________________
પ્ર૯ ૩-દિનચર્યા-સ્નાત્રપૂજા વિધિ]
૩૮૯ કુસુમાંજલિ અર્પણ કરવી. સ્નાત્રને વિધિ શ્રીગશાસ્ત્રની તથા શ્રીશ્રાદ્ધવિધિની ટીકામાં જણાવ્યું છે કે-“સવારે પહેલું નિર્માલ્ય ઉતારી, પ્રક્ષાલ કરી સંક્ષેપથી પૂજા કરે અને આરતી મંગળદી ઉતારે, પછી પુનઃ સ્નાત્રપૂર્વક વિસ્તારથી (મોટી) પૂજાને આરંભ કરે, ત્યારે શ્રીજિનપ્રતિમાની સન્મુખ કંકુમ સહિતરર કેસર મિશ્રિત જળને કળશ સ્થાપન કરે. પછી
"मुक्तालङ्कारविकार-सारसौम्यत्वकान्तिकमनीयम् ।
सहजनिजरूपनिर्जित-जगत्रयं पातु जिनबिम्बम् ॥१॥" ભાવાર્થ-“અલંકારરૂપી વિકારથી મુક્ત, ઉત્તમ સૌમ્યતા અને કાતિથી સુશોભિત તથા જેણે પિતાના સ્વાભાવિકરૂપથી ત્રણેય જગતને જીત્યાં છે તે શ્રીજિનબિમ્બ (સર્વનું) રક્ષણ કરે!” એ પ્રમાણે કહીને પ્રતિમાજી ઉપરથી અલંકાર-આમરણ ઉતારવાં. પછી __“ अवणिअकुसुमाहरणं, पयइपइडिअमणोहरच्छायं ।।
जिणरूवं मजणपीढ-संठिअं वो सिवं दिसउ ॥२॥" ભાવાર્થ_“જેનાં પુષ્પ-આભરણે ઉતાર્યા છે અને જેની કાન્તિ સ્વાભાવિક જ મનહર છે, એવું સ્નાત્ર પીઠ ઉપર બીરાજમાન શ્રીજિનબિમ્બ તમારું કલ્યાણ કરે !૨૭ ”
એમ બોલીને નિર્માલ્ય ઉતારવું. પછી પ્રથમ સ્થાપન કરેલા કળશથી ભગવાનને અભિષેક કરી પૂજા કરવી. બાદ પ્રભુજીને સ્નાત્ર પીઠ ઉપર પધરાવવા.
તે પછી પેલા કળશમાં સનાત્રને ચગ્ય સુગંધીમાન પાણી ભરવું અને તેને શ્રેણીબદ્ધ સ્થાપન કરી ઉપર સુંદર વસ્ત્ર ઢાંકવું. પછી સ્નાત્રકારે પોતાના ચંદન, ધૂપ વિગેરેથી ઉભા રહી કુસુમાંજલિને પાઠ બોલે. તેમાં પહેલાં–
સાવરકુંડમાત્ર-વિહુનારં વંચવણારું .
जिणनाहण्वणहकाले, दिति सुरा कुसुमंजलिं हिट्ठा ॥३॥" ભાવાર્થ-“(મેરુપર્વત ઉપર) શ્રીજિનેશ્વરના સ્નાત્ર-અભિષેક સમયે હર્ષિત થયેલા રે શતપત્રકમળ, મગ, માલતી વગેરે અનેક જાતિનાં પંચવર્ણનાં પુ વડે પ્રભુને કરુ માંજલિ ચઢાવે છે.” ( આ કુસુમાંજલિની ગાથાઓ દેવપાલ કવિકૃત સ્નાત્રમાં છે.) એ કાવ્ય કહીને પ્રતિમાજીના મસ્તકે મુખ્ય આરોપણ કરે.
" गंधायड्डिअमहुयर-मणहरझंकारसद्दसंगीआ।
जिणचलणोवरि मुक्का, हरउ तुम्ह कुसुमंजली दुरियं ॥४॥" ભાવાથ–“સુગંધથી ખેંચાઈને આવેલા ભમરાઓના ગુંજારવને મનહર શબ્દ જેમાં ગાજી રહ્યો છે, એવી શ્રીજિનેશ્વરના ચરણકમળ ઉપર ચઢાવેલી પુષ્પોની અંજલિ તમારાં પાપને નાશ કરો.” ( કવિ શ્રીદેવપાલકૃત સ્નાત્રની કુસુમાંજલિ ત્રીજી.)
વગેરે કુસમાંજલિની ગાથાઓમાંથી એકેક ગાથા બેલીને, શ્રીજિનેશ્વરના ચરણે એક ૨૨. કંકુમને સ્વસ્તિક કરી ઉપર કેસયુકત જળ કળશ સ્થાપ, હાલમાં તે મુજબ જોવાય છે.
૨૩. આ કાવ્યને ભાવ પં. શ્રી વીરવિજયજીકૃત સ્નાત્રની “કુસુમાભરણ ઉતારીને એ ઢાળને મળતે છે, કવિ દેવપાલકૃત સ્નાત્રમાં આ ગાથા બીજા નંબરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org