________________
સૂરીશ્વરજી મ નું જીવન ચરિત્ર], તલસ્પર્શી બેધસ્વરૂપ હતું. સૂક્રમમાં સૂક્ષમ વાતને પણ તેમાં અંતિમ ઊકેલ હતો, દ્રવ્યાનુગ અને ચરણ-કરણાનુગમાં તેઓને ખૂબ રસ હતો, ગણિતાનુયોગ પણ એટલો સુંદર હતું કે જે વિષયનાં ગણિત સ્લેટ પેનના આધારથી પણ બીજાઓને કષ્ટ સાધ્ય થતાં તે ગણિતને તેઓ આંગળીના ટેરવે ગણાવી શકતા. કર્મ સાહિત્યમાં તેઓ સારો રસ ધરાવતા હતા અને ધર્મકથાનુગ તે એટલે સુંદર હતું કે એક વાર પણ તેઓના વ્યાખ્યાનને જેણે સાંભળ્યું હશે તે જીવનભર અનુમોદના કર્યા વિના રહી શક્યો નહિ હોય. વૈરાગ્ય વાહિની દેશના–સદાચાર પ્રધાન દષ્ટાન્તથી રસભરપુર અને સંકલના બદ્ધ વિષયેનું નિરૂપણ–બાળક પણ સમજી શકે તેવી સરળ વાક્ય રચના-પરોપકાર પૂર્ણ મધુર-મીઠા ઉદ્દગાર, ઈત્યાદિ તેઓની દેશનામાં વિશેષતા હતી. યંગ્ય સાધુઓને જાતે ભણાવવાની તેઓશ્રીની સતત કાળજી સ્કૂલબુદ્ધિ ને પણ અભ્યાસમાં ઉત્સાહિત કરી દેતી, શરીર સ્વાચ્ય ટક્યું ત્યાં સુધી ભણાવવાને ઉદ્યમ ચાલુ જ રાખ્યું હતું. ભણવાને આદર પણ એટલો જ હતે. છેલ્લાં વર્ષોમાં નેત્રનું તેજ ઘટી જવા છતાં પૂર્વે કંઠાગ્ર કરેલું પુનઃ પુનઃ ગોખીને તૈયાર કરતા, રાત્રીએ પણ સ્વાધ્યાય કરતા, પન્નવણુ અને ભગવતી જેવાં આગમશાને પણ સરળ રીતે સમજાવી શકતા. ન્યાય દર્શનને પણ અભ્યાસ તેઓએ કર્યો હતો, સિદ્ધહેમ જેવા વ્યાકરણ ગ્રંથે પણ સ્વયં ભણાવતા હતા. એમાં “સાધુએ વિનયપૂર્વક એગ્ય ગુરૂની પાસે ભણવું જોઈએ” એ તેઓનું ધ્યેય હતું, “વિનય વિના મેળવેલી વિદ્યા આત્મપકારક બનતી નથી ? એ તેઓશ્રીની દઢ શ્રદ્ધા હતી, તેથી યેગ્ય આત્માઓને ભણાવવા માટે હંમેશાં તેઓ તૈયાર રહેતા.
અપ્રમાદ:-- તેઓશ્રી જ્ઞાન-ક્રિયામાં સતત ઉદ્યમી હતા, નિયમિત સ્વાધ્યાય-જાપ વિગેરે ચાલુ હતું, માંદગીમાં શરીર તદ્દન અશક્ત બન્યું હતું ત્યારે પણ બધા સાધુઓએ શયન કર્યા પછી પોતે જાગતા અને કલાકો સુધી નવકારવાળી ગણતા, સ્વાધ્યાયાદિ કરતા, દિવસે પણ પઠન-પાઠન ન થઈ શકતું ત્યારે ઘણું ખરું નવકારવાળી ગણવામાં સમયને સફળ કરતા. નિદ્રા અલ્પ હતી, વિકથા તે તેના મુખે કદી સાંભળી નથી. રાજખટપટના, આહારદિકના કે ગારિક વાર્તાલાપને પતનનું કારણ જણાવી નિષેધ કરતા. અલ્પ કષાયી હોઈ તેઓને કોઈની સાથે અણબનાવ કે અબેલા રહેવાને પ્રસંગ કદી ન આવતે, સામાન્ય વાર્તાલાપમાં પણ આત્મજાગ્રતિની પ્રેરણા જ દેખાતી, ક્રિયાને આદર ઘણું સારું હતું, પ્રતિકમણુદિ અનુષ્ઠાનમાં ઉપયોગ વિના તેઓને શુષ્કતા લાગતી, વિધિને આદર તે એટલે સુંદર હતો કે ન્હાના મેટા કેઈ અનુષ્ઠાનમાં પણ તેઓ અવિધિને નિભાવી લેતા નહિ, ગુરૂવંદન કે પચ્ચકખાણ કરવા તેમની પાસે જતા સાધુ-સાધ્વી કે ગૃહસ્થ રખે કંઈ અવિધિ ન થઈ જાય તેને પૂર્ણ ઉપગ રાખતાં એ તેઓની વિધિના આદરની નિશાની હતી, મોટા પદવીધર જેવાની પણ ક્ષતિ સુધારવામાં તે નિડર રહેતા અને તેથી તેમની પાસે જનાર રાજદરબારમાં જવા જેટલો સાવધ બનીને જતો. અશક્ત છતાં જિનમંદિરમાં પણ પ્રત્યેક ખમાસમણ પૂરું પંચાંગ ભેગાં કરીને જ દેતા. તેઓની પ્રત્યેક ક્રિયામાં સ્થિરતા અને આદર પ્રગટ દેખાતાં, દેવવન્દન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org