________________
3.04
પ્ર૦ ૩-દિનચર્યા–શ્રી જિનપૂજાનું સ્વરૂપ ]
ગીત, નાચ વગેરે અપૂજામાં (દ્રવ્યપૂજામાં) ગણાય છે-એમ પૂર્વે જણાવ્યું છે તે પણ તે ભાવપૂજામાં પણ ગણાય છે. દેવની સામે કરાએલાં ગીત, નૃત્ય વગેરે મહાફલદાયી હોવાથી, મુખ્યવૃત્યા જેમ ઉદયન રાજાની પટ્ટરાણી પ્રભાવતીએ સ્વયં કર્યું, તેમ શ્રાવક-શ્રાવિકાઓએ પણ સ્વયં કરવું જોઈએ. નિશીથચૂર્ણિમાં કહ્યું છે કે “પ્રભાવતી રાણી અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વદિવસોએ બલિકર્મ કરીને, કૌતુક મંગલરૂપ (પ્રાયશ્ચિત) કરાને અને શ્વેત વસ્ત્રો પહેરીને ભક્તિરાગથી સ્વયમેવ ગુણગાન સાથે નાટકથી શ્રીજિનેશ્વરદેવની સેવા કરતાં હતાં અને રાજા પણ તેની ઈચ્છાને અનુસરીને મુરજ (મૃદંગ નામના વાજીંત્ર)ને વગાડતા હતા.” (અર્થાત ગીત, નાચ વગેરે સ્વયં કરવું, તે ભાવપૂજામાં પણ ગણાય છે.) - પૂજા કરતી વખતે તે તે પ્રસંગે શ્રીઅરિહંત પરમાત્માની છવસ્થ-અવસ્થા, કેવય-અવસ્થા અને સિદ્ધસ્થ અવસ્થાની ભાવના ભાવવી. કહ્યું છે કે
"हवणच्चगेहि छउमत्थ-वत्थ पडिहारगेहिं केवलि ।
पलियंकुस्सग्गेहि अ, जिणस्स भाविज्ज सिद्धत्तं ॥१॥" (चैत्य० मूल भा० गा०१२) ભાવાથ–“શ્રીજિનેશ્વરને છદ્મસ્થપણામાં ૧. જન્માવસ્થા, ૨. રાજ્યવસ્થા અને ૩. શ્રમણ (સાધુ) અવસ્થા, એમ ત્રણ અવસ્થાઓ હોય છે. તેમાં મૂર્તિની આજુ બાજુ ઘડાવેલા પરિકર (પરિવાર)માં ઉપર બે હાથમાં કળશ લઈને હાથી ઉપર બેઠેલા દેવ કોતરેલા હોય છે, તે જોઈને ભગવાનને મેરુપર્વત ઉપર દેએ જન્માભિષેક કર્યો તે સમયની જમાવસ્થાનું ધ્યાન ધરવું. હાથમાં પુષ્પોની માળાવાળા જે માલધારક દેવે પરિકરમાં કોતરેલાં હોય છે, તે જોઈને ભગવંતની રાજ્યવસ્થાનું ધ્યાન કરવું અને પરિકરમાં શ્રીજિનમૂર્તિનું મુખ–મસ્તક વગેરે કેશ વિનાનું (મુંડ) હોય છે, તે જોઈને તેઓની શ્રમણુવસ્થાનું ધ્યાન કરવું. એમ ત્રણ પ્રકારે છદ્મસ્થ (કેવલજ્ઞાન પહેલાંની) અવસ્થાનું ધ્યાન કરવું. તદુપરાંત પરિકરના ઉપરના ભાગમાં કળશની બન્ને બાજુએ કોતરેલી (અશોક વૃક્ષનાં) પત્રોની હાર હોય છે. તેનાથી ૧-અશોક વૃક્ષ, માલધારી દેના હાથમાં રહેલાં પુષ્પોથી ૨-પુષ્પવૃષ્ટિ, બે બાજુએ હાથમાં વીણા તથા વાંસળી આપેલા દે કતરેલા હોય છે, તેને જોઈને ૩-દીવ્ય ધ્વનિ અને બાકીના પણ પાંચ પ્રાતિહાર્યો સ્પષ્ટ સમજાય તેવા કેરેલા છે, તે જોઈને આઠ પ્રાતિહાર્યો સહિત ભગવાનની કેવલજ્ઞાન–અવસ્થાનું ધ્યાન કરવું. તેમજ મૂર્તિનું પદ્માસન કે બે બાજુમાં ઉભેલાં પ્રતિમાની કાઉસગમુદ્રાને જોઈ તેઓની સિદ્ધાવસ્થાનું ધ્યાન કરવું. એ પ્રમાણે છટ્વસ્થ, કૈવલ્ય અને સિદ્ધસ્થ એમ ત્રણેય અવસ્થાઓનું ધ્યાન કરવું, એ ભાવપૂજાનું સ્વરૂપ કહ્યું. ચિત્યવંદન-મહાભાષ્ય વગેરેમાં બીજી રીતિએ પણ પૂજાના ત્રણ પ્રકારો કહેલા છે.
પંચારનુત્તર, પૂબા ગોવિયાત્રિ જ !
રિદ્ધિવિરોm) (), સવાર વિ શા ” ૨૦ પરિકરના મધ્યમાં શ્રીઅરિહંતદેવની મૂર્તિ, બે બાજુએ ઉભા બે ચામરધારી ઇન્દ્રો, મસ્તક ઉપર છત્ર, તેની બાજુમાં પુષ્પોની માળાવાળા માલાધારી દેવો, તેની ઉપર સુંઢથી અભિષેક કરતા બે હાથીઓ. તે હાથીઓના ઉપરના ભાગમાં મૃદંગ-ઢોલક વગાડતા બે દેવો અને તેઓની વચ્ચે શંખ વગાડતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org