________________
પર
[ ધ સં૦ ભા૧-વિ. ૨-ગા. ૫ સૂત્ર કહે. તે પછી (તપચિંતવણી ) કાઉસ્સગ સુધીને સઘળો વિધિ (હેતુઓ સહિત) દેવસિક પ્રતિક્રમણમાં કહ્યું તેમ જાણ. ચારિત્રાચાર વગેરે પ્રત્યેક આચારોની શુદ્ધિ માટે જુદા જુદા કાઉસ્સગ (વંદિત્ત સૂત્રની) પહેલાં જ કરેલા હોવા છતાં, અહીં (તપચિંતન રૂ૫) કાઉ સગ્ન, પ્રતિક્રમણ કરવા છતાં રહી ગયેલા તે તે જ્ઞાનાદિ સર્વના અતિચારોની શુદ્ધિ માટે સંભવે છે.
આ કાઉસગ્નમાં શ્રી વીરભગવાને કરેલા છમાસી તપનું ચિંતન એ રીતિએ કરે કે હે જીવ! શ્રીવીરભગવંતે ઉત્કૃષ્ટ છમાસી તપ કર્યું હતું, તે તપ કરવાની તારામાં શક્તિ છે કે નહિ ? વગેર આત્માને પૂછે અને શક્તિ ન હોય તે પિતે જ જવાબ પણ વાળે કે-હું તે શક્તિ માન નથી” એ પ્રમાણે એક-બે-ત્રણ-ચાર પાંચ દિવસ ન્યૂન છમાસી કરવાની શક્તિ છે? જવાબમાં નથી, પછી છ-સાત-આઠ નવ-દશ દિવસ ન્યૂન છમાસી કરવાની શક્તિ છે ? જવાબમાં નથી, અગીઆર-બાર-તેર-ચૌદ-પંદર દિવસ ન્યૂન છમાસી કરવાની શક્તિ છે? જવાબમાં નથી, પછી સેલ-સત્તર-અઢારઓગણીસ-વીસ દિન જૂન માસી કરવાની શક્તિ છે? જવાબમાં નથી, એકવીસ-બાવીસ-તેવીસ-વીસ-પચીસ દિન જૂન છમાસી કરવાની શક્તિ છે? જવાબમાં નથી, છવીસ–સત્તાવીસ–અઠ્ઠાવીસ-ઓગણત્રીસ દિન જૂન છમાસી, કે પાંચમાસી કરવાની શક્તિ છે? જવાબમાં નથી, એમ શક્તિ અને પરિણામનું બળ વિચાર એ જ કમથી પાંચ મહિનામાં પાંચ પાંચ દિન ઓછા, ચાર મહિનામાં પાંચ પાંચ દિન એાછા, ત્રણ મહિનામાં પાંચ પાંચ દિન એાછા અને બે મહિમાં પાંચ પાંચ દિન ઓછા કરતે કરતે ચિંતન કરે. છેલ્લે એક મહિને બાકી રહે ત્યારે એક માસિક કરવાની શક્તિ છે? જવાબમાં નથી, તે પછી એક દિન જૂન એકમાણી કરવાની શક્તિ છે? જવાબમાં નથી, એમ છેલા મહિનામાં ક્રમશઃ એક દિવસ એ છે કરતાં તેર દિવસ ન્યૂન એકમાણી કરવાની શક્તિ છે? જવાબમાં નથી એમ ચિંતવે, અહીં સુધી ચિંતવ્યા બાદ ત્રીસ ભક્ત (સેલ ઉપવાસ) કરવાની શકિત છે? જવાબમાં નથી, બત્રીસ ભકત ( પંદર ઉપવાસ ) કરવાની શકિત છે? જવાબમાં નથી, એમ બે બે ભક્ત ( એકેક ઉપવાસ ) ઘટાડીને ચિંતવતો છેવટે ચતુર્થભક્ત (એક ઉપવાસ) કરવાની શકિત છે કે નથી? ત્યાં સુધી ચિંતવે. તેમાં પિતે પહેલાં ઉત્કૃષ્ટ જે તપ કર્યો હોય તે કે તેથી ઓછો પુનઃ તે દિવસે જે કરવાના પરિણામ હોય ત્યાં શકિત છે અને કરીશ—એમ નિર્ણય કરે, પરંતુ જે પરિણામ ન હોય તે શકિત છે, પણ આજે તે કરવાના મારા પરિણામ નથી-એમ વિચારને ઘટાડતા જાય. એમ આગળ પણ ક્રમશઃ આયંબિલ-નિર્વિગઈ–એકાસણુ આદિ જે તપ કરવાનું મન (પરિણામ) હોય તે કરીશ-એમ મનમાં નિર્ણય કરીને કાઉસ્સગ્ન પારે, પછી ( પ્રગટ લેગસ્સ કહીને) મુહપત્તિ (શરીર) પડિલેહવા પૂર્વક બે વંદણ દઈને મનમાં ચિંતવેલા તપનું પચ્ચકખાણ કરે. ભાદેવસૂરિકૃત યતિદિનચર્યામાં કહ્યું છે કે
" सामाइअछम्मासा, तबुस्सग उज्जोय पुत्तिवंदणगं।
उस्सग्गचिंतियतवो-विहाणमह पञ्चक्खाणेणं ॥१॥" " इगपंचाइदिणूणं, पणमास चइत्तु तेरदिण उड्ढे ।।
चउत्तीसाउ दिणूणं, चिंते नवकारसहियं जा ॥२॥" (गा० १३-१४) + પ્રવચનસાહાર વગેરેમાં આ તપ ચિંતવવાની બતાવેલી બીજી વિધિ ત્યાંથી જોઈ લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org