________________
ધ૦ સં૦ ભા૦ ૧-વિ૦ –ગા૦ ૬૧ સ્નાત્રકારે કુસુમાંજલિ ચઢાવવી અને દરેક વખતે તિલક કરવું, સાથે પુ-પત્રો ચઢાવવાં, ધૂપ ઉખેવ, વગેરે પણ સમજી લેવું. એ રીતિએ કુસુમાંજલિ કરીને જે પ્રતિમાજીનું સ્નાત્ર કરાતું હોય તે પ્રીજિનેશ્વરના જન્માભિષેકના કળશને પાઠ મધુર મીઠા સ્વરથી બેલ; પછી ઘી, શેરડીને રસ, દૂધ, દહીં અને સુગંધી જળ-એ પાંચ પંચામૃતથી સર્વ સ્નાત્રકારેએ સ્નાત્ર (અભિષેક) કરવું. વચ્ચે વચ્ચે ધૂપ દે, સ્નાત્ર કરતી વેળાએ પણ ભગવાનના મસ્તકેથી પુ ઉતારવાં નહિ. વાદિવેતાલ પૂ૦ શ્રીવિજયશાન્તિસૂરીશ્વરજી મહારાજા કહે છે કે –
" आस्नात्रपरिसमाप्तेरशून्यमुष्णीषदेशमीशस्य ।।
સાન્તનાધારા-પાતં પુષ્પોત્તમૈઃ કુર્યાત III ભાવાર્થ–“સ્નાત્ર પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિમાના મસ્તકે પુછે રાખવાં અને મસ્તકે જળને અભિષેક તે ઉત્તમ પુપિની ઉપર ( આંતરે) કરે.
અભિષેક કરતી વખતે સતત ચામર વીંજવાં, સંગીત કરવું, વાજી વગાડવાં, વગેરે યથાશક્તિ સુંદર આડંબર કર. એમ પંચામૃતથી સહુએ સ્નાત્ર કર્યો પછી છેલ્લે નીચેનું કાવ્ય બેલી (પંચામૃતની શુદ્ધિ માટે) શુદ્ધ જળની ધારા કરવી.
મિજતોયધારા, ધાવ ધ્યાનમહાપ્રય છે.
भवभवनभित्तिभागान् , भूयोऽपि भिनत्तु भागवती ॥१॥" ભાવાર્થ-“આ અભિષેકના પાણીની ધારા ધ્યાનરૂપી મહાન્ન ખડગધારાની જેમ સંસારરૂપી મહેલની ભી તેના ભાગને વારંવાર (મૂળમાંથી) તેડી નાખે. ( અર્થાત્ ધ્યાનથી જેમ સંસાર નાશ થાય છે, તેમ આ અભિષેકથી પણ સંસારને નાશ થાઓ.)”
પછી અંગલુંછણું કરી વિલેપન વગેરેથી સુંદર પૂજા કરવી, કે જે પહેલાં ઉતારેલી પૂજાથી વધુ સુશોભિત બને. પછી જ્ઞાનાદિ ત્રણ રત્નવાળા ત્રણ લોકના નાથ શ્રીજિનેશ્વરદેવને, સર્વ પ્રકા
નાં ધાન્ય, પકવાન્ન, શાક, વિગઈ, ફળ વગેરે ઉત્તમ ચીજોથી તેઓશ્રીની સન્મુખ ત્રણે ઢગલા કરવારૂપ બલિનું દાન કરવું. શ્રીજિનેશ્વરદેવના જન્મ-મહોત્સવ પ્રસંગે સ્નાત્ર વગેરે, પરિવારના દે સાથે પહેલાં સર્વમાં મ્હોટા અય્યત ઈન્દ્ર અને પછી અનુક્રમે સ્વ સ્વ પરિવારના દે સાથે બીજા ઈન્દ્રો કરે છે, માટે અહીં પણ સ્નાત્રકારેએ સ્નાત્ર પૂજા વગેરે સર્વ કાર્યો મેટા-ન્હાનાના વિવેકથી કરવાં, શ્રાવિકાઓએ પણ તે પ્રમાણે કરવું.
શેષાની જેમ આ સ્નાત્રજળ પણ મસ્તક વગેરેમાં લગાડવામાં દોષ નથી. પૂ. કલિકાલસર્વસ શ્રીમદ્દ હેમચન્દ્રસૂરિશ્વરજીએ ત્રિષષ્ઠી પર્વ ૧૦ માં કહ્યું છે કે
“ નિરું તજી, સુરાસુરનો
વનિતે સુતુ સર્વા િર પરિવિnિg: Ila' (સં. ૨-૧૮) ભાવાર્થ“તે રાત્રજળને દેવ, દાનવ, મનુષ્ય અને વ્યંતરેએ વારંવાર વંદન કર્યું અને પિતાના સર્વ અંગેમાં સ્પેશિત કર્યું.”
શ્રીપદ્મચરિત્રમાં પણ ઓગણત્રીસમાં ઉદ્દેશામાં અષાડ સુદિ અષ્ટમીથી આરંભીને દશરથ રાજાએ કરાવેલા અષ્ટાનિકા મહોત્સવના સ્નાત્રાધિકારમાં કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org