________________
-
-
પ્ર૦ ૩-દિનચર્યા–ધર્મશ્રવણનું ફળ : ગુરુ પ્રત્યેનું કર્તાવ્ય ]
૫૩૬ વગેરે દેને ઉપશમ (શાન્તિ), વિનયાદિ ગુણોની પ્રાપ્તિ માટે પ્રયત્ન, કુસંગને પરિવાર, સુસંગની પ્રાપ્તિ, સંસાર પ્રત્યે નિર્વેદ (કંટાળે), સમ્યક્ શ્રાવકધર્મ કે સાધુધર્મને સ્વીકાર તથા તે ધર્મની સર્વ પ્રકારે એકાગ્રપણે આરાધના” વગેરે અનેક પ્રગટ લાભ થાય છે. (એમ મેટા લાભનું કારણ હોવાથી ધર્મોપદેશ સાંભળ, એ શ્રાવકનું વિશિષ્ટ કર્તવ્ય છે.)
ધર્મોપદેશ શ્રવણ કર્યા પછીનું શ્રાવકનું કર્તવ્ય જણાવવા કહે છે કે
“રાનાવિનિમત્ર એટલે (પ્રસંગને અનુસાર) ગુરૂ મહારાજને પગમાં પડીને (નમ્ર બનીને) તેઓને દાન દેવા વિનંતિ કરે કે “હે ભગવન ! આપની ઈચ્છાનુસાર મારી ઉપર કૃપા કરીને “નિર્દોષ અને ચારિત્રધર્મમાં કપે તેવાં આહાર-પાણી-ખાદિમ-સ્વાદિમ-વસ્ત્ર-પાત્ર-કંબલ રજેહરણ તથા જરૂર પૂરતાં ગ્રહણ કરીને પાછાં સેંપી શકાય તેવાં પ્રાતિહારિક–પાટ-પાટલાપાટીયું–શયા-સંથારા કે (એક ચીજનું બનેલું) ઔષધ અને (અનેક ચીજોથી બનેલું) ભેષજ” ઈત્યાદિ ગ્રહણ કરવા કૃપા કરો !” એમ સઘળી વસ્તુઓની નામપૂર્વક વિનતિ કરીને, ગુરૂને જે વસ્તુ ઉપચાગી હોય તેનું ભક્તિપૂર્વક દાન કરવું; ઉપલક્ષણથી તેઓનું બીજું પણ જે કાંઈ સંયમ માટે કરણીય હોય તેની પણ યાચના કરીને તે કરવું. શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે
પર્વ ૨ , કુછ સેસ વિથી
થળે ર મ ાઉં, તો અoi રે 1શા” (તાવ ૨-૦ ૮૪ ) ભાવાર્થ-“ ગુરૂની સાક્ષીએ પચ્ચકખાણ કરીને, ગુરૂનું અન્ય જે કાર્ય કરવા યોગ્ય હોય તે પૂછે અને ગુરૂ જે કામ ભળાવે તે મનમાં ધારણ કરીને (ખ્યાલ રાખીને) બરાબર કરે; પછી બીજા પણ સાધુ–સાધવીનું યથૌચિત્ય સાચવીને “શ્રાવકાદિને પણ વાંદુ છું–વાંદુ છું” કહે ”
અહીં “પૂછે એમ કહ્યું છે, તેથી ગુરૂને પૂછે કે- હે ભગવન્! આપને ચારિત્રધર્મનું પાલન શરીરની સુખાકારીપૂર્વક થાય છે?” “આપને સંયમયાત્રા સુખપૂર્વક થાય છે?, રાત્રિ સુખપૂર્વક પૂર્ણ થઈ?, આપ શરીરથી નિરાબાધ-સુખી છે ?, આપને કોઈ વ્યાધિ તે નથી ને, કોઈ ઔષધ વગેરેની જરૂર તે નથી ને ?, અગર કાંઈ પથ્ય વગેરે વસ્તુની જરૂર છે?” ઈત્યાદિ સઘળી પૃચ્છા કરે. એમ ગુરૂને પૂછવાથી કર્મોની ઘણું નિર્જરા થાય છે, કહ્યું છે કે
માનવંતાનમં-સt mહિgછળ ના !
चिरसंचिअंपि कम्म, खणेण विश्लत्तणमुवेइ ॥१॥" (उप० माला-गा० १६६) ભાવાર્થ_“ગુરૂની સામે જવાથી વન્દન-નમસ્કાર કરવાથી અને સુખશાતા કે જરૂરીઆત વગેરેને અંગે પૂછવાથી લાંબા કાળથી બાંધેલાં કર્મો પણ ક્ષણમાં તૂટી જાય છે. ”
જો કે વંદન વખતે સામાન્ય રૂપે “જી હુજા, કુતરાજનાથ' ઇત્યાદિ પાઠથી સુખશાતાદિ પુછાય છે, તે પણ ધમશ્રવણ પછી ગુરૂની સ્થિતિ જાણવા માટે કે તેઓની અગવડે ટાળવા માટે પુનઃ વિશેષ પૂછવું અને નિમંત્રણ કરવું તે યુક્તિસંગત જ છે. વર્તમાનકાળે શ્રાવકે આવું નિમંત્રણ કરે છે, પણ તે દ્વાદશાવર્નવદન પછી કરે છે; જેઓ પ્રતિક્રમણ ગુરુ સાથે કરે છે તેઓ સૂર્યોદય પછી ઉપાશ્રયાદિથી જાય ત્યારે કરે છે, અને જેઓએ ગુરૂ પાસે પ્રતિક્રમણ કે બ્રહવન્દન પણ ન કર્યું હોય, તેઓ વન્દન-વ્યાખ્યાનાદિના અવસરે એ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org