________________
પ્ર૦ ૩-દિનચર્યા–અગ્રપૂજા ]
૩૬૭ વળી સામર્થ્ય (સંપત્તિ) હોય તે રત્નનાં, સોનનાં, મેતીનાં (મુગટ હાર વગેરે) આભરણેથી, રૂપાનાં-નાનાં પુષ્પો વગેરેથી અને સુંદર જુદી જુદી જાતિના ચંદુઆ (પંઢીયાં, પછાડી) વગેરે રેશમી વસ્ત્રોથી પણ શ્રીજિનપ્રતિમાને અલંકૃત કરવી. એ પ્રમાણે કરવાથી પિતાને મહાન લાભ થવા સાથે બીજા પણ આત્માઓને ભાવવૃદ્ધિ વગેરે ઉપકારે થાય છે. કહ્યું છે કે
" पवरेहिं साहणेहि, पायं भावो वि जायए पवरो । न य अन्नो उवओगो, एएसि सयाण लट्टयरो ॥१॥"
(સંજોષક રેજિ. ૨૧૭) ભાવાર્થ“પૂજામાં સાધને (સામગ્રી) ઉત્તમ હોવાથી જીવને પ્રાયઃ ભાવ પણ ઉત્તમ થાય છે અને પુરૂષોને (પુણ્યના ચેગે પ્રાપ્ત થયેલી) પિતાની સામગ્રીને જિનભક્તિમાં વાપ રવા જે ઉત્તમ ઉપયોગ પણ કેઈ નથી.”
શ્રાદ્ધવિધિ ગ્રંથની ટીકામાં તે એટલું વિશેષ કહ્યું છે કે-“શ્રેષ્ઠ કરમાયા વિનાનાં, વિધિપૂર્વક લાવેલાં શતપત્ર-સહસ્ત્રપત્ર-જાઈ-કેતકી–ચમ્પક વગેરે પવિત્ર પુષ્પને ગૂધીને, વીંટીને, ભરીને કે જથ્થ (સમૂહ) કરીને શ્રીજિનપ્રતિમા માટે માળા-મુગટ, શિરસ્ક (માથે પહેરાવવાની પાઘડીશિરપેચ વગેરે) અથવા પુષ્પગ્રહ (જાળી ગુંથીને મંડ૫) વગેરે બનાવે.” - ચંદનપૂજા, પુષ્પપૂજા વગેરે એવી રીતિએ કરવું જોઈએ, કે જેથી પ્રતિમાનાં નેત્ર–મુખ ઢંકાઈ જાય નહિ અને શેભામાં સુંદરતા વધે, કારણ કે-દર્શન કરનારાઓને દર્શન કરવામાં હર્ષ એ રીતિએ જ વધી શકે. (અર્થાત્ દર્શન કરનારને ઉ૯લાસ વધે તેમ સુંદર ગોઠવણથી પુષ્પપૂજા કરવી; મુખ, નેત્ર વગેરે ઢંકાય નહિ તેમ કાળજી રાખવી) આ સિવાય-“ભગવાન ઉપર કુસુમાંજલિ ચઢાવવી, પંચામૃતથી પ્રક્ષાલ કર, શુદ્ધ જળની ધારા દેવી, કેસર-બરાસ વગેરેથી મિશ્રિત ચંદન વિલેપન કરવું, શરીર ઉપર આંગી (અંગરચના) કરવી, ગેરોચન-કસ્તુરી વગેરેથી તિલકપત્રભંગી (લલાટે આડ કે નેત્ર ઉપર ભ્રકુટીરચના) વગેરે કરવું, વગેરે બીજા પણ અંગપૂજાના પ્રકારે ભકિતચયની પૂજાના અધિકારમાં કહેવાશે તે યથાયોગ્ય જાણવા.
શ્રીજિનપ્રતિમાની હથેલીમાં સેનાનું બીજું કે શ્રીફલ, સેપારી, નાગરવેલનું પાન, તથા સોના-રૂપાનાણું કે સીકો (મુદ્રા) વગેરે મૂકવું; કૃષ્ણગુરુ વગેરે ઉત્તમ જાતિના ધૂપ ઉખેવવા; સુગંધીદાર વાસક્ષેપ કરે, વગેરે પણ સઘળું અંગપૂજામાં જ ગણાય છે. કહ્યું છે કે
“બ્રુવા-વિસ્કેવળ-દિર,વસ્થ--ધવ-guહેં ! થી નિપૂણા; રસ્થ વિહી ઇસ ખાય, ને ?”
(૧૦ મહાભાષ્ય.) ભાવાર્થ–“સ્નાત્ર, વિલેપન, આભરણું, વસ્ત્ર, કુળ (હાથમાં બીરૂ વગેરે) બંધ (વાસ ચૂર્ણ વગેરે), દશાંગાદિ ધૂપ અને પુપિથી શ્રીજિનશ્વરદેવની અંગપૂજા કરી શકાય છે. તેને આ વિધિ જાણ.)”
તેમાં ધૂપ શ્રીજિનેશ્વરદેવની ડાબી બાજુએ ઉખેવ. એ પ્રમાણે પહેલી અંગપૂજાનું સ્વરૂપ કહ્યું. હવે અગ્રપૂજા કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org