________________
© દિનચર્યાશ્રીજિનપૂજદિને વિધિ ]. ન થાય અને મૈત્રાયણ સંમુખ રહી શ્રીજિનપૂજા કરવાથી કુલ ક્ષય થાય (૬) ઈશાન કોણ સંમુખ રહી શ્રીજિનપૂજા કરવાથી સ્થાન સ્થિર થતું નથી (સંઘનાં કે શાશ્વત ચૌમુખજી વગેરે ચિત્ય ચારેય દિશામાં હોય છે માટે ત્યાં બાધ જણાતું નથી.), ક્રમશઃ શ્રી જિનપ્રતિમાના બે ચરણે, ઢીંચણે, હાથે, ખભાએ અને મસ્તકે પૂજન કરવું (૭); ચંદન વિના (એકલા કેસસ્થી) કહી શ્રીજિનપૂજા ન કરવી, તેમજ પ્રતિમાના લલાટે-કઠે-હૃદયકમળે અને પેટે (નાભિ ઉપર) તિલક કરવાં (૮), નિરંતર નવ તિલકેથી પૂજા કરવી, તેમજ બુદ્ધિમાનેએ પ્રભાતે પહેલાં વાસપૂજા કરવી (૯); મધ્યાહુને પુપથી અને સંધ્યાકાળે ધૂપ-દીપથી પૂજા કરવી, ધૂપદાહ ડાબી બાજુએ ક અને નૈવેદ્ય(જંત્ર)પૂજા પ્રતિમાની સંમુખ રહીને કરવી (૧૦); દી પ્રતિમાની જમણી બાજુએ સ્થાપન કરે તથા ધ્યાન અને ચિત્યવન્દન જમણી બાજુએ કરવું (૧૧); જે પુષ્પો, નાગરવેલનાં પાન, ફળો વગેરે હાથમાંથી પડી ગયાં હોય, અથવા જે વય જમીન ઉપર પડેલાં હોય, કોઈ સ્થળે પગને લાગ્યાં હોય, માથા ઉપર ઉપાડ્યાં હોય, ખરાબ અપવિત્ર મેલાં વસ્ત્રોથી (બાંધ્યાં) લાવ્યા હોય અને જેને લાવતાં નાભિથી નીચેના ભાગે રાખ્યાં હોય (બે હાથે બતી સંમુખ રાખી લાવવાં જોઈએ), વળી જે દુષ્ટ (મેલા મનુષ્યોથી સ્પર્શ કરાયેલાં હોય, વરસાદ વધુ પડવાથી સડી ગયાં હોય, કીડા વગેરે જેવાથી ખવાઈ ગયાં હોય તેવાં પુષ્પ વગેરે શ્રીજિનેશ્વરદેવ પ્રત્યે પ્રીતિને ઈચ્છતા ભક્ત આત્માએ પ્રભુને ચઢાવવાં નહિ (અર્થાત શ્રીજિનેશ્વરને તેનાં પુષ્પો આદિ ચઢાવવાથી તેમના પ્રત્યે પૂજકને પ્રીતિ થતી નથી.) (૧૨); એક પુષ્પના બે ભાગ કરવા નહિ, નીચેની કલિકા પણ તેડવી નહિ, ચંપાના પુપ કે (શતપત્ર વગેરે) કમળને તેડવાથી વિશેષ દેષ લાગે છે (૧૩); સુગંધ (ચૂર્ણ, વાસ વગેરે)-ધૂપ-અક્ષતપુપમાળા–પ્રદીપ–વેદ્યજળ અને શ્રેષ્ઠ ફળોથી શ્રીજિનેશ્વરદેવની પૂજા કરવી (૧૪); શાન્તિને માટે શ્વેત, લાભને માટે પીળાં, બીજાને પરાભવ કરવા માટે કાળાં, મંગલ માટે રાતાં અને મોક્ષને માટે પાંચેય વર્ણનાં પુષ્પાદિ કહેલાં છે (૧૫); પંચામૃત (થી સ્નાત્ર) શાન્તિકારક થાય છે અને ઘી તથા ગોળને દીપક પણ શક્તિને કરે છે અને અગ્નિમાં લવણ ( લૂણ ઉતારવું તે) વિદ્ધશાન્તિ અને ચિત્તની પ્રસન્નતા કરનાર છે (૧૬); ટુકડા થયેલું, સાંધેલું, ફાટેલું, ખરાબ રંગેલું (કાળા વગેરે રૌદ્ર રંગવાળું) વસ પહેરીને દાન, પૂજા, જપ, હોમ કે સંધ્યાકર્મ કરવાથી નિષ્ફળ થાય છે (૧૮); પદ્માસન કરીને, નાસિકાના અગ્રભાગે કાષ્ટ રાખીને, (આજુબાજુ દષ્ટિ ફેરવ્યા વિના) મૌનપણે, વરસથી મુખ (કેશ) બાંધીને, શ્રીજિનેશ્વરદેવની પૂજા કરવી. (૧૮); પૂજાના એકવીસ પ્રકારે આ પ્રમાણે છે-સ્નાત્ર, ૨-વિલેપન, ૩-વિભૂષણ (આંગી, આભરણુ વગેરે), ૪-૫, ૫-માળા, ૬-ધૂપ, ૭-૫, ૮-ફળ, અક્ષત (ચોખા), ૧૦-પત્ર (નાગરવેલનાં), ૧૧-સોપારી (હથેળીમાં મૂકવારૂપ ફળ), ૧૨-નૈવેવ, ૧૩-જળ (ભરેલા ઘડા વગેરેનું સ્થાન,) ૧૪-વસ્ત્રો (ચંદુઆ, પુઠીઆ તરણુ બાંધવાં) ૧૫-ચામર, ૧૬-છત્ર, ૧૭–વાજીંત્ર, (વગાડવાં) ૧૮-ગીત, ૧૯-નાટય (નાચ કરે) ૨૦-સ્તુતિ (સ્તવન-છંદ-સ્તોત્ર બોલવા) અને ૨૧–ભંડાર ભરે (ભંડારમાં યથાશકય ઝવેરાત, રેકડ વગેરે. ધન નાખવું) (૧૯); એ એકવીસ પ્રકારે શ્રીજિનરાજની પૂજા –દાન (મનુષ્ય વગેરે) ના સમૂહે હમેશાં કરી છે (કરવી જોઈએ), કલિકાલના બળે મૂર્તિપૂજાનું ખંડન કરે તે દુદ્ધિવાળા છે (ઉત્સવ પ્રરૂપક છે, માટે ભાવપૂર્વક જે જે વસ્તુ ઉત્તમ (પ્રિયહેય તેનાથી શ્રીજિનેશ્વરદેવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org