________________
માર્ગાનુસારીના ૩૫ ગુણે ]
૧૫ દિની સાક્ષી પૂર્વક કરાતું લગ્ન વિવાહ કહેવાય છે. લૌકિક શાસ્ત્રમાં તેના આઠ પ્રકારે છે. ૧–ત્રાહ્મવિહૃ-કન્યાને સ્વસંપત્તિ અનુસાર વસ્ત્રાભૂષણથી અલંકૃત કરી કન્યાદાન દેવું તે, ૨કાકાપત્યવિવાદ-કન્યાને વૈભવ (દાય) આપવાપૂર્વક પરણાવવી તે, ૩-૩માવિવાદ-ગાયવૃષભના જોડલાનું દાન આપવાપૂર્વક કન્યા આપવી તે, ૪-વિવાદ–જે વિવાહમાં યજ્ઞ કરાવનાર યાજ્ઞિક (ગુરુ)ને દક્ષિણ-દાનરૂપે કન્યા અપાય છે. આ ચારે ય વિવાહ ધર્મરૂપ છે. અહીં વિવાહને ધમરૂપ એ કારણે જ કહ્યા છે કે-ગૃહસ્થને ઉચિત દેવપૂજન, સુપાત્ર દાન આદિ ધર્મવ્યવહારનું તે અંતરંગ કારણ છે. પ–ધર્વવિદૂ-માતા, પિતા કે બધુજનને અનિષ્ટ છતાં વર-કન્યાએ પરસ્પર અનુરાગથી જોડાઈ જવું તે, ૬-આહુવિવાદુંકન્યાને હેડ–શરતમાં (મૂકી) હારવાથી પરણાવવી તે, ૭ વિવાદ-બલાત્કારે કન્યાને ગ્રહણ કરવી તે અને ૮-ત્રિવિલાદ-ઉઘેલી કે પ્રમાદવશ બનેલી કન્યાને હરણ કરી જવી તે. આ છેલ્લા ચારે ય પ્રકારે છે કે અધર્મરૂપ છે, પરંતુ પછીથી વર-કન્યાની કે પ્રકારના નિમિત્ત કે અપવાદ વિના સાહજિક રુચિ થઈ જાય (પરસ્પર અનુરાગી બને) તે અધર્મરૂપ વિવાહ પણ ધર્મરૂપ સમજવા.
- આર્યદેશના આચારરૂપ આ વિવાહનું ફળ ગ્ય–શુદ્ધ સ્ત્રીની પ્રાપ્તિ થાય તે છે. આવી શુદ્ધગ્ય સ્ત્રી પ્રાપ્ત થવાથી સુજાત વિગેરે પુત્રની (પરંપરાની) પ્રાપ્તિરૂપ એગ્ય પરિવારથી પુરુષના ચિત્તને શાન્તિ, ઘરનાં કાર્યોમાં વ્યવસ્થા, સ્વજાતીય આચારની શુદ્ધિ, દેવસેવા, અતિથિસ્વજન આદિનાં સત્કાર-સન્માન, તેમ જ ઔચિત્ય આચરણ આદિ ઘણું લાભ થાય છે.
૧૭. કન્યાવિક્ય વિગેરે પણ આમાં સમાવેશ થાય છે.
૧૮. શાસ્ત્રમાં સુજાત, અતિજાત, કુજાત અને કુલાંગાર–એમ ચાર પ્રકારના પુત્રે કહ્યા છે. સુજાતને આમ્રફળની ઉપમા આપી છે; જેમ આંબાનું ફળ આંબાની ગોટલીને અનુસરતા ગુણોવાળું થાય છે, તેમ સુજાત પુત્ર પિતા સમાન ગુણવાળો અને પિતાની મર્યાદાઓને–આચારને પાળનારે હોય છે, અર્થાત્ પિતાથી જૂનાધિક હોતો નથી. અતિજાતને કેળા કે બીજેરાના ફળની ઉપમા આપી છે. અર્થાત જેમ બીજે રાનું કે કેળાનું બીજ-વેલે હાને છતાં ફળ મોટું હોય છે, તેમ અતિજાત પુત્ર પિતાથી પણ અધિક ગુણવાળો, ધનાઢય, લેધ્ધારક અને ધમી હોય છે. આ પિતા કરતાં પણ અધિક શ્રેષ્ઠ પુત્ર અતિજાત કહે વાય છે. કુજાતને વડના ફળની ઉપમા આપી છે; જેમ-વડનું વૃક્ષ મોટું–અનેક પથિકને શીતલ છાયાદિ વડે ઉપકારક હોવા છતાં તેનું ફળ નાનું, તુચ્છ અને સ્વાદરહિત હોય છે, તેમ પિતા ઉત્તમ ઉપકારકાદિ ગુણવાળે હેવા છતાં પુત્ર હનગુણુ-તુચ્છ પ્રકૃતિને હોય, તે કુજાત કહેવાય છે અને કુલાંગારને શેરડી કે કેળના ફળની ઉપમા આપી છે; શેરડી કે કેળને ફળ આવતાં જ, જેમ શેરડી કે કેળનો નાશ થાય છે, તેમ જે પુત્ર કુલનાશક બને છે, તેને કુલાંગાર કહેલ છે. સારી સંતતિ સારા-ગુણી સ્ત્રી પુરુષના ચોગથી જ પાકે છે. જેમ જમીન ઉત્તમ છતાં બીજ અગ્ય હોય અને બીજ ચોગ્ય છતાં ક્ષેત્ર ઉપર હોય તે સારે પાક મેળવી શકાતે નથી, તેમ સ્ત્રી હલકટ અને અધમ આચાર-વિચારવાળી હોય અને પુરુષ ગુણવાન હોય તે પણ સારી સંતતિ પાકતી નથી, તેમ જ જે પુરૂષ ઉછુંખલ, અન્યાયી, જુગાર, દારૂ, માંસાદિ દુર્ગણવાળો અને વ્યસનયુકત હેય, તે ઉત્તમ સ્ત્રી મળવા છતાં ઉત્તમ સંતતિ પાકતી નથી. આ અટલ ન્યાયની અવગણના કરીને, જેઓ વિષયેચ્છાને પૂરવા કે વંશ ટકાવવાના મેહથી જાતિ કે યોગ્યતાની બેદરકારી કરે, તેઓ પુત્રનું સુખ પામવાને બદલે પિતાના નાશને જ નોતરે છે. આજે જગતમાં આવેલાં પરિણમે જેવાથી તથા પિતાના વર્તમાન અનુભવથી પણ સમજાય તેવી આ સાદી અને સત્ય વસ્તુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org