________________
પ૦ ૩-દિનચર્યા–વત વિનાના શ્રાવકને પણ પ્રતિક્રમણનું વિધાન ]
૬૦૭ तदहोवउत्ते तदप्पिअकरणे तम्भावणभाविए उभओकालं आवस्सयं करेइ, से तं लोउत्तरि भावाવલ્લી અર્થાત–“જે કારણ માટે સાધુ અથવા સાધ્વી કે શ્રાવક અથવા શ્રાવિકા, તે ચિત્તવાળા થઈને, તેમાં તન્મય થઈને, તે લેશ્યાવાળા બનીને, તેના અધ્યવસાયવાળા થઈને, તેના અર્થમાં ઉપ
ગ દઈને, તેમાં (ચરવળે-મુહપત્તિ આદિ) ઉપકરણને યથાવિધિ ઉપયોગ કરીને (અર્થાત્ તે તે ઉપકરણેને તેમાં યથાયોગ્ય વ્યાપાર કરીને) અને તે ભાવનાથી ભાવિત થઈને બે કાળ આવસ્થક કરે, તે તેનું લેાકેત્તર ભાવ–આવશ્યક જાણવું.” એમ કહેલું હોવાથી પણ શ્રાવકને છ આવસ્મક રૂપ પ્રતિક્રમણ કરવું એગ્ય જ છે.
અહીં જે એમ કહેવાનું હોય કે-“આ છ આવશ્યકે રૂપ પ્રતિક્રમણ અતિચારાની શુદ્ધિ (પ્રાયશ્ચિત) રૂપે છે અને શાસ્ત્રમાં જે “આલોચના-પ્રતિક્રમણ વગેરે દશ પ્રાયશ્ચિત્તો કહેલાં છે તે સાધુઓને જ ઉદ્દેશીને છે, તેમાંથી કેઈ એક પણ પ્રાયશ્ચિત્ત શ્રાવકને ઉદ્દેશીને કહ્યું હોય તેમ કલ્પ (બૃહત્ક૫) વગેરે ગ્રંથોમાં જોવામાં આવતું નથી. (તે શ્રાવકને પ્રાયશ્ચિત્ત માટેનું પ્રતિકમણ” કેમ કરી શકાય?) વળી શ્રાવકને અતિચારે પણ ઘટતા નથી (કે જેથી તેની શુદ્ધિ કરવાની હોય !), કારણ કે-અતિચારો તે “સંજવલન કષાયના ઉદયથી થાય-એમ કહ્યું છે (શ્રાવકોને તે પ્રત્યાખ્યાનાવરણીય વગેરે ત્રણેય કષાયને ઉદય હોવાથી અનાચાર એટલે વ્રતભંગ થાય, એમ કહેલું છે. ), માટે શ્રાવને અતિચારે કે તેના પ્રાયશ્ચિત્ત રૂપ પ્રતિક્રમણ પણ ઘટતું નથી.” તેને ઉત્તર એ છે કે-“શ્રાવકોને “પ્રકલ્પ’ વગેરે ગ્રંથોમાં પ્રાયશ્ચિત્ત કહેલું જોવામાં આવતું નથી, તે પણ “શ્રાદ્ધજિતક” વગેરે ગ્રંથમાંથી તે પ્રાયશ્ચિત્તો શ્રાવકેને અંગે પણ કહ્યાં છે?—એમ અવશ્ય સ્વીકારવું જોઈએ. જે એમ ન સ્વીકારીએ તે ‘ઉપાસક દશા અંગમાં ગણધરભગવાન શ્રીગૌતમસ્વામીજીએ આનંદ શ્રાવકને કહ્યું છે કે હું આણુંદ! તમે આ અર્થનું (મિથ્યા બાલ્યા તેનું) આલેચન કરો, પ્રતિક્રમણ કરે, નિન્દા કરી, ગહ કરે અને યથાયોગ્ય તપકર્મ રૂપ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરશે.” એ વચન કેમ ઘટે? માટે ઉપર્યુક્ત પાઠથી શ્રાવકને પણ પ્રાયશ્ચિત્ત કહેલું છે એ વાત સિદ્ધ થાય છે.” તે ઉપરાંત સંજવલન સાથે અન્ય કષાયોને ઉદય છતાં શ્રાવકને અતિચારો કેમ ઘટે? તેનું પણ સમાધાન પહેલાં (પૃ. ૨૭૫-૨૭૬ માં) કહેવાઈ ગયું છે. એમ શ્રાવકને પણ અતિચારે, તેની શુદ્ધિ અને એ માટે પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિક્રમણ પણ સિદ્ધ છે. હવે શ્રાવકને આ આવશ્યકે કેવી રીતિએ ઘટે? તે સમજાવે છે. કહ્યું છે કે
" सव्वंति भाणिऊणं, विरई खलु जस्स सविआ नत्थि ।
સો રવિવાર્ડ, ર ા '(જાવ.નિ.-૮૦૦) ભાવાર્થ-“સઘં સાવ કો દિવાન અર્થાત્ સર્વ પાપ વ્યાપારને ત્યાગ કરૂં છું.' -એમ પ્રતિજ્ઞા કરીને (પણ) જે (સાધુ)ને સર્વ (પાપ) વિષચકવિરતિ નથી (જે સર્વ પાપને છોડતું નથી), તે સર્વવિરતિવાદી (સાધુ) દેશવિરતિ અને સર્વવિરતિ બનેથી ચૂકે છે.
ઉપર્યુક્ત વચનથી અપત્તિએ શ્રાવકને “સવ” શબ્દ રહિત (દેશવિરતિરૂપ) સામાયિકસૂત્ર કહેલું છે, માટે તે શ્રાવકનું પહેલું આવશ્યક છે.
બીજું “ચતુર્વિશતિસ્તવ (ચકવીસë ) સમ્યગ્દર્શનની શુદ્ધિને માટે છે અને શ્રાવકને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org