________________
૪૪૮
[ ધ સં૦ ભા૧-વિ. ર-ગાગ ૧ એટલે ઋતજિન, અવધિજિન વગેરે જિન કરતાં “વર =શ્રેષ્ટ હોવાથી સામાન્ય કેવલીઓ જિન વર કહેવાય, તેઓમાં પણ ભગવાન તે તીર્થકરનામકર્મના ઉદયથી ઉત્તમ છે, માટે “વૃષભ, એમ જિનવરમાં વૃષભસરખા, હવે અષભદેવાદિ સર્વ તીર્થકરો જિનવરોમાં વૃષભ સરખા તો છે માટે અહીં વિશેષનામ જણાવે છે કે વર્તમાના—વર્ધમાન સ્વામિને, અર્થાત્ સામાન્ય કેવલીઓમાં વૃષભ સરખા વદ્ધમાન સ્વામિન, આદર–પ્રયત્નપૂર્વક કરેલ એક પણ નમસ્કાર, એમ વાક્યર્થ સંબંધ જોડ, હવે એ નમસ્કાર શું કરે છે? તે કહે છે કે-“વાલાર્ તાતિ” અહીં તિયચ, મનુષ્ય, નાક અને દેવરૂપે જનું સંસરણ (પરિભ્રમણ) તે “સંસાર', આ સંસાર ભાવસ્થિતિ–કાયસ્થિતિ વડે અનેક અવસ્થાઓવાળ (અનંત) હેવાથી સમુદ્રની પિઠે તેને અંત દુર્લભ છે, માટે આ “સંસાર એ જ સાગર,” એવા સંસારસાગરથી તારે છે–પાર ઉતારે છે, કોને? ન થા ના વા–પુરુષને અથવા સ્ત્રીને, અહીં ધર્મમાં પુરુષની પ્રધાનતા જણાવવા પહેલાં “નર વા કહ્યું અને સ્ત્રીઓને પણ તે જ ભવમાં મોક્ષ થઈ શકે છે એમ જણાવવા પછી રારિ વા' પણ કહ્યું છે. દિગમ્બરમાં યાપનીય તંત્ર નામનો એક પક્ષ, કે જે સ્ત્રીને પણ મોક્ષ વગેરે માને છે તેમાં કહ્યું છે કે-“સ્ત્રી અજીવ નથી, અભવ્ય જ છે એમ પણ નથી, એને સમ્યગ દર્શન ન થાય તેમ પણ નથી, મનુષ્ય નથી એમ પણ નથી, અનાર્યપણે જ ઉત્પન્ન થયેલી છે એમ નથી, અસંખ્યાત વર્ષોના આયુષ્યવાળી ( યુગલીની) જ છે એમ પણ નથી, અતિ દૂર બુદ્ધિવાળી છે એમ પણ નથી, સ્ત્રીને મેહને ઉપશમ થતું નથી એમ પણ નથી, અશુદ્ધ આચારવાળી જ છે એમ પણ નથી. અશુદ્ધ શરીરવાળી છે. (એને વારાષભનારા સંઘયણ નથી હતું એમ પણ નથી, (ધર્મ)વ્યવસાયથી-વ્યાપારથી રહિત નથી, અપૂર્વ કરણ (રૂપ સામર્થ્યગુણસ્થાનક)ની વિધિની (અપૂર્વકરણ ન જ હોય એમ) નથી, સર્વવિરતિરૂપ છઠ્ઠાથી ચૌદમાં સુધીનાં નવ, અથવા નવ એટલે નવાં નવાં ગુણસ્થાનકોથી રહિત જ હોય એમ પણ નથી. જ્ઞાનાદિ લબ્ધિઓ માટે સ્ત્રીઓ અગ્ય જ છે એમે ય નથી, તેમજ અકલ્યાણનું ભાજન અર્થાત મોક્ષને માટે અગ્ય છે એમ પણ નથી; તે સ્ત્રીએ ઉત્તમ ધર્મને-માલને ન જ સાધે એમ કેમ કહી શકાય? (અર્થાત સ્ત્રીઓમાં પણ મોક્ષની સાધનામાં જરૂરી ભાવ-ગુણે પ્રગટી શકે છે અને તેથી તેઓ તે જ ભવમાં મેક્ષે પણ જઈ શકે છે.) તાત્પર્ય એ છે કે-“સમ્યગદર્શનના બળે ઉત્તમ ભાવનાપૂર્વક ભગવંતને કરેલે એક પણ નમસ્કાર જીવમાં તેવા ઉત્તમ અધ્યવસાયને પ્રગટ કરે છે, કે જે અધ્યવસાયથી “ક્ષપકશ્રેણિને પામી જીવ સંસારસમુદ્રને પાર પામે છે.”એમ મોક્ષ પ્રાપ્તિના અધ્યવસાયમાં “નકારી કારણ રૂપ છે, તો પણ ઉપચારથી કારણને કાર્ય રૂપે માનીને નમસ્કારને જ સંસારથી પાર ઉતારનાર કહ્યો છે. અહીં એ પ્રશ્ન થાય કે–અમસ્કારથી જ મોક્ષ થાય માટે ચારિત્રનું કાંઈ ફળ નથી, તે એ પ્રશ્ન વ્યાજબી નથી, કારણ કે-નમસ્કાથી પ્રગટ થતા એક્ષપ્રાપક અધ્ય. વસાયો જ (નિશ્ચય) ચારિત્ર છે, વસ્તુતઃ નમસ્કારથી તેવા વિશિષ્ટ અધ્યવસાયે રૂપ ચારિત્રગુણ પ્રગટે છે અને તેથી સંસારસમુદ્રને નિસ્તાર થાય છે. ગાથાને સળંગ અર્થ એમ થયે કે–“જિનવમાં વૃષભ સરખા શ્રીવર્ધમાન પ્રભુને કરેલો એક નમસ્કાર પણ પુરૂષને અથવા સ્ત્રીને સંસારસમુદ્રથી તારે છે.” એમ ભગવાન શ્રીવર્તમાન સ્વામિની સ્તુતિ તથા તેનું ફળ જણાવનારી આ બીજી ગાથાથી શાસનપતિ ભગવાન શ્રી મહાવીરદેવની વન્દનારૂપ ચૈત્યવન્દનને નવ અધિકાર કહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org