________________
૧૨
[ સં૰ ભા૦ ૧ વિ૦ ૧-ગા. ૫-૧૪ ત્યાં, પોતાના કુકમથી રખે કોઈ પાતાનાં કરેલાં પાપાને જાણી ન જાય વિગેરે અનેક ભચેાથી શકિત-ભયવાળા–નિંદાનુ પાત્ર અને છે. વળી ન્યાયેાપાર્જિત ધન સુપાત્રે દાન દેવાથી, દીન-દુઃખિયા આદિને કરુણાપૂર્વક આપવાથી, વિગેરે શુભ ઉપયોગ કરવાથી પરલેાકનાં સુખામાં કારણ બને છે. અન્ય શાસ્ત્રોમાં ન્યાયેાપાર્જિત ધાર્મિક ધનને દાનયોગ્ય કહ્યું છે. દાનના વિધિ જણાવતાં કહ્યું છે કે જે ધન સ્વયં વિરુદ્ધ નથી એટલે અન્યાયાદિ દોષવાળુ નથી, એવા ધનને પેાતાના પાધ્ય—આશ્રિત વર્ષોંની નારાજી વિગેરે વિરોધ ન થાય તે રીતે, કલ્યાણકામનાથી, વિધિબહુમાનથી, ચિત્તની પ્રસન્નતાપૂર્વક, તુચ્છતા—સ્વાર્થ બુદ્ધિ આદિ દોષરહિત અની સંતપુરુષોને-સુપાત્રાને
કરુણાપૂર્વક દીન દુઃખિયાએને દેવું તે સાચું દાન છે. ” કારણ કે-શુદ્ધ ચિત્ત, વિત્ત અને પાત્રના ચેોગ હોય અને તે વિધિપૂર્વક અપાયું હાય, તેા જ સાચું ફળ આપી શકે છે. અન્યાયથી મેળવેલુ ધન તે। આ લેાક-પરલેાકમાં અહિતકર થાય છે. આ લામાં અન્યાયના ચેગે તે રાજદંડ, જેલ કે ફાંસી જેવા વધનુ પણ કારણ બને છે અને પરલેાકમાં નરક વિગેરે દુર્ગતિમાં ઘસડી જાય છે.
જો કે ૧૩પાપાનુ.ંધી પુણ્યના ઉડ્ડયથી પાપથી ધન મેળવવા છતાં, આ ભવમાં તે પૈકી કાઈ કોઈને આપત્તિ–સ'કટ દેખાતું નથી, પણ ભવિષ્યકાળે તેને અવશ્ય વિપત્તિ આવવાની જ; કારણ કે વાવેલાં બીજ તરત ફળતાં નથી, પણ સમયે ફળે છે.
કહ્યું છે કે ધનના રાગથી-મૂર્છાથી અંધ બનેલા જીવ પાપથી જે કાંઈ ધન મેળવે છે, તે માછલાંને ક્રૂસાવવા માટે તેની જાળમાં૧૪ લાખડના કાંટા ઉપર ભરાયેલા માંસના ટુકડાની જેમ આખરે માલિકના નાશ કર્યા વિના રહેતુ નથી. આ રીતે ન્યાય એ જ ધન મેવવવા માટેના પારમાર્થિક ઉપાય છે, એ રહસ્ય-તત્ત્વ સમજવું કહ્યું છે કે જેમ દેડકાં ખાખાચિયામાં અને હંસા ભરેલા સરાવરમાં પહોંચે છે, તેમ સઘળી સપત્તિએ સત્યમી—ન્યાયી મનુષ્યને વશવર્તી ખની આવી મળે છે. ” અર્થાત્ સપત્તિ ન્યાયને વશ છે. આવું ન્યાયેાપાર્જિત ધન ગૃહસ્થજીવનમાં ( ધર્મનું ) મુખ્ય સાધન હાવાથી પાંત્રીશ ગુણામાં તેને પ્રથમ નખરે ધરૂપે વર્ણવ્યુ છે. તેવા ધન વિના આજીવિકાદિ નિર્વાહના અભાવે ગૃહસ્થને સઘળી શાસ્ત્રોક્ત ક્રિયા અટકી પડવાથી જીવન અધરૂપ બની જાય. કહ્યું છે કે—ગૃહસ્થને આજીવિકાના વિચ્છેદ્ર થવાથી સઘળી ક્રિયાઓ કાર્યા સીદાય છે, માટે ધન મેળવવાની ઉપેક્ષાવાળા ગૃહસ્થને તેા સંપૂર્ણ સંયમ (સાધુપણું ) અંગીકાર કરવું તે જ યોગ્ય છે.૧૫
૧૩. પુણ્યના બે પ્રકારા છે. ૧-પુણ્યાનુબંધી, ૨-પાપાનુબંધી. જે પુણ્યના ઉદયથી મળેલી સામગ્રીમાં આત્માને મૂર્દાદિ ન થાય અને તે સામગ્રી તેને ધર્મનું કારણ અને–એમ ઉત્તરાત્તર યાવત્ ભાક્ષસુખનું કારણ અને, તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે; તેમ જ જે પુણ્યના ઉદયથી મળેલી સામગ્રી આત્માને મૂર્છાથી લાભ, કૃપતા વગેરે કરાવી બંધનરૂપ અને અને પાપકાર્યમાં ખર્ચાય—એમ પરિણામે અશુભ-કમતુ પાપા નુ કારણ બને, તે પાપાનુબંધી પુણ્ય કહેવાય છે.
૧૪. માલાંને પકડવા માટે માછીમારેી જાળમાં લાખડના કાંટામાં માંસ ભરાવે છે. જ્યારે લાલચથી મચ્છુ માંસ ખાવા ઉદ્યમ કરે છે, ત્યારે લાખડના કાંટા તાળવું વીંધી મચ્છને જાળમાં સપડાવે છે—પ્રાણુ લે છે. ૧૫. જગત એટલે સુખ-દુઃખ, તેનાં કારણેારૂપ ન્યાય-અન્યાયના માર્ગો અને તે તે માર્ગે ચાલનારા વેશ—આ બધું અનાદિકાલીન છે, તેમાં વને ન્યાયના માર્ગે ચાલવાથી સુખ અને અન્યાયના માર્ગે ચાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org