SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૩-દિનર્ચા-વ્યવહારશુદ્ધિમાં નવ પ્રકારનું ઔચિત્ય] છે? અર્થાત્ આપને આમ કરવું ન ભે” (એમ વિનયપૂર્વક પ્રેરણું કરવી,) ધર્મગુરૂ આવે ત્યારે તેમની સન્મુખ જવું, મકાનમાં આવે ત્યારે ઉભા થવું, આસન આપવું, પગ દાબવા, વગેરે કરવું તથા શુદ્ધ (નિર્દોષ) વસ્ત્ર-પાત્ર–આહાર–પાણી વગેરે સંયમમાં ઉપયોગી સર્વ સાધનસામગ્રી તેમને આપવી. ઈત્યાદિ પૂર્ણ ભક્તિથી સર્વ પ્રકારને તે તે સમયને ઉચિત વિનોપચાર કરો. નિષ્કપટભાવે તેમના ગુણોને ચિત્તમાં અતિ ગાઢ અનુરાગ (પ્રેમ) રાખે. વળી તેમણે સમ્યવદાન–વૉોચ્ચારણ વગેરે જે જે ભાવ-ઉપકાર કર્યા હોય તેનું, તેઓ અન્ય સ્થાન(દેશ) માં વિચરતા હોય તો પણ, હંમેશાં સ્મરણ કરવું. આ બધું ધર્મગુરૂઓને આશ્રીને ઉચિત વર્તન કરવું તે ધર્માચાર્ય પ્રત્યેનું આચિત્ય કહેવાય છે.” હવે૮. નગરજનેને અંગે ઔચિત્ય તે માટે કહ્યું છે કે " जत्थ सयं निवसिज्जइ, नयरे तत्थेव जे किर वसंति । ससमाणवित्तिणो ते, नायरया नाम वुच्चंति ॥१॥" " समुचिअमिणमो तेसिं, जमेगचित्तेहिं समसुहदुहेहिं । वसणूसवतुल्लगमा--गमेहिं निच्चपि होअव्वं ॥२॥" "कायचं कज्जे विहु, न इकमिकेण दंसणं पहुणो । फज्जो न मंतभेओ, पेसुन्न परिहरेअव्वं ॥३॥" " समुवट्ठिए विवाए, तुलासमाणेहिं चेव होयव्यं । कारणसाविक्खेहिं, विहुणेअव्यो न नयमग्गो ॥४॥" " बलिएहिं दुबलजणो, सुंक कराईहिं नाभिभविअन्यो। थेवावराहदोसे वि, दंड भूमि न नेअव्वो ॥५॥" " कारणिएहि च समं, कायचो ता न अत्थसंबंधो। किं पुण पहुणा सद्धि, अप्पहिअं अहिलसंतेहिं ॥६॥" " एवं परुप्परं नाय-राण पाएण समुचिआचरणं । परतिथिआण समुचिअ--मह कि पि भगामि लेसेणं ॥७॥" ભાવાર્થ-પિતે રહેતો હોય તે નગરાદિમાં રહેનારા સમાન ધંધાવાળા એટલે વ્યાપારાદિથી આજીવિકા ચલાવનારા મનુષ્ય “નાગરિક' કહેવાય છે (૧). તેઓનું પરસ્પર ઓચિત્ય એ છે કે પરસ્પર એકચિત્ત( સં૫)વાળા રહેવું, સુખન્દુખમાં સમાન થવું (બીજાના સુખમાં સુખી અને દુખમાં દુઃખી થવું) અને એકબીજાનો સંકટ કે ઉત્સવમાં સદાય તુલ્ય સંકટ કે હર્ષવાળા થવું. (અર્થાત્ બીજાને લાભમાં ખૂશી અને ટામાં નારાજ થવું.) (૨). ગમે તેવું કાર્ય પડે પણ એકલાએ રાજા પાસે (દરબારમાં) ન જવું, (તેથી બીજાઓને અવિશ્વાસ થાય.) વિશ્વાસથી કોઈએ કહેલી વાત બીજા કોઈને કહેવી નહિ, કેઈની ચાડી ખાવી (એલવી) નહિ (૩). કંઈ પ્રસંગે પરસ્પર વિવાદ થાય તો પણ તુલા (ત્રાજવા)ની જેમ (મધ્યસ્થી રહેવું (પક્ષપાત કરે નહિ) અને સ્વજન-સંબંધી-જ્ઞાતિજન વગેરેના સંબંધથી કે લાંચ, ઉપકાર કે રાશિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy