________________
૩૭ર
ધ સં૦ ભા૦ ૧-વિ૦ ૨–ગા૦ ૬૧ વિરતિ અને સર્વવિરતિને પરસ્પર ગુણસ્થાનકભેદ હોવાથી તેઓના ભાવમાં પણ ફરક હોય છે; માટે અપુનબંધકને પહેલું ગુણસ્થાનક હાઈ ભાવની વિશુદ્ધિ જઘન્ય હોવાથી પહેલાં બતાવી તે ત્રણેય પ્રકારની વન્દનાઓ “જઘન્ય વન્દના” જ જાણવી. તેના કરતાં અવિરતિસમકિતદષ્ટિ ચોથા ગુણસ્થાનકે વર્તતે હોવાથી તેને ભાવશુદ્ધિ મધ્યમ કોટિની હોય, માટે તેની સર્વ વન્દનાઓને “મધ્યમ વન્દના” જાણવી અને સામાન્ય રીતિએ વિરતિવાળાને (દેશવિરતિને કે સર્વવિરતિને) પાંચમું, છઠું વગેરે ગુણસ્થાનકે હોવાથી ભાવની ઉત્કૃષ્ટતાને લીધે તેની ત્રણેય પ્રકારની વન્દનાઓને “ઉત્કૃષ્ટ વન્દના જાણવી. અથવા બીજી રીતિએ પ્રભેદ (હર્ષ–ઉત્સાહ)રૂપ ભાવની અપેક્ષાએ તો એક ગુણસ્થાનકે પણ વર્તાતા દરેકને ભાવ સરખે હોતે નથી, જૂનાધિક હોય છે, માટે અપુનર્બ ધકમાં પણ જેને પ્રમાદરૂપ ભાવ જઘન્ય હોય તેને જઘન્યા, જેને મધ્યમ હોય તેને મધ્યમ અને જેને ઉત્કૃષ્ટ હોય તેને ઉત્કૃષ્ટા,-એમ એકજ અપુનબંધક અવસ્થાવાળા-જીવોમાં પણ પ્રદરૂપ ભાવની ન્યુના ધિકતાથી કેઈને જઘન્ય, કેઈને મધ્યમ અને કેઈને ઉત્કૃષ્ટ-એમ ત્રણેય વન્દના સમજવી. અવિરતિ સમકિતદષ્ટિમાં અને વિરતિધરમાં પણ એ હર્ષ—ઉત્સાહની ન્યૂનાધિતાથી ત્રણ ત્રણ પ્રકારની વન્દનાઓ એ જ રીતિએ જાણવી, અહીં એમ પ્રશ્ન થાય કે-અપુનબંધક વગેરેને જ આ વન્દનાઓ કેમ કહી ? માર્ગાભિમુખ વગેરેને પણ એ રીતિએ ભાવને ભેદ તો હોઈ શકે છે, તે તેઓને આ વન્દનાઓ કેમ ન ગણાવી?” તેનું સમાધાન એ છે કે-“બાકીના સકૃબંધક, માગ ભિમુખ, માર્ગ પતિત કે બીજા પણ મિથ્યાત્વિઓને આવા ભાવભેદથી ભેદવાળી ભાવવંદનાઓ હોતી નથી, પહેલાં જણાવી તે ક્રિયારૂપ દ્રવ્યવંદનાઓ તો તેઓને પણ હોઈ શકે છે, કારણ આગમમાં કહ્યું છે કે–માર્ગાભિમુખ વગેરેમાં આ ભાવવન્દનાની યોગ્યતા હોતી નથી, અર્થાત તેઓમાં ભાવવન્દનાને ચગ્ય ભાવ પ્રગટી શકતા નથી.”
એ મુજબ ભાવવન્દનાના અને શુદ્ધ દ્રવ્યવન્દનાના અધિકારી અપુનબંધક, અવિરતિ સમકિતદષ્ટિ અને વિરતિધર-એમ ત્રણ જ જાણવા. સમૃદબંધક વગેરેને તે માત્ર દ્રવ્યવન્દના અને તે પણ અશુદ્ધ હેાય છે. આને અંગે પણ કહ્યું છે કે
___" एतेऽहिगारिणो इह, ण उ सेसा दव्वओ विजं एसा ।
રૂચી જોગવાઇ, તેના ૩ શggTM નિશાશા” (ચંતન પંડ્યા - ૭) ભાવાથ–“અપુનબંધકાદિ ત્રણ, અહીં (ચિત્યવન્દનાના વિષયમાં) અધિકારી છે, બીજાઓ નહિ, કારણ કે-શુદ્ધ દ્રવ્યવન્દના પણ તે કહેવાય છે કે જે દ્રવ્યવન્દનામાં ભાવવન્દનાનું કારણ બનવા રૂપ રેગ્યતા હાય ! સકૃદબંધક વગેરેને ભાવવન્દના (ના ભાવ) જ અસંભવિત હોવાથી તેઓની દ્રવ્યવન્દના પણ (ભાવવન્દનામાં કારણભૂત શુદ્ધ નથી, માત્ર અશુદ્ધ–અપ્રધાન દ્રવ્યવન્દના જ હાય ભાવવન્દના માટે અનધિકારી તેઓને દ્રવ્યવન્દના પણ શુદ્ધ હેય નહિ.”
[ ઉપા–એ પ્રમાણે એકેક વદનાના અધિકારીભેદે જઘન્ય વગેરે ત્રણ ત્રણ ભેદને સંભવ હોવાથી, ચિત્યવન્દને કુલ નવ પ્રકારની જાણવી.]
અહીં કઈ કઈ એમ માને છે કે –“ શ્રાવકને ચૈત્યવન્દનામાં માત્ર નામથુ બેલિવું યુકત છે, કારણ કે-જીવાભિગમ વગેરે સૂત્રમાં “વિજયદેવ વગેરેએ માત્ર નમોહ્યુ ણુંથી દેવવન્દના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org