________________
-
-
--
--
-----
-
---
--
---
----
[૧૦ સંભા. ૧-વિ૦ ૨ ૦ ૬૪ વાળ વિલા , તીખડલિત શાળા (પલ્યાપં , ના ૪૨) ભાવાર્થ—આ ગાથાની વ્યાખ્યામાં ત્યાં કહ્યું છે કે–વસ્તુતઃ શ્રાવકે ભેદ રાખ્યા વિના સરખી રીતિએ સર્વ સાધુઓને દાન દેવું જોઈએ, પણ જેઓ અલ્પ સંપત્તિવાળા તેમ આપી ન શકે, તેઓને વિધિ પ્રશ્નોત્તરથી સમજાવીએ છીએ. પ્રશ્ન-લેનારા સાધુઓ વઆદિ અપેક્ષાએ તુલ્ય હેય અને સહુને એકસરખી રીતિએ આપવાની શક્તિ ન હોય, ત્યારે શું કરવું?' ઉત્તરસાધુઓમાં કેટલાક વિશ્વાદિયુક્ત અને કેટલાક વાદિ ઉપકરણ રહિત (તેની) જરૂરી આતવાળા હાય, વાદિની જરૂરીઆતવાળામાં પણ કેટલાક લબ્ધિવંત–વસ વગેરે મેળવી શકે તેવી શક્તિવાળા હોય અને કેટલાક મેળવી ન શકે તેવા સામાન્ય હાય, વસ્ત્રાદિ મેળવવાની શક્તિ (લબ્ધિ) વિનાના સામાન્ય સાધુઓમાં પણ કેટલાક સપક્ષની (વસ્ત્રાદિ પ્રાપ્ત કરાવી આપે તેવા બીજા સાધુ
ની) સહાયવાળા હોય અને કેટલાકને તેવી સપક્ષની સહાય પણ ન હોય. બીજી બાજુ-દાન લેનારા સાધુએ તે તે અવસ્થાઓમાં સમાન હય, જેમ કે- દરેક વસ્ત્રાદિવાળા હોય કે તેની જરૂરીઆતવાળા હોય, જરૂરીઆતવાળા છતાં બધાં વસ્ત્રાદિ મેળવવાની લબ્ધિવાળા હોય કે તેવી લબ્ધિ વિનાના હોય, અથવા તેઓ બીજા સહકારી સાધુઓની સહાયથી મેળવી શકે તેવા હેય કે બીજાની સહાય વિનાના હોય.” એમ તેઓ તુલ્ય હોય તે અ૫ સંપત્તિવાળા શ્રાવકે તુલ્ય સાધુએામાં પણ દિગબંધનથી ૧૦૭ નજીકના હોય તેઓને દાન આપવું. અર્થાત્ વસ્ત્રવાળા બેમાં વસ્ત્ર વિનાના બેમાં, લબ્ધિવાળા બેમાં, લબ્ધિ વિનાના બેમાં, સહકારી સાધુની સહાયવાળા બેમાં અને સહકારી સાધુની સહાય વિનાના બેમાં પણ જે સાધુ દિશાના સંબંધથી નજીકના હાથ તેમને દાન આપવું. પ્રશ્ન-સરખી અવસ્થાવાળાને પણ, જે દિશાનું ઉલ્લંઘન કરીને આપે (દિગબંધની મર્યાદાને તેડે) તેને શું થાય? ઉત્તર-દિશાથી નજીકના હોય તેને મર્યાદા પ્રમાણે નહિ આપવાથી, ૧-જિનેશ્વરની આજ્ઞાને ભંગ, ૨-અનવસ્થા (અનિષ્ટ પરંપરા ચાલે તે) અને ૩-મિથ્યાત્વ, એ ત્રણ દોષ લાગે. તે સિવાયના (શ્રીમંત) શ્રાવકને અંગે એ દિશાનો સંબંધ કહ્યા નથી. આગમમાં “આભવત્ વ્યવહારની ૧૦૮અપેક્ષાએ આ દિશાને સંબંધ (દિગબંધ) સર્વને અંગે નહિ, પણ જે દીક્ષાની ઈચ્છાવાળો હોય અથવા જેણે દીક્ષા લઈને છોડી દીધી હોય, તેવા ગૃહસ્થને માટે જ દેખાય છે, કારણ કે-૯૫વ્યવહારમાં દિશાની વ્યવસ્થા આ પ્રમાણે કહેલી છે
“ દીક્ષા લેવાની ઈચ્છાવાળો શ્રાવક સામાયિકાદિ શાસ્ત્રાભ્યાસ કરતો જેનાથી પિતે ધર્મને પ્રતિબંધ પામ્યો હોય, તે ત્રણ વર્ષ સુધી તે આચાર્યને જ ગણાય.” કહ્યું છે કે
" सामाइआइए खलु, धम्मायरिअस्स तिण्णि जा वासा।
नियमेण होइ सेहो, उज्जमओ तदुवरि भयणा ॥१॥" ૧૦૭. દિગબંધ, જૈન પારિભાષિક શબ્દ છે. તેને ભાવ એ છે કે-દાન દેનારા ગૃહસ્થ ઉપર જે સાધુને (ધર્મોપદેશાદિપે) વિશેષ ઉપકાર હોય તે સાધુને તે ગ્રહસ્થને વિશેષ સંબંધ ગણાય, એ સંબંધ જેને જે ગૃહસ્થની ઉપર હોય, તે સાધુ તે ગૃહસ્થને દિશાથી નજીક ગણાય.
૧૦૮. આભવત વ્યવહાર' એટલે ગહરથ જે સાધના ઉપદેશ વગેરેથી ભાવિત થયું હોય (ધમ થયો હોય), તે સાધુને તેના ઉપર અધિકાર (હક્ક) ગણાય, તેને પૂછયા વિના બીજે તેને દીક્ષા વ્રત વગેરે આપી શકે નહિ; આવા અધિકારની મુદતની વ્યવસ્થાને ” આભવત વ્યવહાર” કહે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org