________________
-
-
[ ધ સં૦ ભા. ૧-વિ. ૨-ગા. ૨૫ ચિંતવીને (તેની અવધારણ કરીને) પારે અને સિદ્ધાર્થ કુarળ” બોલીને, સંડાસા પ્રમાજીને નીચે બેસે (૨૧). પછી પૂર્વની જેમ મુહપત્તિ પડિલેહે, બે વાંદણ દે, રાઈ અતિચારની આલે. ચના કરીને પ્રતિક્રમણ સૂત્ર” કહે, પછી બે વાંદણું દે, (અભુઠિઓથી) ખામણાં કરે, પુનઃ બે વાંદણ દે અને (ગારિક વાપ૦ વગેરે) ત્રણ ગાથાઓ વગેરે કહીને તપચિંતનને કાઉસ્સગ કરે (૨૨) તેમાં “જેમ સંયમ ગેને બાધા (હાનિ ન પહોંચે તે–તેટલે હું તપ કરૂં' એમ નિર્ણય કરે : તે આ પ્રમાણે–ઉત્કૃષ્ટ છમાસી તપ કરવાને પિતે જે સમર્થ નથી (૨૩), તે એક, બે, ત્રણ, એમ એકેક દિવસ ઓછો કરતાં છ માસમાં ઓગણત્રીસ દિવસ ઓછા સુધી તપ કરવાનું ચિંતવે, તેટલું સામર્થ્ય ન હોય તે પાંચમાસી, તેવું સામર્થ્ય ન હોય તે તેમાં પણ (એકેક દિવસ) ન્યૂન કરતાં યાવત્ ચારમાસી, ત્રણમાસી અને બેમાસી સુધી ચિંતવે, તેટલું ય સામર્થ્ય ન હોય તે (એ ક્રમે જ) ન્યૂન કરતાં એકમાસી સુધી પણ ચિંતવે (૨૪). તેટલું પણું સામર્થ્ય ન હોય, તે તેમાં પણ યાવત્ તેર દિવસ એાછા સુધી ચિંતવે અને સામર્થ્યના અભાવે તેમાંથી પણ “ત્રીસભક્ત’ વગેરે બે બે ભક્ત ન્યૂન યાવત્ ચતુર્થભકત સુધી ચિંતવે. તેટલું પણ સામર્થ્ય ન હોય, તે ઘટાડતાં ઘટાડતાં આયંબિલ વગેરે યાવત પિરિસી કે નમુક્કારસહિ” સુધી ચિંતવે (૨૫)” એ રીતિએ ચિંતવતાં જે તપ કરી શકાય તેમ હોય, તે (કરવાને હૃદયમાં નિર્ધાર કરી કાઉસ્સગ પારે, પછી (પ્રગટ લેગસ કહીને) મુહપત્તિ પડિલેહીને, બે વંદન દઈને નિષ્કપટપણે હૃદયમાં ધારેલા તે તપનું વિધિપૂર્વક પચ્ચકખાણ કરે (૨૬). પછી ‘છામ મજુષ્ટિ કહીને નીચે બેસીને (વિરાક્ટોરાવરું વગેરે) ત્રણ સ્તુતિએ મૃદુ (હળવા) સ્વરથી કહે અને પછી “નમેલ્થ છું' વગેરે પાઠથી દેવવન્દન કરે (૨૭). હવે પછી પ્રતિક્રમણને વિધિ કહે છે–પકુખી પ્રતિક્રમણ ચતુર્દશીના દિવસે કરવું, તેમાં પ્રથમ “વંદિત્તસૂત્ર કહેવા સુધી દૈવસિક પ્રતિક્રમણ કરીને, પછી સમ્યગ રીતિએ પકુખી પ્રતિક્રમણ આ ક્રમથી કરે (૨૮) પહેલાં પફખી મુહપત્તિ પડિલેહીને, બે વાંદણુ દઈને, સંબુદ્ધા ખામણાં કરે, પછી (પાક્ષિક અતિચારોની સંક્ષેપથી અથવા વિસ્તારથી) આચના કરે, પછી વાંદણ દે, પત્યેક ખામણાં કરીને ખમાવે, પુનઃ વાંદણું દે અને પછી પાક્ષિક(પફબી)સૂત્ર કહે (૨૯) તે પછી પ્રતિક્રમણ સૂત્ર (શ્રાવક વંદિg)' કહે તેમાં ૧૩મુનિ મgruo'પદ બોલતાં ઉભા થઈને (પૂર્ણ કર્યા પછી) કાઉસ્સગ્ન કરે; પછી મુહપત્તિનું પડિલેહણ કરીને, બે વાંદણ દઈને, પર્યન્ત (સમાપ્ત) ખામણું કરે અને ચાર ભવંદન (ખામણાં) કરે (૩૦) પછી પૂર્વે જણાવેલા વિધિ પ્રમાણે શ્રી પ્રતિક્રમણ સૂત્ર પછીનું બે વાંદણાં દેવાં વગેરે બાકી રહેલું દેવસિક પ્રતિક્રમણ પૂર્ણ કરે. પણ તેમાં મૃતદેવતાને સ્થાને શમ્યા(ભવન)દેવતાને કાઉસગ્ન કરે તથા સ્તવનને સ્થાને “અજિતશાંતિસ્તવ’ કહે, એટલે ભેદ જાણે (૩૧). એ પાક્ષિક પ્રતિક્રમણના વિધિ પ્રમાણે ક્રમશ; ચાતુ
સિક અને સાંવત્સરિક પ્રતિક્રમણને વિધિ પણ જાણ; માત્ર તે તે પાક્ષિક, ચાતુર્માસિક અને વાર્ષિક પ્રતિક્રમણમાં નામે જુદાં જુદાં (તે તે પ્રતિકમણનાં) કહેવાં (૩૨) કાઉસ્સગ્નમાં અનુક્રમે બાર લેગસ, વીસ લેગસ અને એક નવકાર સહિત ચાલીશ લેગસ ચિંતવવા અને ખામણીમાં અનુક્રમે ત્રણ, પાંચ તથા સાત સંબુદ્ધોને ખામણું કરવાં (૩૩).”
એ પ્રમાણે “છ આવશ્યક” રૂપ પ્રતિક્રમણમાં “પ્રતિક્રમણ' નામનું આ શું આવશ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org