________________
પ
ધર્મનું સ્વરૂપ ]
વળી સેનું કાપવાથી શુદ્ધ જણાયા છતાં પણ, જેમ તે અન્ય ધાતુના મિશ્રણવાળું હોવાનો સંભવ છે અને તેથી તેને ગાળીને પરીક્ષા કરવામાં આવે છે, તેમ આગમવચન પણ વિધિનિષેધયુક્ત અને તેને અનુરૂપ–અબાધક ક્રિયાઓનું પ્રરૂપક હોય, ઉપરાંત તે વિધિનિષેધોમાં કારણ બની શકે તેવા જીવાજીવાદિ ભાવને જે આગમ સ્યાદ્વાદ–પરીક્ષાથી જણાવનારું હોય, તે તાપશુદ્ધ કહેવાય છે.
આ રીતે કષ, છેદ અને તાપ, કે જેનું વર્ણન આ ગ્રંથમાં જ ગાઢ ૧થી દેશનાના અધિકારમાં વિસ્તારપૂર્વક કહેવાશે, તેનાથી પરીક્ષિત હોય તે જ અવિરુદ્ધ વચન છે. શ્રી ધર્મબિન્દુમાં તેનું વર્ણન કરતાં જણાવ્યું છે કે-“વિધિનિષેધ ષઃ” “તત્વમેઘપઢિના છોકરા છે. ” મનિષ આવવારતા” ઈત્યાદિ વર્ણન આગળ કહેવાશે.
નિમિત્તની શુદ્ધિ હોવાથી શ્રીનિવચન જ આવું અવિરુદ્ધ-શુદ્ધ હોઈ શકે છે, કારણ કે-વચનનું અંતરંગ નિમિત્ત વકતા છે, તે જે રાગ-દ્વેષ-મહાદિથી પરતંત્ર હોય તે તેનું વચન અસત્ય હોવાનો સંભવ છે, એ રાગ-દ્વેષ–મેહની પરતંત્રતા શ્રીજિનેશ્વરદેવને નાશ પામી છે, તેઓ સ્વયંશુદ્ધ છે, તેથી તેઓનું વચન અવિતથ–સત્ય જ હોય છે. રાગ-દ્વેષાદિથી પરતંત્ર હોય તે જિન કહેવાય નહિ અને જિન હોય તે રાગ-દ્વેષાદિથી પરતંત્ર હોય નહિ. રાગ-દ્વેષાદિ અંતરંગ શત્રુઓને જે જીતે તે જ જિન” છે.
આ “જિન” શબ્દ નામ કે કલ્પના માત્ર નથી, પણ તપાવે તે તપન, દાહ કરે તે દહન વગેરે શબ્દોની જેમ યથાર્થ છે અર્થાત્ રાગાદિ શત્રુઓને જીત્યા છે માટે જ તેઓ જિન કહેવાયા છે. શ્રીજિનેશ્વરદેવેની જેમ જેઓને રાગ–ષાદિની પરતંત્રતા ટળી નથી તેઓ અજિન છે. એવા - ભાવાર્થ—“બ્રહ્માએ સ્વયમેવ યજ્ઞ માટે પશુઓ બનાવ્યા છે, માટે તેનું બલિદાન દેવાથી યજ્ઞ સર્વ જગતને હિત માટે થાય છે, આથી યજ્ઞમાં થતી હિંસા તે હિંસા નથી. ”
અથવા એવી જ પિતૃતર્પણાદિ (શ્રાદ્ધાદિ ) હિંસક ક્રિયાઓનું પ્રરૂપક હોય, તે હિંસાને નિષેધ કરવા છતાં ક્રિયાથી હિંસાનું પ્રરૂપક છે માટે તે વિરુદ્ધ વચન છે; આથી જ પિતે કરેલા કાયદાને પિતે કહેલી ક્રિયાથી જેમાં ભંગ ન થતો હોય, તે આગમવચન છેદશુદ્ધ ગણાય છે.
૯. જે આગમ જીવાજીવાદિ ભાવનું યથાર્થ પ્રરૂપક ન હોય, તે આગમની ક્રિયા કરવા છતાં પણ, તેનું ફળ ભેગવનાર તથાવિધ આત્મા–પુદ્ગલ વિગેરે પદાર્થો તેમાં કલ્પને માત્ર જ હોઈ, તેના વિધિનિષેધ કે ક્રિયા બધું નકામું જ કરે છે. વળી આત્મા વિગેરેને જે શાસ્ત્ર એકાન્ત નિત્ય કે અનિત્ય માને, તે શાસ્ત્ર ભલે વિધિનિષેધો અને તેને અનુરૂપ ક્રિયાનું પ્રરૂપક હેય છતાં મિથ્યા છે, કારણ કે–એકાન્ત નિત્ય આત્મા કદી પણ પિતાના સ્વરૂપને છોડતું નથી કે નવું સ્વરૂપ ધારણ કરતું નથી. જે આત્મા જ આવા નિત્ય સ્વરૂપવાળે હશે-અક્રિય હશે તે ક્રિયાવાળો બનશે જ કેમ ? અગર તે સક્રિય હશે તે ક્રિયાથી અટકશે જ કેમ? કારણ કે–નિત્ય હોવાથી તેનું સ્વરૂપ કદી બદલાશે જ નહિ, એથી તેનામાં ક્રિયાદિ ઘટે જ નહિ અને તે સંસારી મટી મુક્તાત્મા પણ બને નહિ. વળી તે સુખી હોય તે દુઃખી થઈ શકે જ નહિ અને દુઃખી હોય તે સુખી પણ થઈ શકે જ નહિ. આમ એકાન્ત નિત્યવાદથી સર્વત્ર વિરોધ જ આવશે. વળી જે એકાન્ત અનિત્ય માનવામાં આવે તે ક્ષણવિનશ્વર તે આત્મા આ ક્ષણે ક્રિયા કરીને બીજી ક્ષણે નાશ પામે, એટલે ક્રિયાના ફળ સુખ-દુઃખ આદિને ભક્તા તે બની શકશે નહિ. આ ક્ષણે ક્રિયા કરનાર આત્મા જુદ, બીજી ક્ષણે ઉત્પન્ન થનાર ક્રિયાનું ફળ ભેગવનાર આત્મા જુદે,-એમ કોઈને પુણ્ય-પાપને કેઈ બીજે આત્મા ભેગવનાર બનશે એ વાત જ તદ્દન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org