________________
-
-
---
-
-
-
( [ ધ સંવ ભાવ ૧-વિત્ર ૨-ગાહ ૬૩ એમ ઘણા આરંભવાળી વસ્તુઓના વેપારથી આજીવિકા મેળવે નહિ, તથા નજરે જોઈ ન હોય કે પરીક્ષા કરી ન હોય તેવી ચીજો ખરીદ કરે નહિ, સામુદાયિક-ઘણા માલિકની હોય અથવા જેના માલિક વિષે શંકા હોય, તેવી ચીજ પિતે એકલો ખરીદે નહિ, ઘણું વેપારીઓના સાથમાં (સહીઆરી) ખરીદ કરે, કારણ કે–ખરીદ કર્યા પછી આપત્તિ આવે તે ઘણુઓની સહાય હેવાથી ધર્મબાધા ન થાય, ચોરી-ઠગાઈ વગેરેને આપ આવે નહિ ઇત્યાદિ
૨. ક્ષેત્રશુદ્ધિ-વેપાર ત્યાં કરે કે જ્યાં સ્વપરરાજ્યનો ભય ન હોય, માંદગી (સામુદાયક રાગ) ન હોય, બીજાં પણ સંકટે વગેરે ઉપદ્ર ન હય, જ્યાં (જિનમંદિર, ગુરુને યોગ કે ઉત્તમ સાધમિકે વગેરે) ધર્મ સામગ્રી હોય; અન્ય સ્થળે ઘણે લાભ થાય તે પણ વેપાર કર નહિ (કારણ કે–તેથી કદાચિત્ સર્વ ધન, પ્રાણ, કે ધર્મને પણ નાશ થાય.)
૩. કાળશુદ્ધિ-(પર્યુષણાની તથા ચિત્ર-આ મહિનાની) ત્રણ અઠ્ઠાઈઓ તથા પર્વતિથિઓમાં વ્યાપાર સર્વથા બંધ રાખવે; તથા વર્ષાદિ ઋતુમાં જેને જેને વેપાર કરવામાં વિશેષ જીવહિંસાદિ થાય, તે તે વાતમાં તે તે વસ્તુઓને વેપાર નહિ કરે.
૪. ભાવશુદ્ધિ-આના અનેક પ્રકારે છે. જેમ કે–ત્રીઓ વગેરે જેએ ઘાતક શઆદિ રાખનારા ( ફૂર) હેય, તેઓ સાથે સ્વલ્પ પણ લેવડદેવડ હિતાવહ નથી, નટ-વિટ (ભાડ) વગેરે હલકા આચારવાળા (નીચા) માણસો સાથે ઉધાર વેપાર કરે નહિ. વ્યાજે પણ જે આપવું તે વધુ કિંમતનાં ઘરેણાં (બદલે) લઈને આપવું. નહિ તે વસૂલ કરતાં કલેશ–વૈર–ધર્મહાનિ વગેરે અનેક અનર્થો ઉપજે. આજીવિકાને નિર્વાહ ન થતાં ઉધાર વેપાર કર પડે, તે પણ સત્યવાદીઓની સાથે જ કરે. વ્યાજ પણ દેશ-કાળને વિચારીને “એક-બે-ત્રણ–ચાર-પાંચ ટકા” વગેરે ઉચિત લેવું, જેથી સમજુ—શાણા માણસોમાં નિંદા ન થાય, બીજાનાં નાણાં વ્યાજે લીધાં હોય તે મુદત પૂર્ણ થયા પહેલાં ભરી દેવાં, કદાચ ( કમલેગે લાભ ન થાય અને ) મુદત પ્રમાણે આપવાની સગવડ ન હોય, તે પણ લેણદારને અસંતોષ ન થાય તેમ ધીમે ધીમે પણ આપવાને યત્ન રાખવે, નહિ તે વિશ્વાસભંગ થવાથી વ્યવહાર તૂટવાને પ્રસંગ આવે; માટે દેવું આપવામાં વિલંબ ન કરે, કહ્યું છે કે
પામે છે, અન્ય ધનામે
शत्रुधातेऽग्निरोगे च, कालक्षेपं न कारयेत् ॥१॥" ભાવાર્થ-“ધમ કરવામાં, દેવું આપવામાં, કન્યાને પરણાવવામાં આવતું ધન લેવામાં, શg(તા)ને નાશ કરવામાં, દાવાનલાદિ ઉપદ્રવમાં અને ગાદિ હટાવવામાં વિલંબ નહિ કરે.”
અધુરું દેવું ભવાન્તરે લેણદારને ત્યાં ચાકર–પાડા-બળદ-ઉંટ તથા ગધેડા વગેરેને અવતાર પામીને પણ પૂર્ણ કરવાનું (શાસ્ત્રોમાં મળતાં ઉદાહરણે પ્રમાણે) સંભવિત હેવાથી દેવું ચૂકવતાં નિર્વાહ કર મુશ્કેલ હોય તે પણ તુર્ત લેણદારની નેકરી–ચાકરી વગેરે કરીને પણ પૂર્ણ કરવું.
દેવાદારનું આ કર્તવ્ય છે, તેમ લેણદારનું પણ, કર્તવ્ય છે, કે દેવાદાર સર્વથા દેવું આપવા અશક્ત હોય, તે માગવું નહિ, કારણ કે-માગવા છતાં તે આપી શકે નહિ; એથી બનેને આત. ધ્યાન-કલેશ અને તેથી પાપકમીને વધારે જ થાય, માટે આશ્વાસન આપવું. કે-જ્યારે સગવડ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org