________________
-
-
-
-
-
-
૬પ૦
[ ધ સંભા. ૧-વિ૦ ૨-ગા૦ ૮ ( આળ-કલંક) આપવું, ચાડી કરવી, કઠોર વચન કહેવું તથા નિષ્કારણ અસત્ય બોલવું, વગેરે વચનના દોષને તજવા. (ત્રીજાની રક્ષા માટે) ખોટાં તેલ-માપાંથી લેવડ–દેવડ વગેરે કરવું નહિ. (ચતુર્થમાં) બ્રહ્મચર્ય પાળવું, સર્વથા ન પળાય તે પર્વતિથિઓમાં અવશ્ય પાળવું અને સામાન્ય તિથિઓમાં દિવસે મિથુનને સર્વથા ત્યાગ કર-રાત્રિએ પરિમાણ કરવું. (પાંચમામાં) ઈચછા રૂપ પરિમાણમાં (રાખેલી છૂટમાં) બને તેટલો વધુ સંક્ષેપ કરે.
(છઠ્ઠામાં) સર્વ દિશાઓમાં (અન્ય ગામે) જવાને ત્યાગ કરે, તેમ શક્ય ન હોય તે જરૂરી ન હોય તે દિશાઓમાં જવાને તે અવશ્ય ત્યાગ કરે. (સાતમામાં) શકયતા પ્રમાણે “સ્નાન કરવું, માથું ગુંથવું, દાતણ વાપરવાં, પગરખાં પહેરવાં” વગેરેને ત્યાગ કરે. ઉપરાન્ત જમીન (માટી–ખાણ વગેરે) ખેરવી, વસ્ત્ર વગેરે રંગવા, ગાડાં (ગાડી–એકા-મટિરાદિ) ચલાવવાં, વગેરે પાપકા બંધ કરવાં. વાદળથી કે વરસાદ વરસવા વગેરેથી રાયણ–આંબા રાખવી, છતાં ઉત્પન્ન થાય તે તેની રક્ષા કરવી એ જાણું છે. વાપરવાના પાટ, પાટલા કે પલંગ વગેરેમાં, રિંગણ દેવાય તે ભીંતના ભાગમાં કે ખુરશી વગેરેમાં ગરમીના દિવસોમાં શરીરનો પરસેવે ભાગે તેમાં ચોમાસાની ભીની હવાથી તેમાંના ખારનું પાણી થઈ જવાથી જીવો ઉપજે. ઘરનાં આંગણું વગેરે પણ પહેલાં નાખેલ કચરો વગેરે મેલી વસ્તુઓવાળાં હોય તે તેમાં પાણી પડતાં લીલન્ગ થાય છે, બળખા–લેષ્મ વગેરે સુકાઈ ગયા હોય તે પણ ચોમાસામાં તેમાં છત્પત્તિ થાય છે, ચોપડ આદિનાં ભાજને ઉપર લાગેલ ચીકાશ કે મેલ વગેરેમાં પણ જોત્પત્તિ થાય છે, ખાટલા-પલંગ -પાટ–પાટલા વગેરે પણ સાફ નહિ રાખવાથી છોત્પત્તિ થાય છે, બાળવાનાં ઇંધણું વગેરે બળતશુમાં કંયુઆ-ઈયળ-ધૂણ નામના કીડા વગેરે થાય છે, વસ્ત્રાદિ દેવામાં વપરાતા સાબુ વગેરેનાં ખાર
ણી જ્યાં નાખવામાં આવે ત્યાં હિંસાનો સંભવ છે, તેમાં પડતા સંપાતિમ છ પણ મરી જાય છે, એ રીતિએ ધાર્મિક ઉપકરણે–સાંપડા-ઠવણી–ચરવાળાની દાંડીઓ-દંડાસણ વગેરેને પણ પકડવાથી લાગેલા હાથના પરસેવામાં છત્પત્તિ થાય છે, શ્રાવકોને ધર્મ જયણરૂપ છે, વિરાધના ન થાય તે પણ જયણું નહિ કરનારને વિરાધક કહ્યો છે, આથી સર્વ કા જયણાપૂર્વક કરવાં. યોગશાસ્ત્રમાં શ્રાવકને અંગે કહ્યું છે કે શ્રાવક ત્રસ જીવોની વિરાધના તે ન કરે, પણ મેક્ષની છાવાળો-અહિંસાધર્મને જાણું શ્રાવક સ્થાવર જીવોની પણ નિરર્થક હિંસા ન કરે.” માટે આરંભનાં સર્વ કાર્યોમાં સંક્ષેપ કરે, કરવાં પડે તે પણ જયણાપૂર્વક કરવાં, એ તાત્પર્ય છે. * ૮. રાયણ-આંબા વગેરેમાં વાદળ કે વરસાદના પાણી વગેરેથી ઉત્પત્તિનો સંભવ કહ્યો છે. અન્ય દેશમાં તે સમયે પાકતી કેરી વગેરે પણ અહીં આવતાં આ દેશની હવાથી તેમાં જીવોત્પત્તિ સંભવિત છે, માટે આદ્રા નક્ષત્રની શરૂઆતથી તેને ત્યાગ કરવાનો વ્યવહાર પૂર્વપુરોએ અખંડ જાળવ્યું છે, આજે પણ ચાલુ છે. શાસ્ત્રમાં સંભળાય છે કે વ્યવહારને પ્રધાન પદ આપીને, સર્વજ્ઞ છતાં ભગવાન શ્રી મહાવીરદેવે અચિત્ત પાણીથી ભરેલા તળાવનું જળ અને અચિત્ત ધાન્યનાં ભરેલાં ગાડાં તથા તેમાંથી દાન આપનારાઓ પણ હોવા છતાં ભૂખ્યા અને તૃષાતુર સાધુઓને તેને ઉપયોગ કરવાની છૂટ ન આપી, અનશન કરવાની અનુમતિ આપી, કારણ કે-તેમ કરતાં વ્યવહારમાર્ગને લેપ થાય અને એથી પાછળના છ માર્ગભ્રષ્ટ થાય. શાસ્ત્રમાં પાણી વગેરેને જે કાળ જણાવ્યો છે તે પણ એક જ દિવસમાં પ્રહર વગેરે જેટલો ફેરફાર ન થવા છતાં સંભવિત હેવાથી, જે ત્રણ પ્રહરાદિક કાળ જ્યારથી પાળવાને જશુવેલો છે. ત્યારથી તે જ પ્રમાણે પાળવામાં ધર્મ માનીને શ્રીસંઘે તે પાળ્યો છે, તેમાં એક મીનીટ પણુ વધારવી વ્યાજબી નથી; તેમ કેરી વગેરે તે દેશી કે પરદેશી હેય, તે પણ તેમાં એક દિવસ યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org