________________
૩૬
"
[સ્વ૰ પૂ આ શ્રીવિજયમેઘછેડજે, સાધીનું સમજી ધસી પડીશ નહિ, ચાર દ્રવ્યેાથી ચાલે તે પાંચમાની ઇચ્છા કરીશ નહિ, લુખાથી ચલાવી શકાય તેા વિગઈ આના સ્પર્શ પણ કરીશ નહિ. એમ વૈયાવચ્ચ કરનાર–કરાવનારના માર્ગ જુદા, દાન દેનારલેનાર બન્નેના માર્ગ જુદા. ઇત્યાદિ એવી ઉત્તમ વ્યવસ્થા છે કે તેનું પરિણામ કદી ય ખરાબ આવે નહિ, બન્ને પક્ષનું માહ્ય-અભ્યંતર ઊભય હિત જળવાય. આત્મહિત માટે અન્ને પક્ષને ત્યાગ-વૈરાગ્ય જ કેળવવાના હોય ત્યાં કૃપણુતા કે લુંટાલુંટ કેમ ચાલે ? વર્તમાનમાં વધી ગએલી ભૌતિક ભાગાની ભુખથી જગત કેટલું ઉંધે માગે ચાલી રહ્યું છે તે બહુ વિચારવા જેવું છે. ત્યાં જૈન શાસનના આત્મ વિકાસના ઉદ્દેશ અને કયાં આત્મહિતના નામે પણ મેાહની સેવા ! મેહ અને અજ્ઞાન આત્માના બે કટ્ટર શત્રુએ છે, અજ્ઞાન મેાહને ઢાંકે છે- ઓળખવા દેતું નથી અને માહ અજ્ઞાનને પે।ષે છે. એની વચ્ચે આત્મા અનાદિકાળથી કુટાય છે, તેમાંથી બચવા માટે વિનયપૂર્વક શુભ આશયથી સહુથી પ્રથભ ઉત્તમ ગુરૂના આશ્રય સ્વીકારી તેઓની પાસેથી શુદ્ધ જ્ઞાન મેળવવું જોઈએ, કે જે જ્ઞાન મેાહનેા પક્ષ ન કરતાં મેાહને પ્રગટ કરી નાશ કરવામાં સહાય કરે. એ વિદ્યાને વિદ્યા કે કળાને કળા કેમ કહેવાય કે જેનાથી આત્મા માહ મૂઢ બની અનેક પાપામાં આનંદ માને? અસ્તુ, પ્રસંગાનુસાર આટલું જણાવ્યું. આવેા મૂળ વાત ઉપર—
જીવનની વિશિષ્ટતા:––મુનિ શ્રીમેઘવિજયજી પૂર્વભવે પણ જ્ઞાનની ઉપાસના કરીને જન્મેલા હતા, જેના પરિણામે આ ભવમાં સમ્યગ્ જ્ઞાનના શુદ્ધ રાગ જીવનભર તેમના આત્માને અજવાળી શક્યા હતા. એના જ પ્રતાપે એક સામાન્ય અવસ્થામાંથી આગળ વધીને તેઓ મહાન બની શક્યા હતા. તેઓના જીવનની વિશિષ્ટતા તરિકે વીણવા જેવું ઘણું ઘણું છતાં ગુરૂ સેવાનું ફળ સમાધિ એ એમના જીવનની અજખ વિશિષ્ટતા હતી, જે અંતકાળે હુજારા આત્માઓને આશ્ચર્ય મુગ્ધ કરી રહી હતી.
6
ગુરૂકુળવાસ ––એમની જીવન સાધનાના મુખ્ય પ્રસંગાને વિચારીએ તે સહુથી પ્રથમ ગુરૂકુળવાસ છે. દીક્ષા પછી જીવનભર ગુરૂની સાથે જ રહ્યા અને જ્યારે જ્યારે જુદા વિહારને પ્રસંગ આવ્યે ત્યારે પણ ગુરૂ આજ્ઞાના પાલન માટે જ, ગુરૂ આજ્ઞાને વશ થઈ પન્યાસ પદવી પછીનાં ચાર ચાતુર્માસ તેઓને જુદાં કરવાં પડ્યાં હતાં. સદા ગુરૂની સેવામાં રહેવાની તેઓની વૃત્તિ કેટલી ઊંચી હતી, તે તેઓએ કરેલાં ચામાસાંની નેાંધમાંથી સમજાઈ આવે છે, જીવનનાં ૪ર ચાતુર્માસા પૈકી માત્ર નવ ચામાસાંજ તેએ ગુરૂથી જૂદા ક્ષેત્રમાં રહ્યા છે. ગુરૂપરતંત્રતામાં જ સ્વતંત્રતાને સ્વાદ લેતા ગુરૂભક્ત આત્માએ જ્ઞાન-ક્રિયાથી વિશિષ્ટ છતાં ગુરૂને છેડી જૂદા રહી શકતા નથી. એક નિષ્ફળ આત્મા જીવનભર ગુરૂ પાસે રહે અને એક શક્તિ-પ્રતિભા સંપન્ન આત્મા રહે એમાં બહુ અંતર છે. ટુકામાં સાધુ--જીવનને મુખ્ય ગુણ ગુરૂસેવા તેમાં અજોડ હતી, છેલ્લે માંદગીમાં અશક્ત હાવાને કારણે કેાઈવાર ગુરૂ દર્શન ન થતાં તે પણ દૂર રહ્યા-રહ્યા ગુરૂ જે દિશામાં હોય તે દિશામાં હાથ નેડીનતમસ્તકે નમી પડતા નજરે દેખાતા. પૂ. ગુરૂમહારાજ પણ સંધનાં-શાસનનાં કે સમુદાય અંગેનાં ન્હાનાં-મોટાં કાર્યમાં તેની સલાહને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org