________________
૫૪૩
પ્ર૯ ૩-દિનચર્યા–વ્યવહારશુદ્ધિ: દેવું રાખવાથી નુકસાન ]
ભાવાર્થ-વ્યવહારશુદ્ધિ સાચવીને, દેશાદિવિરૂદ્ધ કાર્યોને ત્યાગ કરીને ઉચિત કાર્યોથી પિતાના ધર્મનું પાલન (રક્ષા) થાય, તેમ (શ્રાવક) અર્થચિંતા કરે.”
આજીવિકા સાત પ્રકારે મેળવાય છે. ૧–વેપારથી, ૨-વિદ્યાથી, ૩–ખેતીથી, ૪-શિલ્પકળાથી પ-પશુપાલનથી, ઇસેવાથી અને ૭ ભિક્ષાથી. તેમાં વ્યાપારીઓ વ્યાપારથી, વૈદ્ય (વિદ્યાવાળા) લેકે વિદ્યાથી, કુટુંબી (કણબી) વગેરે ખેડુતો ખેતીથી, ગોવાળ (ભરવાડ) વગેરે પશુપાલનથી, ચિતારા વગેરે કળાકારે શિલ્પકળાથી, સેવકવર્ગ સેવાથી અને ભિખારીઓ ભિક્ષાવૃત્તિથી આજી. વિકા મેળવી શકે છે. તેમાં વ્યાપારીઓને ધનને હિતકર ઉપાય વ્યાપાર જ છે. કહેવાય છે કે
" महुमहणस्स य वच्छे, न चेव कमलायरे सिरी वसइ ।
किंतु पुरिसाण ववसाय-सायरे तीरे सुहडाणं ॥१॥" ખાવાથ–“લક્ષમી વાસુદેવના વૃક્ષસ્થલે નથી રહેતી અને સરોવરમાં પણ નથી રહેતી, પરંતુ તે ઉદ્યમી પુરૂષોના વ્યવસાય સમુદ્રમાં રહે છે અર્થાત્ તેઓ વ્યવસાયથી લક્ષ્મી મેળવે છે અને સુભટેને તે બાણના અગ્રભાગમાં રહે છે (અર્થાત્ તેઓ યુદ્ધથી લમી મેળવે છે.).”
વેપાર પણ, એક-પિતાના સહાયક (પીઠબળ), બીજું –નીવી ( મુડી રોકવાનું) બળ અને ત્રીજું–પિતાના શુભ ભાગ્યનો ઉદયકાળ, વગેરેને અનુરૂપ કરે તે જ લક્ષ્મી મળે છે, નહિ તે એકદમ નુકસાન વગેરે પણ થવું સંભવિત છે.
વેપારમાં શુદ્ધિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ” ભેદથી ચાર પ્રકારે છે. તેમાં–
૧. દ્રવ્યશુદ્ધિ-પંદર કર્માદા વગેરે ઘણો પા પારંભ કરે પડે તેવી ચીજોને વેપાર સર્વથા તજ, જેમાં પાપારંભ સ્વ૬૫ હેય તેવી ચીજોને વેપાર કરવો. છતાં દુષ્કાળ વગેરે પ્રસંગે તેવા અપારંભવાળા વેપારથી જીવન નિર્વાહ ન થાય-ઘણુ પાપવાળાં કઠોર કર્મો કરવાં પડે, તે પણ તે અનિછાથી પિતાની નિંદાપૂર્વક-ડરતો કરે. નિર્વસ પરિણામથી ન કરે. કહ્યું છે કે
“ વાર તિવારમેં, નિવૃત 1 (5)
શુurદ નિરામનળ, ત્યારે સવનીકું દૂષો (વત્ર ૫૦ ) ભાવાર્થ “સર્વ જીવો પ્રત્યે દયાળુ શ્રાવક, તીવ્ર (મહા) આરંભેને ત્યાગ કરે અને જે નિર્વાહ ન થાય તે નિરૂપાયે ઈછા વિના (આત્મનિંદા કરત) પાપકાર્યમાં પ્રવર્તે તથા આરંભ-સમારંભને ત્યાગ કરનારાઓની સ્તુતિ કરે ( ગુણ ગાય),” વળી વિચારે કે–
" धन्ना य महामुणिणो, मणसा वि करंति जे न परपीडं ।
મારપાપરિયા, સુગંતિ તિજોપિરિબુદ્ધ II ” . ભાવાર્થ-“તે મહામુનિઓને ધન્ય છે, કે જેઓ બીજા ને મનથી પણ પીડા કરતા નથી, આરંભવાળા પાપકાર્યોથી વિરામ પામેલ છે અને આહાર વગેરે સંયમને ઉપયોગી ચીજો પણ ત્રણ કેટીથી શુદ્ધ મળે તે જ વાપરે છે. ”
૧૦૪. સાધુએ– સ્વયં હનન=સછવનું નિઈવ કરવું નહિ, “પાચન=નિજીવને પણ પકાવવું નહિ “કયણ'=ખરીદ કરવું નહિ, બીજા દ્વારા હનન, પાચન કે કથણ કરાવવું નહિ; અને સાધુને ઉદ્દેશીને. બીજાએ હનન, પાચન કે કયણ કર્યું હોય તે લેવું નહિ-એ ત્રણ કેટીથી શુદ્ધ જાવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org