________________
-
-
-
૫૬.
[ ધ૦ સં૦ ભાવ ૧-વિ૦ ગા૦ ૬૨ સુખે સુખે મુખમાં મૂકી શકાય-ચાવી શકાય તેટલા આહારને એક કવલ કહેવાય, પુરૂષને એવા બત્રીશ અને સ્ત્રીને અઠ્ઠાવીસ કવલ પ્રમાણે આહાર મનાય છે. તેમાં ન્યૂન સંખ્યા ધારવી તે કવલપ્રમાણુ, અમુક ઘરા સિવાયનાં આહારાદિ ન લેવાં તે ઘરમાણુ અને અમુક વસ્તુઓ સિવાયને ત્યાગ કરે તે દ્રવ્યપ્રમાણુ સમજવું). ચારેય પ્રકારના આહારને સર્વથા ત્યાગ કરે તે ૮-નિરવશેષ%, અંગુઠો–સૂઠિગાંઠ વગેરે ચિહેવાળું -સંકેત, જેમકે–ગૃહસ્થ પિરિસી વગેરે પશ્ચFખાણ કરીને કાર્યપ્રસંગે બજારમાં, ક્ષેત્રમાં, બહાર જાય કે ઘેર રહે મિતુ કરેલા પચ્ચખાણના સમયે કોઈ કારણે ભેજન લઈ શકાય તેમ ન હોવાથી પચ્ચકખાણ પછીને ભજન પહેલાંને કાળ અવિરતિમાં ન જાય તે માટે સંકેત કરે કે-“અંગુઠા છોડું નહિ,” “વાળેલી મુઠિ મૂકું નહિ” કે “ગાંઠ છોડું નહિ,” અગર “ઘરમાં પ્રવેશ કરૂં નહિ” કે “મારા પરસેવાના બિંદુઓ સુકાય નહિ ” વા “અમુક સંખ્યામાં શ્વાસે છવાસ પુરા થાય નહિ. ” અથવા “પાણી મૂકવાની આ માંચી, ઘડી વગેરે ઉપર લાગેલા પાણીના છાંટાં સુકાય નહિ.' કિંવા જ્યાં સુધી “સળગતે આ દીપક બૂઝાય નહિ (એમ કઈ પણ સંકેત કરે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી મારે પચખાણ પારવું નહિ, વગેરે તે તે નામનાં સંકેત પચ્ચકખાણે જાણવાં. કહ્યું છે કે
“ચંદ્ર---કાસ-વિવા-જોવા
__एवं संकेअ भणि, धीरेहिं अनंतनाणीहिं ॥१॥" (आव०निर्यु १५७८) ભાવા–૧. અંગુઠે, ૨. મુઠ્ઠી, ૩. ગ્રન્થી, ૪. ઘર, ૫. પરસેવે, ૬. શ્વાસોચ્છવાસ, ૭. બિન્દુઓ, અને ૮. જ્યોતિ (દીપકને પ્રકાશ), એ (વગેરે) ચિહનેને (સંકેતને અનંતજ્ઞાની ધીર શ્રીજિનેશ્વરીએ સંકેત પચ્ચખાણ કહ્યું છે.
એમ “સંકેત આઠ પ્રકારનું છે. તથા કાળ (સમય)ની મર્યાદાવાળું ૧૦મું. “હા” પખખાણ દશ પ્રકારનું છે. કહ્યું છે કે
“નવરરિસીપ, પુમિત્તેજકાળ માં
आयंबिलअभचठे, चरिमे अ अभिग्गहे विगई ॥२०२॥" (प्रव०सारो०) ભાવાર્થ ૧-નવકારસહિત (નમુક્કારસહિ), ૨-પૌરૂષી, ૩-પુરિમાદ્ધ, એકાસણું, ૫એકલડાઈ, –આયંબિલ, ૭-ઉપવાસ, ૮-દિવસચરિમ કે ભવચરિમ, ૯-અભિવ્ય, અને ૧૦વિકૃતિ (વિગ)નું–એમ કાળપચ્ચકખાણ દશ પ્રકારે છે.”
પ્રશ્ન-એકાસણાદિમાં કાળનું નિયમન નથી છતાં કાળપચ્ચકખાણ કેમ કહ્યાં?
ઉત્તર-જે કે એકાસણાદિમાં કાળનિયમન નથી, છતાં તે દરેક પ્રાયઃ કાળચ્ચકખાણ (નરુકારસહિ-પરિસી વગેરે)ની સાથે જ કરાય છે, માટે તેને કાળ પચ્ચકખાણ કહ્યાં છે. પચ્ચ
૭૮. આ પખાણ વિશેષતઃ મરણ સમયે સંલેખના માટે કરવાનું હોય છે.
૭૯. એ સંત પચ્ચખાણ એક અથવા ત્રણ નવકાર ગણુને પારી શકાય અને ભજનાદિ કરીને પુનઃ કરી શકાય, આહાર–પાણી લેવા સિવાયના સઘળા સમયમાં વિરતિ થાય છે. એકાસણાદિ વિનાને છૂટા પચફખાસ્થવાળો ૫ણ સંકેત પચ્ચક્ખાણ કરી શકે છે. દરરોજ એકાસણું કરવા છતાં સંકેત પફખાણ કરનારને મહિનામાં લગભગ એગણત્રીસ ઉપવાસનું ફળ મળે છે. મારે હમેશાં ઉપયોગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org