________________
[ ૧૦ સં૦ ભા. ૧-વિ. ૨-ગા૦ ૬૫ થાય એ પણ સ્પષ્ટ જ છે, આથી જ પ્રતિક્રમણથી પંચાચારની શુદ્ધિ થાય છે. એમ કહેલું બરાબર જ છે.
પ્રતિકમણ અવિધિએ કરવાથી વ્યવહારસૂત્રમાં આ પ્રમાણે પ્રાયશ્ચિત જણાવ્યું છે–પ્રતિક્રમણ શાસ્ત્રમાં કહેલા સમયે ન કરવાથી “ચતુર્લઘુ,” માંડલીમાં (સાધુમંડલની સાથે નહિ કરતાં એકલા કરવાથી કે કુશીલ સાધુઓની સાથે કરવાથી “ચતુર્લઘુ નિદ્રા–પ્રમાદ વગેરે કારણે પ્રતિક્રમણમાં સાથે ન રહે (પાછળ રહી જાય) તે એક કાઉસ્સગ્ગમાં તેમ થવાથી ભિન્નમાસ, બેમાં “લઘુમાસ અને ત્રણમાં “ગુરૂમાસ”તથા ગુરૂએ (વડીલે) પાર્યા પહેલાં શિષ્ય એક કાઉસ્સગ પારવાથી “ગુરૂ માસ અને સર્વ કાઉસ્સગ્ન પહેલાં પારવાથી “ચતુર્લ' પ્રાયશ્ચિત્ત જાણવું. એ પ્રમાણે ગુરૂ વન્દનમાં પણ જાણવું. અર્થાત્ વન્દનમાં સાથે ન રહે તે પણ એ જ પ્રમાણે પ્રાયશ્ચિત લાગે, (આ “ચતુર્લઘુ-ભિન્નમાસ–લઘુમાસ-ગુરૂમાસ વગેરે, પ્રાયશ્ચિત્તના સાંકેતિક શબ્દ છે.)
સાધુ પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી પણ તે જ સ્થલે માંડલીરૂપે અંતમુહૂર્ત (અમુક સમય) સુધી બેસે, ઉઠીને જાય નહિ, કારણ કે પ્રતિક્રમણ પછી કદાચ આચાર્ય પૂર્વે નહિ જાણેલા સાધુના આચારનું, કે નહિ સાંભળેલા અપૂર્વ શાસ્ત્રોના અર્થોનું સ્વરૂપ કહે. (તે તેના શ્રવણથી વંચિત રહી ન જવાય)–એમ એ એઘનિર્યુક્તિની ટીકામાં જણાવેલું છે. એમ અહીં સુધી દેવસિક પ્રતિક્રમણને વિધિ તેના હેતુઓ સહિત જણાવ્યું. હવે
રાઈ પ્રતિકમણને વિધિ-શ્રાવક રાત્રિના છેલ્લા પ્રહરે પોષધશાલામાં જઈને કે પોતાના રહેઠાણે યોગ્ય જગ્યામાં) ગુરૂની સ્થાપના સ્થાપીને, ઈરિયાવહિ પડિકમાવાપૂર્વક સામાયિક લઈને, सभासमण / 'कुसुमिणदुस्सुमिणउहडावणिअं, राइयपायच्छित्तविसोहणत्थं काउस्सर्ग करेमि વગેરે કહીને ચાર લેગસ ચિંતવવા રૂપ કાઉસ્સગ કરે. તેમાં નિદ્રાધીન દશામાં “સ્વયં સ્ત્રીસેવન કરા વગેરે સ્વપ્ન આવ્યું હોય, તે એક સે ને આઠ શ્વાસોચ્છવાસનું (“સાવિત્તમ’પદ સુધી ચાર લેગસનું) અને તે સિવાયનું અન્ય સ્વપ્ન આવ્યું હોય, તે એકસો શ્વાસોચ્છવાસપ્રમાણ ( નિમા પદ સુધી ચાર લોગસ્સનું) ચિંતન કરે. અહીં રાગાદિસ્વરૂપ હોય તેને કુસ્વપ્ન અને દ્વેષાદિસ્વરૂપ હોય તેને સ્વપ્ન કહ્યું છે, અને વિધિ “નવકાર ગણવાપૂર્વક ઉઠવું” વગેરે દિનકૃત્યના પહેલા અધિકારમાં જ (પૃ. ૩૪માં) કહ્યો છે. સર્વ કાર્યોની સફલતા દેવ -ગુરૂને વન્દન કરવાથી થાય, માટે (કાઉસ્સગ્ન પાર્યા પછી પ્રગટ લેગસ્સ કહીને, જગચિંતામણિન) રવવન્ડન (વિયરાય સુધી) કરે, તે પછી બે ખમાસમણ પૂર્વક (સક્ઝાય સંદિસાહું ? અને અજઝાય કરું?–એમ આદેશે માગીને) રાઈ પ્રતિક્રમણને સમય થાય ત્યાં સુધી સ્વાધ્વાય કરે. ૧૬
પ્રતિકમણના સમયે પહેલાં (ઈરિયાવહિ પડિકમી ) પ્રત્યેક ખમાસણ દઈને મહાન ' વગેરે ચાર પદાથી ગુરૂ આદિને વન્દન કરીને, ખમાસમણ દઈને, ( છાહરિ. અ.) - મહિલાને સારું?” એ આદેશ માગીને, મસ્તક જમીન સુધી નમાવીને, રાત્રિના સમગ્ર અતિ
૧૧૬. વર્તમાનમાં-ચત્યવન્દના પછી એકેક ખમાસમણ પૂર્વક મારા ' વગેરે ચાર પદાથો વજન કરીને, પછી બે ખમાસમણથી સજઝાયના બે આદેશો માગીને, સ્વાધ્યાયને સ્થાને “મહેર પાટી” વગેરે સંતપુર તથા સતીઓનાં સ્મરણ રૂપ મંગલ સ્વાધ્યાય કરવામાં આવે છે અને પ્રતિકમણને સમય થાય ત્યારે ઈચ્છાકાર સુતરાઈ વગેરેથી ગુરને સુખશાતા પુછી, લાગલો જ “ઈચ્છા સંદિ ભગરાઈએ પડિકકમણે દાઉં?–એમ આદેશ માગી પ્રતિક્રમણ શરુ કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org