________________
[સ્વ. પૂ. આ. શ્રીવિજયમેવસંયમની આ દષ્ટિ પિતાના જીવન પુરતી જ મર્યાદિત ન હતી, પિતાના શિષ્ય-પ્રશિષ્યાદિ, સાધુ-સાધ્વી વર્ગ કે અન્ય સમુદાયના પણ સાધુ સાધ્વી વર્ગ માટે તેઓની આ દષ્ટિ હતી, અને તે તેઓના હદયની વિશાળતાની પ્રતીતિ કરાવતી હતી. આજે પણ સાધુ સાધ્વી સમાજમાં એવા કેટલાય આત્માઓ છે કે જેઓ પોતાના સંયમની શુદ્ધિ માટે વાર વાર હિતશિક્ષા અને પ્રેરણા આપનાર તેઓશ્રીના ઋણી છે. કેટલાય સાધુ-સાધ્વીઓ તેઓની સંયમ પ્રેરણા પામીને આજે પોતાની જીવન સાધનાને વિકાસ કરી રહ્યાં છે. અન્ય સમુદાયના પણ ચગ્ય સાધુને જાણીને પોતાનું સર્વ બળ ખર્ચીને પણ તેને આગળ વધારવા તેઓ પ્રયત્ન કરતા, કેઈ સાધુની વિશિષ્ટ ગ્યતા જાણીને રોમાંચિત થઈ જતા, શાસન રક્ષાનાં કાર્યો કરવાનું શુદ્ધ સામર્થ્ય જ્યાં જ્યાં દેખતા ત્યાં તેને સર્વ રીતે સહાય કરીને સફળ કરાવવા ઘટતું કરી છૂટતા-એમ સંયમ અને શાસનને રાગ તેમના એક એક વ્યવહારમાં પ્રગટ દેખા દેતે.
ભીમ-કાન્ત પ્રકૃતિ –તેઓનું સંયમી જીવન એવું પ્રભાવશાળી હતું કે તેઓની નિશ્રામાં રહેનાર સાધુ વર્ગ શિથિલ્યનો આશ્રય કરી શકતે નહિ, વિના પ્રેરણાએ પણ તેમની ભીમપ્રકૃતિથી સાધુઓનું જીવન સહજતયા સુગ્ય રહેતું. એમ કહેવું ખોટું નહિ ગણાય કે આજે પણ એમના સમુદાયના સાધુ વર્ગમાં જે કંઈ શિસ્ત પાલન જણાય છે તે તેઓશ્રીની ભીમ પ્રકૃતિને પ્રભાવ છે. એમ છતાં કાન્ત ગુણને લીધે હદય વાત્સલ્ય અને હિતબુદ્ધિથી એટલું ભરેલું રહેતું કે ન્હાનામાં ન્હાના સાધુ પ્રત્યે પણ ખૂબ લાગણું ધરાવતા, ત્યાં કેઈને તેઓશ્રીથી નારાજ તો હોય જ શાની? સહુને પ્રસન્ન રાખી શકતા, સહુની નાની મોટી જરૂરીયાતેનું પૂર્ણ લક્ષ્ય રાખતા અને યથાશક્ય પુરી પાડવા સદેવ જાગ્રત રહેતા. ભાવદયાથી ભરપુર હદયમાં સર્વના આત્મકલ્યાણ માટેની સતત ચિંતા રહેતી અને જે જેટલા પ્રમાણમાં રેગ્યતા ધરાવતે તેને તેની ચગ્યતા પ્રમાણે હંમેશાં સંયમ સાધનામાં સહાય કરતા.
અનુકંપા ––ભાવદયાની ભૂમિકારૂપ અનુકંપા ભાવ પણ તેઓના હદયને એક શાણગાર હતો. જ્યારે જ્યારે જગતને આકસ્મિક આપત્તિઓથી પીડાતું સાંભળતા, ત્યારે તે તે દેશની પીડિત પ્રજાના દુઃખથી તેઓશ્રીનું હૃદય દ્રવી જતું, કેઈ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા પ્રસંગે, ભૂમીકંપ કે રેલ સંકટ જેવા પ્રસંગે, પ્રજાકીયબળવા કે હીજરત જેવા પ્રસંગે તે તે માનવે કે પશુઓ વિગેરેનાં દુઃખનું વર્ણન સાંભળીને ગંભીર થઈ જતા, ઠંડીના પ્રસંગે થરથરતાં કે ભુખ તરસથી ટળવળતાં ભીખારીઓ વિગેરેના અવાજને સાંભળતાં તે ઘણી વખત સાધુઓની સમક્ષ બેસી જતા કે સંયમની વિરાધનાનાં ફળો ભેગવતા દીન દુઃખીઆઓને જોઈ જાગ્રત થાઓ, ઘેર ઘેર ભીખ માગવા છતાં પેટ ભરી શકતા નથી એ ભીખારીઓ આજે પગલે પગલે પૂજાતા સાધુજીવનને ખૂબ સંયમી બનાવવાની પ્રેરણા આપી રહ્યા છે, ઈત્યાદિ –
સમ્યગૂ જ્ઞાનનો આદર ––વીતરાગનાં શાનું તેઓના હૃદયમાં ઊંડું માન હતું, ત્યાં સુધી કે માત્ર ભણી ભણાવીને સંતોષ નહિ માનતાં જીવનમાં ઉતરે તેટલું શાસ્ત્ર વચન જીવનમાં ઉતારવા પ્રયત્ન કરતા-કરાવતા. તેઓનું જ્ઞાન માત્ર ઉપલકીયું વાંચન જ ન હતું પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org