________________
-
-
-
-
[ ધ સં૦ ભા૦૧-વિ. ૨-ગા૦ ૬૧ ભવ્ય પ્રાણીઓરૂપ લોકના નાથ છે. તે “લેકનાથને મારે નમસ્કાર થાઓ.”
“ોહિતેશ્વ:” એટલે “લોકનું હિત કરનારાને,” અહીં લોક શબ્દથી “ચૌદરાજ લોકગત એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના વ્યવહાર રાશીના સર્વ જીવે સમજવા; કારણ કેભગવંત “સમ્યગદર્શન” વગેરે મેક્ષમાગને ઉપદેશ કરીને તે સર્વ જીવેનું “સ્વથી કે પરથી થતા દુખેથી રક્ષણ કરે છે, માટે “વ્યવહાર રાશીના સર્વ જીરૂપ લોકના૩૪ હિતકારક છે, તેઓને
“રોકીઃ ” એટલે “લોકને પ્રદીપની જેમ પ્રકાશ આપનારાને” અહીં લોક શબ્દથી ‘વિશિષ્ટ સંજ્ઞી પંચેન્દ્રિય જીરૂપ લક” સમજ, કારણ કે-ભગવંત તેવા વિશિષ્ટ સંજ્ઞી જીવે માં તે તે પ્રકારની દેશનારૂપી જ્ઞાનનાં કિરણો વડે મિથ્યાત્વરૂપ અંધકારને નાશ કરને યથાયોગ્ય યભાવેને પ્રકાશ કરે છે, (સમવસરણમાં સર્વને પ્રતિબધ થતું નથી, તેથી તેવા વિશિષ્ટ સંજ્ઞા જીવોને અંગે જ ભગવંતનું પ્રદીપપણું (પ્રકાશકપણું) ઘટે છે. દીપક અંધને પ્રકાશ કરી શકતું નથી તેમાં તેનું અંધત્વ કારણ છે, તેમ ભગવંત પણ અન્ય (સામાન્ય) જીવોને પ્રકાશ કરી શકે નહિ તેમાં તેઓનું ઘનમિથ્યાત્વરૂપ અંધત્વ કારણભૂત છે, માટે જ વિશિષ્ટ સંજ્ઞી પ્રાણીઓરૂપ લોકમાં પ્રદીપ સમા લોકપ્રદીપ ભગવંતને મારો નમસ્કાર હો !
તથા “સોરાઝઘોષ્યિ ” એટલે “લેકને સૂર્યવત્ પ્રદ્યોત કરનારાને ” અહીં લેક શબ્દથી વિશિષ્ટ ચૌદ પૂર્વના જ્ઞાનવાળા ગણધરો સમજવા, કારણ કે–તેઓમાં જ નિશ્ચયથી સમકિત હોવાથી સૂર્યની જેમ ભગવંત તેઓને તને પ્રકાશ કરે છે. અહીં પ્રકાશ કરવા યેાગ્ય જીવારિ સાત (નવ) તત્ત્વ સમજવાં. એ તને યથાર્થ રીતિએ તેઓ જ જાણી શકે કે જેમાં વિશિષ્ટ યોગ્યતા હોય! આ તો પ્રકાશ પણ સર્વ ચૌદ પૂર્વધરોમાં સરખે સંભવી શકતે નથી, કારણ કે-વૃદ્ધપરંપરાથી સંભળાય છે કે–ચૌદપૂર્વધરે પણ માંહમાંહે છ સ્થાન૫ વૃદ્ધિહાનિ (તારતમ્ય)વાળા હોય છે. જેથી તે સર્વને જીવાદિ તને પ્રદ્યોત સમાન થઈ શક્ત નથી. અહીં “પ્રોત” એટલે “વિશિષ્ટ પ્રકારના નય-નિક્ષેપાદિથી સંપૂર્ણ તત્વજ્ઞાનના અનુભભવની યોગ્યતા.” એ ગ્યતા વિશિષ્ટ ચૌદ પૂર્વધરમાં જ હોય છે, માટે અહીં “વિશિષ્ટ ચૌદ પૂર્વધરે (ગણધર)રૂપ લેકમાં સૂર્યની જેમ જીવાજીવાદિ તત્તવને પ્રત કરનારા “લેકપ્રદ્યત કરનારા સમજવા તે ભગવંતને નમસ્કાર થાઓ.
એમ લકત્તમ વગેરે પાંચ પ્રકારે પરોપકારક હોવાથી સ્વૈતવ્ય સંપદાની “સામાન્ય ઉપગ” નામની પાંચ પદની આ ચોથી સંપદા કહી.
હવે આ સંપદાના હેતુઓ જણાવનારી “ઉપયોગહેતુ સંપદા” નામની પાંચમી સંપદા કહે છે. “અમારાળ, રાજપુત્રાળ, જાવા, વરાળ, વરિયાળ” તેમાં સમસ્યા એટલે “અભયદાતાને જ્ઞાનીઓએ-આલોકને, પલકને આદાનને, અકસ્માતને, આજીવિ
૩૪. ચિત્યવંદન-મહાભાષ્ય વગેરેમાં ધર્માસ્તિકાય વગેરે પાંચ અસ્તિકાયના સમહરૂપ ચૌદરાજ લેકના સ્વરૂપનો ઉપદેશ કરનાર હોવાથી, તેઓ લેકહિત કરનારા છે. એમ અર્થ પણ કહ્યો છે.
૩૫-૧. અનંત ભાગવૃદ્ધિ, ૨. અસંખ્યાત ભાગવૃદ્ધિ, ૩. સંખ્યાત ભાગવૃદ્ધિ, ૪, સંખ્યાત ગુણદ્ધિ, ૫. અસંખ્યાત ગુણવૃદ્ધિ અને ૬. અનંત ગુણવૃદ્ધિએ છ વૃદ્ધિ સ્થાને કહેવાય છે અને અનંત ભાગ હાનિ વગેરે ક્રમથી એ છ હાનિ સ્થાને કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org