SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ માનુસારીના ૩૫ ગુણે ] ૨, પુરાત્રીઃ વૈવાd-ભિન્ન ભિન્ન શેત્રવાળા અને સમાન કુલાચારવાળા સાથે વિવાહ કરે. અહીં તથાવિધ કઈ એક પુરુષથી ચાલેલો વંશ તે ગેત્ર સમજવું. ઘણું લાંબા કાળનું અંતર પડવાથી જેને ત્રસંબંધ તૂટી ગયે હોય અને તેથી ભિનગેત્રી વાથી દુ:ખ પ્રાપ્ત થાય છે કઈ પણ જીવન જીવવામાં વિશ્ન નહિ કરવું તે ન્યાય છે. આપણી ઈચ્છાઓને પૂર્ણ કરવા અન્ય કોઈને પણ તેના જીવનમાં ડખલ કરવી તે અન્યાય છે. આર્યદેશના, ઉત્તમ કુલના, ઉત્તમ જાતિના અને ઉત્તમ ધર્મના આચાર એ ન્યાયરૂપ છે, માટે તે જેમ બને તેમ બીજાને ઓછી ડખલ થાય અગર ન પણ થાય તેવા, અને અનાદેશ, નીચ કુલ, નીચ જાતિ અને અધર્મના વ્યવહારે સ્વાર્થી કે વિના સ્વાર્થે પણ તે બીજાના જીવનમાં વિશ્વરૂપ બને તેવા છે. અત્યારે જે જીવને દરિદ્રતા વિગેરે દુઃખો છે, તે પૂર્વકાળે મેહમૂઢ બનીને બીજા નાં જીવનની દરકાર નહિ કરતાં–તેઓને દુઃખી કરીને પણ યથેચ્છ સ્વેચ્છાચારી જીવન જીવવારૂપ કરેલા અન્યાયનું ફળ છે. સારૂં ય જગત સ્વભાવે જ ચાલે છે, ચાહ્યું છે અને ચાલશે. કઈ જગસંચાલનમાં નિયંતા તરીકે ઈશ્વરને માને છે, કોઈ કર્મને માને છે, કઈ પ્રકૃતિને માને છે, એ વિગેરે જુદા જુદા દર્શનનાં જુદાં જુદાં વિવિધ મન્તવ્યો છે. (આમાં શબ્દથી ભલે ભેદ છે, પરંતુ અર્થથી તે સર્વ આસ્તિકને એ સિદ્ધ જ છે કે-સુખ-દુઃખ પૂર્વે કરેલા કર્મોનું ફળ છે.) અહીં વિશેષ એ છે કે-જીવ જન્મ-મરણ દ્વારા જુદાં જુદાંરૂપ ધરે છે, તેમાં માનવરૂપ એ તેની વિશિષ્ટ અવસ્થા છે. બીજા શબ્દોમાં કહીએ તે તેની માનવ-અવસ્થા હજારે, લાખે, કેડે કે અગણ્ય વર્ષો પછી પરીક્ષાકાળ છે. ન્યાય-અન્યાય મેટે ભાગે માનવને અંગે જ ગણવામાં આવે છે, પશુ તે અવિવેકી–મૂર્ખ જ મનાય છે, પછી ભલે તે ન્યાય પાળે; પણ તેને માટે તે ફરજીયાત નથી. નારકીને ને કે દેવોને લગભગ આપણી સાથે સંપર્ક જેવું જ નથી. બીજી રીતે જોતાં માનવતારૂપ પરીક્ષામાં નાપાસ થનારને શિક્ષારૂપે નરક કે તિર્યચપણું છે અને પાસ થયેલાને બદલારૂપે દેવપણું છે. માનવભવ બધાયને કેન્દ્રરૂપે છે. ભૂતકાળમાં અનેક વખત માનવતારૂપ પરીક્ષાને અવસર મળે, પણ નાપાસ થવાથી નીચગતિમાં જવું પડ્યું અને પાસ થવાથી દેવપણું પ્રાપ્ત થયું, પણ તે ત્યાં બધું ભૂલી ગયો-તેને અભ્યાસ અધૂરે જ રહ્યો અને એમ અનેક રીતે તેણે ભૂલે કરી. એમ પુનઃ તેને વર્તમાનમાં માનવજીવનરૂપ પરીક્ષાને સમય પ્રાપ્ત થયો છે, તેમાં ભૂલ ન થાય (અન્યાય માર્ગે ચઢી ન જવાય ) તે માટે કેટલાકને આર્યદેશ મળે છે, જ્યાં દેશાચારથી જ ન્યાયનું પાલન થાય છે, કેઈને તે સાથે ઉત્તમ કુલ-ઉત્તમ જાતિ–ઉત્તમ ધર્મ-ધર્મગુરુઓ વિગેરે મળ્યું છે, જેની મર્યાદાનું બરાબર પાલન કરી-ન્યાયના પંથે ચાલી–ભૂલ વગરનું જીવન જીવી-પરીક્ષામાં પાસ થઈ હંમેશને માટે સુખી બની શકાય છે. ભૂતકાળમાં ભયંકર છવન જીવનારા કેટલાક પાપી છે તે માનવતા મળવા છતાં ય આર્ય દેશ વિગેરે મળ્યું જ નથી, એટલે પુનઃ અનેક પાપરૂપી ભૂલે કરી તેઓને તે નાપાસ થવાને સંભવ છે. આ સ્થિતિમાં દેશની, કુલની, જાતિની, ધર્મની કે ધર્મગુસ્ની મર્યાદાને તેડીને પણ જેઓ અન્યાય માર્ગે (યથેચ્છ સ્વછંદી જીવન) જીવવા માગે છે, તેઓને પણ તે માર્ગેથી અટકાવવા “રાજસત્તા છે, કે જે દેશવિરુદ્ધ, કાળવિરુદ્ધ અને ધર્મ વિરુદ્ધ વર્તન કરનારાઓને ફરજીયાત અટકાવે છે અને ન્યાયના પંથે ચાલવા ફરજ પાડે છે. રાજસત્તાનું કાર્ય એ છે કે–અન્યાય માર્ગે ચાલતા માનવને અટકાવવા અને ન્યાયના પંથે ચાલનારાઓને સહાય કરવી. એને જ આર્યરાજ્ય કહેવાય છે. ધર્મશાસ્ત્રો કહે છે કે-ધમઓને-ન્યાયી જીવન જીવનારાઓને રાજા સહાય કરે છે, માટે ધર્મને-ન્યાયને હિસ્સો રાજાને મળે છે. પિતાની માફક રાજા પણ સદાચારી જીવન જીવવામાં સહાય કરનાર હોવાથી પિતા મનાય છે. આમ છતાં જેઓ રાજસત્તાના ભયને પણ નહિ ગણતાં અન્યાયી બને છે, તેઓને કર્મસત્તા ભવિષ્યકાળે એવા દુઃખમાં નાખી દે છે, કે જ્યાં અગણ્ય વર્ષો સુધી ખાવાપીવા-રહેવા-પહેરવા-ઓઢવા કે ભોગવવા માટે કાંઈ પણ મળતું નથી. કેવળ કાળાં દુઃખે જ ભગવાને ત્રાસી જવાનું હોય છે. તેને નરક, તિર્યંચ, પશુ વિગેરેના અવતારે કહેવામાં આવે છે અને જ્યાં પૂર્ણ પરાધીનતાનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy