________________
પચ્ચખાણ અધિકાર
એમ મોટા દ્રારંશાવવદન વડે ગુરૂવદન કરીને તેઓશ્રીના મુખે પિતાની શક્તિને અનુસારે પચ્ચકખાણ કરે. (એ ગૃહસ્થને વિશેષ ધર્મ જાણ.) અહીં પ્રસંગનુસાર પચ્ચક્ખાણુનું સ્વરૂપ જણાવવા માટે (૧) પ્રત્યાખ્યાને, (૨) ભાંગા, (૩) આગારો, (૪) સૂત્રપાઠ, (૫) અર્થો, (૬) છ શુદ્ધિ, અને (૭) ફળ,-એ સાત દ્વારેથી તેનું વર્ણન ટૂંકમાં કાંઈક કહે છે. તેમાં–૧. પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ)ને અર્થ કહે છે કે-
૧રવાળા=પ્રાથr શબ્દમાં “પ્રતિ અને ' બે ઉપસર્ગો અને “ઘr=કથન કરવું, એ ધાતુ છે અને તેને “અને પ્રત્યય આવતાં તિગ++ અને મળીને કાવ્યાન' શબ્દ થયો છે. તેને સામાન્ય અર્થ એ થાય છે કે–“અમુક મર્યાદામાં (અવિરતિથી) પ્રતિકૂળપણે કથન કરવું (પ્રતિજ્ઞા કરવી) તે પ્રત્યાખ્યાન, અથવા “મન-વચન-કાયાથી (આત્માના) અનિષ્ટને કાંઈક નિષેધ જેમાં કરાય” તે પ્રત્યાખ્યાન. બન્ને વ્યાખ્યાઓમાં ક્રિયા અને ક્રિયાવાનને કથંચિઃ ભેદ હોવાથી “પ્રત્યાખ્યાનની ક્રિયાને જ પ્રત્યાખ્યાન” કહ્યું. અથવા જેના સદ્ભાવમાં (ભેગાદિકન) નિષેધ કરાય, ભેગો ન ભેગવી શકાય તે “પ્રત્યાખ્યાન. (એમ વ્યાકરણના નિયમ પ્રમાણે અનેક રીતિએ “પ્રત્યાખ્યાન' એ સંસ્કૃત શબ્દ બને અને તેને “પચ્ચક્ખાણુ” એ પ્રાકૃત શબ્દ બને છે, કે જેને હાલમાં પ્રસિદ્ધ શબ્દરૂપે વિશેષ વ્યવહાર થાય છે. (તાત્પર્યાર્થ એ કે-“આત્માને અહિત કરનારા કાર્યોને જેમાં અમુક મર્યાદાપૂર્વક વચન વગેરે દ્વારા ત્યાગ કરાય તેનું નામ પચ્ચકખાણ.”).
તે પચ્ચક્ખાણ બે પ્રકારનું છે–એક મૂલગુણરૂપ, બીજું ઉત્તરગુણરૂપ, તે પ્રત્યેકના પણ બબ્બે ભેદે છે–એક દેશથી, બીજું સર્વથી. તેમાં સાધુઓને પાંચ મહાવ્રતના સ્વીકારરૂપ મૂલગુણનું પશ્ચકખાણ સર્વથી અને શ્રાવકને પાંચ અણુવ્રતના સ્વીકારરૂપ મૂળગુણનું પચ્ચકખાણું દેશથી હોય છે, એ મૂળગુણ પચ્ચખાણુના સર્વથી અને દેશથી એમ બે પ્રકારો જાણવા. ઉત્તરગુણરૂપ પચ્ચક્ખાણ સાધુને સર્વથી હેય છે, તેના અનેક ભેદે છે. જેમકે
" पिंडस्स जा विसोही, समिईओ भावणा तवो दुविहो।
पडिमा अभिग्गहा वि अ, उत्तरगुणमो विआणाहि ॥१॥" ભાવાથ—“પિંડની વિશુદ્ધિ એટલે આહાર–પાણી–વસ્ત્ર-પૌત્રાદિ વસ્તુઓ બેંતાલીશ ષ ૨હિત નિર્દોષ પ્રહણ કરવી, ઈસમિતિ આદિ સમિતિઓનું પાલન કરવું, અનિત્યાદિ બોર–સળ કે મહાવ્રતની પચીસ ભાવનાઓ ભાવવી, બાહ્ય-અત્યંતર બે પ્રકારે તપ કરે, સાધુની બાર પ્રતિમાઓ (અભિગ્રહવિશેષ) પાળવી અને દ્રવ્ય-ક્ષેત્રાદિ વિવિધ અવિશ્રેહા ધારણ કરવા; એ સર્વ સાધુના ઉત્તરગુણે જાણવા”
શ્રાવકને દેશથી સાત શિક્ષાત્રને (ત્રણ ગુણત્રો તથા ચાર શિક્ષાત્ર ) રુપ ઉત્તરગુણોનું પચ્ચકખાણ સમજવું.
તેમાં મૂલગુણોનાં સર્વ અને દેશ પ્રત્યાખ્યાને “હિંસા વગેરે (પાંચ પાપ) ના ત્યાગરૂપ છે અને સાધુઓને પિંડવિશુદ્ધિ વગેરે તથા શ્રાવકને દિશિપરિમાણનત વગેરે ઉત્તરગુણોનાં પ્રત્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org