________________
E
-
પ્ર દિનચર્યા લેગસ્સ’ સૂત્રના અર્થ ]
૪૬૩ (વાપરવાથી) “ ભિનમાસ પ્રાયશ્ચિત આવે, તથા તેઓનાં આહાર-પાણી અને આદિ શબ્દથી વસ્ત્ર વગેરે વાપરવાથી તથા “વિક્રમાદિત્ય રાજાની જેમ કેઈએ સાધુની નિશ્રાવાળાં ( સાધુને માટે નિશ્ચિત) કરેલાં સુવર્ણ વગેરે વાપરવાથી, અનુક્રમે ગુરૂ-લઘુ વગેરે નીચે પ્રમાણે પ્રાયશ્ચિત આવે છે, જળ વાપરવાથી “છ–લઘુ,’ અન્ન-આહાર વાપરવાથી “ચતુર્ગર, વસ્ત્ર વગેરે વાપરવાથી છ–લઘુ અને સુવર્ણાદિ વાપરવાથી “છ–ગુરૂ વગેરે, આથી નક્કી થયું કે-ગુરૂદ્રવ્ય બે પ્રકારનું છે-“એક તેઓને વાપરવાનાં વસ્ત્ર-પાત્ર-આહાર–પાણી વગેરે ભેગદ્રવ્ય અને બીજું તેઓની પૂજાદિ પ્રસંગોએ ગૃહસ્થ ભેટ કરેલું હોવાથી શ્રાવકે પાસે એકઠું થયેલું સેનામહેર વગેરે.” (અહીં ભિન્ન માસ, ચતુર્લઘુ-ગુરૂ, છ લઘુ-ગુરૂ” ઈત્યાદિ પ્રાયશ્ચિતના સાંકેતિક-પારિભાષિક શબ્દ છે.) એથી નિશ્ચિત થયું કે એ બંને પ્રકારનું પણ ગુરૂદ્રવ્ય શ્રાવકે વાપરવું નહિ. ]
સાધારણદ્રવ્ય પણ જે શ્રીસંઘે વાપરવા આપેલું હોય તે જ શ્રાવકને પિતાને અર્થે વાપરી શકાય, માટે શ્રાવકે મુખ્યતયા પિતાના ધનને સાધારણ ખાતામાં જ અર્પણ કરવું એ ઉત્તમ છે, કારણ કે- સાધારણ ખાતે અર્પણ કરેલું સર્વ ધર્મકાર્યોમાં ઉપયેગી બને છે.
શ્રાવકે ધર્મમાગે વાપરવા માટે નકકી કરેલું ધન પણ જુદું જ વાપરવું, પિતાને અંગે કરાતા ભજન, દાન વગેરે કાર્યોમાં ભેગું વાપરવું નહિ, તેમ કરવાથી સ્પષ્ટ રીતિએ ધાર્મિક દ્રવ્ય ભગવ્યાને દેષ લાગે જ છે. આથી જેઓ તીર્થયાત્રાદિમાં ભેજન–ગાડાભાડા (રેલ્વખર્ચે ) વગેરેમાં થતા પિતાના અંગેના ખર્ચને ધર્માદામાં વાપરવા માટે નક્કી કરેલા દ્રવ્યમાંથી કાઢે છે (વાપરે છે), તે મૂઢ આત્માઓની ગતિ સમજાતી નથી, અર્થાત્ દુગતિ જ થાય.
ઉદ્યાપન (ઉજમણું) વગેરે પણ જે કઈ પોતાના નામથી મેટા આડંબરથી કરે, તે લોકે તેની પ્રશંસા-અનુમોદના કરે અને તેમાં દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય કે સાધારણુદ્રવ્યની અનેક વસ્તુઓ વપરાતાં તેનું ભાડું (નકરે) વ્યાજબી રીતિએ આપે નહિ અથવા અલ્પ માત્ર આપે, તે તે તે ખાતાની ધાર્મિક વસ્તુઓને ઉપયોગ કરીને પિતાની પ્રશંસા વધારવાથી તેને સ્પષ્ટ દેષ લાગે. ( માટે પૂર્ણ–વ્યાજબી નકરે આપો અને પોતાની પ્રશંસાને ઉદ્દેશ નહિ રાખતાં શ્રીનશાસનની પ્રભાવનાને જ ઉદેશ રાખવો.)
બીજા કેઈએ ધાર્મિક કાર્યોમાં ખર્ચવા માટે સેંપેલું ધન પણ વાપરતી વેળાએ વહિવટકર્તા આદિ કાર્ય કરનારે તેના માલિકના નામની જાહેરાત પૂર્વક વાપરવું જોઈએ અને જે સામુદાયિક (ટીપથી–ખરડાથી) ભેગું થયેલું હોય તે તેને તેમ જાહેર કરીને વાપરવું જોઈએ, નહિ તે વહિવટકર્તાને પુણ્યને બદલે તે ધનની ચેારીને દોષ લાગે છે. એ રીતિએ અંત સમયે પિતા વગેરે સંબંધોઓની પાછળ જે ધર્માદા (ખર્ચવાનું) કહેવાય છે, તેને પણ મરનાર સાવધાન હોય તેવી અવસ્થામાં ગુરૂ આદિ સંઘની સાક્ષીએ એમ જાહેર કરવું કે–તમારે નિમિત્તે આટલા ( અમુક) દિવસે-મહિનાઓમાં આટલું ( અમુક) ધન વગેરે ધર્મમાગે વાપરીશું તેની તમે અનુમોદના કરો, વગેરે બીમારને સંભળાવવું અને તેના અવસાન બાદ કહ્યા પ્રમાણે સર્વ લેકે જાણે તેમ તેને જલદી મરનારના નામથી જ વાપરવું.
અમારિદ્રવ્ય (જીવદયા-ખેડાંઢાર-પક્ષીઓના દાણું વગેરેનું) તે દેવના ઉપગમાં પણ વાપરવું નહિ, (કારણ કે તેમ કરવાથી તે જીવને ચારા-પાણીને અંતરાય થાય અને તેથી અંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org