________________
પ્ર. ૩-દિનચર્યા–ચૈત્યવંદના ]
ક૭૩ કરી એમ જણાવેલું છે, માટે વિજયાદિ દેવ વગેરેએ જે પ્રમાણે આચરણ કરી છે તે પ્રમાણે કરવું વ્યાજબી છે. વળી શ્રીગણધરદેવ વગેરેએ રચેલાં મૂલ આગમાં ચેત્યવન્દનાને અંગે નમે
ભુ ણુંથી વધારે કાંઈ જણાવ્યું નથી, તેથી પણ (શકસ્તવ) નથુ મુંથી અતિરિક્ત બીજું ચિત્યવન્દનામાં બોલવું વ્યાજબી નથી.”
એ રીતિએ માનનારાઓનું તે મન્તવ્ય વ્યાજબી નથી. તેઓ કહે છે કે વિજયાદિ દેવેએ કરેલી આચરણા પ્રમાણભૂત માનવી જોઈએ. તેમનું આ કથન અયોગ્ય છે, કારણ કે-જીવાભિગમ વગેરે સૂત્રોમાં (ચૈત્યવન્દનાને વિધિ બતાવ્યો નથી, પણ) માત્ર વિજયદેવ વગેરેએ જે આચરણ કર્યું તેને અનુવાદ (એટલે માત્ર તેનું વર્ણન) જ કરેલું છે, તેથી માત્ર તે અનુવાદના બળે વિધિવાદરૂપ ત્યવન્દનાને જે વિધિ બતાવ્યો છે તેને ઉચ્છેદ કરી શકાય નહિ. વિજયદેવ વગેરે અવિરતિવાળા હેઈને પ્રમાદી હોવાથી, તેઓએ માત્ર નમેલ્થ શું કહી વન્દના કરી તે તેઓને માટે ઘટે છે; પરન્તુ તેથી બીજા અપ્રમાદી અને વિશેષ ભકિતવાળા વિશિષ્ટ આત્માઓને તેથી અધિક પણ કહેવામાં જો દેષ છે? અર્થાત્ કાંઈ દેષ નથી. જો તેઓ માને છે તેમ માત્ર આચરણનું આલંબન લઈને પ્રવૃત્તિ કરવામાં આવે, તે બીજું પણ ઘણું નહિ કરવા જેવું કરવું પડે અને કરણયરૂપે અંગીકાર કરેલું (કરાતું) પણ ઘણું છોડવું પડે, એમ અવ્યવસ્થા ઉભી થાય. વળી તેઓનું મન્તવ્ય છે કે-“શ્રી ગણધરદેવ વગેરેએ આગમમાં નમેલ્થ ગુંથી વધારે ચૈત્યવન્દના કહી નથી માટે તેથી વધારે કહેવું ગ્ય નથી.” તે પણ અગ્ય છે, કારણ કે-“ત્રણ શ્લોકરૂપ ત્રણ સ્તુતિઓ કહેવામાં આવે ત્યાં સુધી (શ્રીજિનમંદિરમાં મુનિઓએ સ્થિરતા કરવી” એ મતલબનું (પૃ. ૩૭૦માં કહ્યું તે) વચન વ્યવહારભાષ્યનું સંભળાય છે. તાત્પર્ય કે-આગમમાં નમેલ્થ શું થી વધારે કહેવાનું વિધાન છે અને વધુ નહિ કહેવાથી તે ખેડું ઠરે, વળી “એ વિધાન માત્ર સાધુને અંગે કરેલું છે, માટે શ્રાવકે નમેલ્થ ગુંથી વધારે બોલવું અયોગ્ય છે,” એમ માની લેવું તે પણ અહીં ઘટતું નથી, કારણ કે સાધુ તથા શ્રાવકને પણ દર્શન શુદ્ધિ કરણીય છે અને ચૈત્યવન્દના તેનું કારણ છે. વળી ચૈત્યવન્દનામાં નમેલ્થ શું થી વધારે બેલવું તે સંવેગ વગેરે ગુણોનું કારક પણ છે, અશઠ (ગીતાર્થ) પુરુષએ તે પ્રમાણે આજ પર્યત આચરણ કરી છે, જિત (આચ રણ)નાં લક્ષણે એમાં ઘટે છે અને ચિત્યવન્દન ભાષ્યકાર વગેરે પૂર્વાચાર્યોએ તે પ્રમાણે કહે. વાનું સમર્થન કરેલું છે, માટે શ્રાવકે નમેલ્થ ણું૦થી વધારે બોલવું અયોગ્ય નથી–એમ સમજવું.
મહાનિશીથ સૂત્રમાં સાધુને દરરોજ સાત વાર ચિત્યવન્દના કરવાનું કહેલું છે અને શ્રાવકને પણ ઉત્કૃષ્ટથી સાત વાર ચિત્યવન્દના કરવાનું કહેલું છે. ચૈત્યવદનભાષ્યમાં કહ્યું છે કે
વહિવટીમે વેગ-વિન, રિ-પરિમ-સુ-રિવો
चिइवंदण इअ जइणो, सत्त उ वेला अहोरत्ते ॥१॥" ૧૯ નિષ્કપટભાવે. લાભ-હાનિને વિચાર કરીને, સૂત્રમાં નહિ કહેલું પણ દેશ-કાલાદિના ગે જ્ઞાનાદિ ગુણોની રક્ષા વૃદ્ધિને માટે ગીતાર્થ પુરૂષે જે શરૂ કર્યું છે. સૂત્રમાં નહિ છતાં જે આગમથી વિરૂદ્ધ ન હેય અને પાછળથી તેને સર્વે ગીતાર્થીએ આચર્યું હોય, તે જિતવ્યવહારરૂપ શુદ્ધ આચરણાનું લક્ષણ છે, શાસનના અંત સુધી આ જિતયવહાર જ ચાલું રહેવાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org