________________
મંગલાદિ ચતુય ] દાન વડે જગતમાં દારિદ્રય શબ્દના ઉચ્ચારને પણ નાશ કરેલો હેવાથી “મહા દાનવીર, સત્તામાં રહેલા મહાદિ અંતરંગ શત્રુઓના પરિવાર (કુટુંબ)રૂપ રાગ-દ્વેષાદિ બળવાન શત્રુઓને ઊગતાં જ હણી નાખ્યા માટે “યુદ્ધવીર” અને નિઃસ્પૃહ મન દ્વારા તીવ્ર તપ, કે જે તપ કેવળજ્ઞાનની પ્રાપ્તિનું કારણ છે, તે ઘેર તપને આચર્યો છે માટે “ધર્મવીર” છે. આમ દાનવીર, યુદ્ધવીર અને ધર્મવીર ભગવાન જગતના સર્વ વિરે કરતાં મહાન હેવાથી યયાર્થ “મહાવીર” છે.
આ પ્રમાણે પ્રભુને પ્રણામરૂપ મંગલ કરી બીજા લેકમાં અભિધેય વગેરેનું વર્ણન કરતાં જણાવે છે કે-શ્રતસિદ્ધાન્તરૂપ સમુદ્રથી ઉદ્ધરીને, સંપ્રદાય એટલે ગુરુપરંપરાથી સમજીને તથા સ્વાનુભવથી એટલે શ્રુતજ્ઞાન અને ચિંતાજ્ઞાનના બળે ઉત્પન્ન થયેલું ભાવનાજ્ઞાન (અનુભવજ્ઞાન), તે વડે નિર્ણય કરીને આગમના સારભૂત-લકત્તર ધર્મરૂપ ઉત્તમ ધર્મને સંગ્રહ આ ગ્રન્થમાં ગૂંથીશ-કરીશ.
આ વાતનું સ્પષ્ટીકરણ કરતાં તેઓશ્રી જણાવે છે કે-(શ્રુતસમુદ્રથી અને) સંપ્રદાયથી એટલે ગુરુગમથી સમજીને સંગ્રહ કરું છું. આમ આગમ અને ગુરુગમ બનેનું બળ છતાં, જે સ્વયં પર્યાલચક–અનુપ્રેક્ષાકારી નથી તેને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજમાં આવતું નથી, માટે હું-ગ્રંથકાર પણ અનુભવજ્ઞાન એટલે આગમ અને ગુરુગમથી પ્રાપ્ત થયેલા શ્રુતજ્ઞાન અને તથાવિધ સકલપ્રમાણુનયયુક્ત સ્યાદ્વાદ નયપૂર્વકનું જે ચિંતાજ્ઞાન, તેના બળે મને ક્ષપશમ દ્વારા પ્રગટ થયેલું ભાવનાજ્ઞાન, કે જે દંપર્યાથ સ્વરૂપ છે, તેનાથી જાણીને ધર્મનો સંગ્રહ કરું છું. આ ભાવનાજ્ઞાનના ગે અન્ય કેઈ દર્શન પ્રત્યે તિરસ્કાર થતો નથી, એટલું જ નહિ પણ સર્વદશનમય શ્રીજિનદર્શનના સ્વરૂપને યથાર્થ જ્ઞાતા બને છે, કે જેના પ્રભાવે તેને વસ્તુને યથાર્થ બોધ થાય છે, તેથી સર્વત્ર સત્યાંશને ગ્રાહક બની સ્વ–પરના પક્ષપ્રતિપક્ષથી તે મુકત બને છે અને કેઈને અન્યાય કરતો નથી. આથી જ આવા જ્ઞાનીનું વચન નિષ્પક્ષપાતી હેઈ ઉપાદેય બને છે. આવા જ્ઞાનીઓથી રચાયેલા ગ્રન્થ સ્વ–પરના ઉપકારક બને છે, માટે અસદાગ્રહરહિત ભાવનાજ્ઞાનના આધારે મધ્યસ્થભાવે ધર્મનું સ્વરૂપ નિશ્ચિત કરીને સંગ્રહ કરીશ, એમ જણાવવા દ્વારા પિતાની મતિક૯૫નાના પરિહારપૂર્વક આગમ, ગુગમ અને
. કોઈ પણ શિષ્ટપુરુષ ઉત્તમ કાર્યનો આરંભ કરતાં, તે નિર્વિને પૂર્ણ થાય તેની ખાતર મંગલ કરે છે. મંગલ આવતાં વિદને દૂર કરી કાર્યને નિર્વિને પૂર્ણ કરાવે છે. આ મંગલ ઈષ્ટદેવાદિને નમન કરવારૂપ ભાવ (યથાર્થ) મંગલ છે. જો કે તે માનસિક શુભ અધ્યવસાયરૂપ હોય છે, તથાપિ પિતાની પછીના પણ શિષ્ટપુરુષો તેનું અનુકરણ કરે તે ખાતર તેનું આલેખન કરવામાં આવે છે. અહીં પણ ગ્રંથકારશ્રીએ પ્રથમ શ્લોકમાં તે રીતે મંગલ કર્યું છે. તે પછી શ્રોતાજનની પ્રવૃત્તિ માટે અભિધેય જણાવવાનું હોય છે, ઉત્તમ જિજ્ઞાસુ જ્યાં સુધી અભિધેય એટલે ગ્રંથના વિષયને ન જાણે ત્યાં સુધી તેને વાંચવા-સાંભળવાને પ્રયત્ન કરતું નથી, એટલે જ આ ગ્રંથમાં કયે વિષય વર્ણવ્યો છે, તે જણાવવા માટે ગ્રંથની આદિમાં “ધર્મને સંગ્રહ કરીશ’-એ શબ્દોથી અભિધેય જણાવ્યું છે. ધર્મના અથ આત્માઓ આ વાતને જાણું તુરત ગ્રંથ વાંચવા-સાંભળવા પ્રવૃત્તિ કરે, માટે તે આવશ્યક છે.
૬. વાક્યાર્થ, મહાવાકષાર્થ અને એદંપર્યાર્થરૂપ ક્રમશઃ શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું વિસ્તૃત સ્વરૂપ શ્રી ષોડશક' આદિ ગ્રંથમાં જણાવ્યું છે. વિશેષ અથીઓએ ત્યાંથી જોઈ લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org