તમ વણિક હતા (૧૫). તેઓના ઘરે હંમેશાં ચાલતી મોટી દાનશાળા, તેઓની શ્રી જૈનશાસનની ઉન્નતિ થાય તેવી રીતની તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિરાજ આદિ સર્વ તીર્થોની યાત્રાએ અને પિતાને પ્રાપ્ત થયેલી લક્ષ્મીને સાતેય ક્ષેત્રમાં સદ્વ્યય (વાવેતર), વગેરે તેઓના ગુણોનું વર્ણન કરવું તે અમારા જેવાને અશક્ય છે (૧૬). તે “શ્રી મતિયા” શ્રાવકને સદાચારી-ઉત્તમ ગુણેને ભંડાર અને પૃથ્વીમાં એનું નામ પ્રસિદ્ધ છે એવા “શ્રી શાંતિદાસ” નામના પુત્ર થયા. પ્રસિદ્ધ “શ્રી જગડુશા શેઠ કરતાં પણ અધિક સત્કાર્યોના કરનારા તેમણે, રંકને અન્ન-વાઔષધ વિગેરેનું દાન કરીને દુષ્કાળનું નામ પણ નાશ કર્યું તથા ઉત્તમ જાતિભાઈઓ અને સાધમિકાને અનેક પ્રકારે વાત્સલ્ય કરીને પૂજ્યા (૧૭). વૃદ્ધાવસ્થામાં સમસ્ત ઘરનાં કાર્યો પિતાના પુત્રને સેંપીને, હંમેશાં જેઓ “સિદ્ધાન્તનું શ્રવણ કરવું' વગેરે ધર્મકાર્યોમાં બદ્ધ સ્પૃહાવાળા (અતિ આદરવાળા) બન્યા છે, તે શ્રી શાનિતદાસ શેઠને, સાધુધર્મ અને શ્રાવકધર્મ-એમ દ્વિવિધ ધર્મના વિધિની રચના કરાવીને તેને શ્રવણ કરવાની પ્રગટ થયેલી ઉત્કંઠાને ભેગે પ્રાર્થના કરવાથી આ ગ્રંથ રચવામાં માટે પ્રયત્ન થયે છે (૧૮).
જ્ઞાનની આરાધના કરવાની બુદ્ધિવાળા અને વિનયાદિ ગુણેથી યુક્ત, એવા શ્રી કાન્તિવિજયગણીએ આગ્રંથને સહુથી પહેલાં પુસ્તક–પ્રતિ તરીકે લખે છે (૧૯).
સંપત્તિને કરનારી એવી પૃથ્વી સમુદ્રો સહિત જ્યાં સુધી શેષનાગે પિતાના મસ્તકે ધારણ કરેલી રહે, પિતાનાં અતિ ઉંચાં સુવર્ણમય શિખરોથી દેવોના માર્ગને જેણે સ્પર્શ કર્યો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org