________________
[ ધ સ૦ ભા. ૧-વિ૦ ૧-ગા. ૩ અજિન, રાગ-દ્વેષાદિથી પરતંત્ર આત્માના વચનને વક્તા (નિમિત્ત) અશુદ્ધ હેવાથી તેનું વચન સત્ય સંભવે જ નહિ, રાગ-દ્વેષના ગે અસત્ય-વિપરીત બોલાય એ સહજ છે. દરેક કાર્યો પોતાના કારણને અનુરૂપ બને છે, ખરાબ કારણોથી થયેલું કાર્ય કદાપિ સારૂં થઈ શકતું નથી, લીંબડાનાં બીજે વાવીને આંબાનાં ફળો મેળવી શકાતાં નથી, કારણ કે–તેમ બને તે જગતમાં કારણ-કાર્યની વ્યવસ્થા જ રહે નહિ. પરિણામે ગમે તેવા અશુભ કારણથી પણ શુભ કાર્યો અને શુભ કારણથી પણ અશુભ કાર્યો બને, કે જે પ્રત્યક્ષ અઘટિત છે, માટે રાગ-દ્વેષાદિ પારતત્યરહિત વક્તારૂપી શુદ્ધ નિમિત્તવાળું આગમવચન જ અવિરુદ્ધ હોય છે.
- જે કે ઘુણક્ષરન્યાયે સ્વમતિકલ્પનાએ પ્રરૂપણ કરનાર રાગ-દ્વેષાદિ યુક્ત પરતીર્થિકેનું કઈ કઈ સ્થલે કઈ કઈ વચન અવિરુદ્ધ મળી આવે છે તથા માર્ગાનુસારી આત્માનું પણ પણ કઈ વચન અવિરુદ્ધ મળે છે, તે પણ તે વચન શ્રીજિનેશ્વરદેવનું કહેલું જ છે; કારણ કે અવિરુદ્ધ-સત્ય વચનનું મૂળ શ્રીતીર્થંકરદેવે જ છે. કહ્યું છે કે
__ “ सव्वप्पवायमूलं, दुवालसंगं जओ जिणक्खायं ।
થાતુર્ણ વહુ, તો સંન્ચે શું સંમિ ”( શ્રીરા૫a To દ૨૪) ભાવાર્થ—જે કારણથી જિનકથિત રત્નાકર–સમુદતુલ્ય શ્રીદ્વાદશાંગી જ સર્વ પ્રવાદનું મૂલ છે, તે કારણથી જે બધું સુંદર છે, તે તેમાંનું જ છે.”
અન્ય દર્શનકારેની સર્વ પ્રરૂપણુઓનું મૂળ દ્વાદશાંગી છે, કારણ કે-જેમ સર્વ નદીઓ સમુદ્રમાં આવીને મળી જાય છે, તેમ હે ભગવંત! સર્વ દશને તમારા દર્શનમાં સમાઈ જાય છે. નદીઓમાં જેમ સમુદ્ર દેખાતું નથી તેમ તેઓનાં વચનોમાં તમારું દર્શન (જનદર્શન) દેખાતું નથી, પણ સમુદ્રમાં જેમ સર્વ નદીઓનાં જ હોય છે, તેમ સર્વ દશનેનાં અવિતથ વચને તે સર્વજ્ઞના આગમમાં મળે છે. આથી અન્ય દર્શનકારેનાં જે અવિતથ વચને મળી આવે છે, તે સઘળાં શ્રીજિનેશ્વરદેવના આગમસમુદ્રનાં બિન્દુઓરૂપ છે.
એ રીતે શ્રીજિનેશ્વરદેવનાં આગમવચનને અનુસરતું જે અનુષ્ઠાન તે ધર્મ.
વળી પણ “જોતિ”એ વિશેષણથી જણાવે છે કે–તે અનુષ્ઠાન યાદિત એટલે કાલાદિ ભાને અનુસરીને કહેલું હોય તો ધર્મ કહેવાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવસાપેક્ષ અનુષ્ઠાન જ ધર્મરૂપ બને, કારણ કે-જેમ સર્વ છવદ્રવ્યો કમની વિચિત્રતાથી એકસરખાં નથી, સર્વ ક્ષેત્રે પણ એક્સરખી સામગ્રીવાળાં હોતાં નથી અને પડતી-ચઢતીવાળા હોવાથી અવસર્પિણ–ઉત્સપિણીરૂપ સર્વ કાળ પણ એકસરખું હેત નથી; તેમ ક્ષાપશમિકાદિક ભાવે અધ્યવસાયે કે અનુચિત છે, માટે સુવર્ણ અને કટક-કંડલની જેમ પદાર્થ માત્ર કથંચિત નિત્યાનિત્ય છે,સોનાનું કડું હોય તેને ભાંગી કુંડલ કરાવવા છતાં તેનું તે સનારૂપે જ રહે છે, માત્ર તેને કડારૂપી પૂર્વપર્યાય નાશ થશે અને કુંડલરૂપે નો પર્યાય ઉત્પન્ન થાય છે. તે રીતે પદાર્થ માત્ર પણ દ્રવ્યસ્વરૂપે નિત્ય જ છે, છતાં તેના એક પર્યાયને નાશ થાય છે અને બીજો પ્રગટે છે, એટલે પદાર્થ માત્ર દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. તે જ રીતે પદાર્થ માત્રનું કથંચિત ભિન્નભિન્ન વિગેરે પણ સ્વબુદ્ધિથી સમજી લેવું. એ રીતે જે આગમમાં છવાછવાદિ ભાનું સ્યાદ્વાદ–શૈલીથી કથંચિત નિત્યાનિત્યાદિ સ્વરૂપ જણાવ્યું હોય-મનાવ્યું હોય, તે જ આગમવચન તાપશુદ્ધ હાઈ ઉપાદેય બને છે.
ધુણ નામને કીડે લાકડું ખાય, તેમાં ઈરાદા વિના પણ કોઈ અક્ષરના આકારે પડે છે તે ન્યાયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org