________________
ર
[ ધ૦ સ૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ માને છે તેમ જગકર્તા) બ્રહ્મા )માં મળી જવાથી આત્માની કાર્ય પૂર્ણતા થતી નથી, કારણ કેતેાના મતે બ્રહ્માને પુનઃ જગત રચવાનું હાવાથી તેનું કાર્યં તેા અધુરૂ જ હાય છે; એટલુ જ નહિ પણ જગત્ રચવામાં એકની હીન, ખીજાની ઉત્તમ વગેરે અવસ્થા બનાવવાથી બ્રહ્મામાં રાગ-દ્વેષની પણ સિદ્ધિ થાય છે, કારણ કે-રાગ-દ્વેષ વિના તે જીવાની એવી સુખી-દુઃખી વગેરે અવસ્થાએ કેમ કરી શકે ? વળી કાઈ કોઈનામાં ભળી જાય તે પણુ અસત્ય છે, કારણ કે--તેમ થવામાં બ્રહ્માના કે બ્રહ્મામાં ભળનાર આત્માને, બેમાંથી એકના અભાવ થાય છે, માટે જગત્ કર્તામાં ભળવાનું માનવું તે અજ્ઞાનમૂલક-અસત્ય છે, આત્મા સ્વયં કર્મોથી મુક્ત થાય છે, એથી જ ભગવાન પાતે મુક્ત છે અને ખીજાઓને પણ કખ ધનાથી મુક્ત કરાવે છે એ સિદ્ધ છે. તેને—
એમ ભગવાન જીતેલાજીતાવનારા, તરેલા—તારનારા, બુદ્ધે—મેધ કરાવનારા અને મુક્ત-મુકવનારા હાવાથી પાતાની સમાન ખીજાને પણ સુખ (ફળ) આપનારા છે; એમ જણાવતી ચાર પદ્મની ‘સ્વતુલ્ય પર કુલ કતૃત્વ' નામની આ આઠમી સંપદા કહી.
હવે બુદ્ધિને ચેાગે જ્ઞાન થાય છે—એમ માનનારા કાલા (સાંખ્યદર્શીનવાળા) ભગવંતને સર્વૈજ્ઞ અને સર્વૈદશી માનતા નથી, તે એમ માને છે કે ‘યુદ્ધથસિતમથ પુરુષશ્વેતયો' અર્થાત્–બુદ્ધિથી વિચારેલા અને આત્મા જાણે છે' (સ્વયં આત્મા જ્ઞાન-દર્શન કરી શકતા નથી, પણ બુદ્ધિ દ્વારા થતા અધ્યવસાયાથી કરે છે. )–આ તેમની માન્યતાનું ખંડન કરતાં કહે છે કે-‘સમૂળ સવસી' અર્થાત્-સર્વાંને જાણનાર હાવાથી સર્વજ્ઞને’ અને સર્વને દેખાવાને સ્વભાવ હાવાથી ‘ સ`દશી ને,’ આત્માના સ્વભાવ જાણવા દેખવાના છે જ, પણ કરૂપ આવરણાના પડા આડા આવવાથી તે પેાતાના સ્વભાવના ઉપયાગ કરી શકતા નથી. આવરણેા (કર્માં) ખસી જતાં કાઈની સહાય વિના જ જ્ઞાન-દર્શોનરૂપ સ્વ-સ્વભાવથી જ સર્વ જાણે છે અને દેખેછે. કહ્યુ છે કે “સ્થિતઃ શીતાગ્રુવન્તીય, મસ્ત્યા શુદ્ધ્માવા(માવા) । ચન્દ્રિયાવધ વિજ્ઞાન, તતાવરણમત્રવત્ ॥૨॥ ” (ચોદિ૦ ૨૮૨) ભાવા. જીવ સ્વય' શુદ્ધ પ્રકૃતીથી જ ચંદ્ર સમાન છે, ચદ્રનાં કિરણાની જેમ આત્માને વિજ્ઞાન છે અને ચંદ્રની આડે આવતાં વાદળેાની જેમ તેની આડે કરૂપ વાદળા છે.” વળી એમ પણ એકાન્ત નથી કે બુદ્ધિરૂપી કારણ વિના આત્માને બુદ્ધિના ફળરૂપ વિજ્ઞાન નજ હાય !” કારણ કે– કાર્યની સિદ્ધિ સુધી જ કારણ ઉપયાગી છે, પછી તેની આવશ્યકતા નથી. જીવને પણ ક-આવરા તૂટયાં ન હૈાય ત્યાં સુધી ભલે બુદ્ધિરૂપ કારણની આવશ્યકતા રહે, પણ સંપૂર્ણ આવરણા તૂટવાથી આત્માના જ્ઞાનસ્વભાવ પ્રગટ થતાં બુદ્ધિ ઉપયાગી નથી. તરવાની સહજ શકિત ન હેાય તેને ભલે તુંબડુ-નાડી વગેરે ઉપયેગી હાય, પણ જેઓને તરવાની સહજ શકિત પ્રગટી છે તેવા તારૂ મનુષ્યા, જલચરા (મચ્છ, દેડકાં વગેરે) નાવડી વિના જ તરી શકે છે, તેમ ભગવંતા પણ સહજ જ્ઞાન-દર્શનગુણા પ્રગટયા પછી બુદ્ધિ વિના જ સ જાણી દેખી શકે છે, માટે બુદ્ધિ વિના ચ તે સર્વજ્ઞ અને સદશી છે.
અહી. ખીજાઓ વળી એમ કહે છે કે-“ જ્ઞાનથી સર્વ પદાર્થાંમાં વિશેષ ધર્મો (દ્વારા તારતમ્ય) જણાય છે અને દર્શીનથા સર્વ પદાર્થોના સામાન્ય ધર્મો (દ્વારા સમાનતા ) દેખાય છે, એમ જ્ઞાનમાં દનના કે દનમાં જ્ઞાનના વિષય નહિ આવવાથી ‘સર્વ જાણે છે તથા સવ દેખે છે.’~એમ કહેવુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org