SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ છે . * - - - - - - ૩૫૬ [ ધ સં૦ ભા. ૧-૧૦ –ગા૦ ૬૧ અતિથિનું પૂજન કરે છે, તેને આ દ્રવ્યસ્નાન (હિંસાનું કારણ છતાં) પણ સારું છે,” તેનું કારણ જણાવ્યું છે કે " भावशुद्धिनिमित्तत्वा-तथानुभवसिद्धितः । ___ कथञ्चिदोषभावेऽपि, तदन्यगुणभावतः ॥४॥ (स्नानाष्टक०४) ભાવાથ–“વ્યસ્નાન ગૃહસ્થને એ કારણે રોભારૂપ છે કે-તે ભાવશુદ્ધિનું નિમિત્ત છે, એ માત્ર કલ્પના જ નહિ, અનુભવથી સિદ્ધ છે, એથી જ તેમાં પાણીના જીવની હિંસા વગેરે કઈ કઈ દે હોવાં છતાં, બીજી બાજુ સમકિતની શુદ્ધિ વગેરે મટા ગુણે પ્રગટ થાય છે, માટે દ્રવ્યસ્નાન ગૃહસ્થને શોભાસ્પદ છે.” બીજે પણ કહ્યું છે કે " पूयाए कायवहो, पडिकुट्ठो सो उ किन्तु जिणपूआ। सम्मत्तसुद्धिहेउ ति, भावणीआ उ निरवज्जा ॥१॥" ભાવાથ–“શ્રીજિનપૂજામાં સ્થાવર વગેરે ની હિંસા છે તેટલે અંશે તે વિરુદ્ધ છે, પરંતુ તે સમાકતશુદ્ધિનું કારણ છે, માટે નિષ્પાપ-નિર્દોષ સમજવી.” વળી પણ કહ્યું છે કે–જળસ્નાન વગેરેમાં જે કે છ-કાય જીવોની હિંસારૂપ કઈ કઈ વિરાધના છે, તે પણ “કુવાના ઉદાહરણથી” શ્રાવકને તે દ્રવ્યક્રિયાઓ કરવી ઉચિત છે.” કહ્યું છે કે " अकसिणपवत्तगाणं, विरयाविरयाण एस खलु जुत्तो। संसारपयणुकरणे, दव्वथए कूवदिहतो ॥१॥ (पंचा०४,गा०४२) ભાવાર્થ –“અપૂર્ણ સંયમવાળા એટલે વિરતાવિરત-દેશવિરતિધરને આ (પાણી વગેરે દ્રવ્યોથી સેવા કરવી વગેરે) દ્રવ્યસ્તવ નિશ્ચયથી સંસારને ટુંકે કરવા માટે યુક્ત છે. તેમાં કુવો ખોદવાનું દષ્ટાન્ત સમજવું.” અર્થાત-જેમ કુ દવામાં થાક લાગવે, તૃષા લાગવી, કાદવથી ખરડાવું વગેરે થવા છતાં, પાણી નીકળતાં જ થાક, તૃષા, કાદવ વગેરે દૂર કરી શકાય છે અને હંમેશને માટે તેના પાણીથી પોતાને અને બીજાઓને ચેકસ ઉપકાર થાય છે, તેમ પૂજા માટે કરાતા સ્નાન વગેરેમાં પણ જીવહિંસાદિ આરંભ થાય છે, કિન્તુ જિનપૂજાદિથી આત્મામાં ઉત્પન્ન થતાાં શુભ અધ્ય. સાથે તેની શુદ્ધિ કરે છે અને વિશેષમાં અશુભ કર્મોની નિર્જરી કરાવી શુભ-પુન્ય કર્મને બંધ પણ કરાવે છે. આ વિષયમાં કેટલાકે તે એમ પણ કહે છે કે-“સ્નાન વગેરે દ્રવ્યસ્તવમાં આ કુવાનું ઉદાહરણ પણું વ્યાજબી નથી, કારણ કે- પૂજાને માટે જયણથી સ્નાન કરવામાં જીવહિંસાના મલિન પરિણામ નથી, કિન્તુ જળસમાન નિર્મળ શુભ પૂજાના અધ્યવસાય હોય છે, તેથી કાદવથી ખરડાવા સમાન પાપ થતું જ નથી, માટે કુ દવાનું ઉદાહરણ એમાં અસંગત છે. સ્નાનાદિમાં તે દૃષ્ટાન્તને એમ ઘટાવવું કે-કુ ખોદનારને અને બીજાઓને ઉપકારનું કારણ બને છે, તેમ પૂજાને માટે કરાતું સ્નાન વગેરે કરનારને શુભ ભાવ, અશુભ કર્મોની નિર્જરા અને પુન્યકર્મ બંધ વગેરે ઉપકાર કરે છે તથા બીજા તેની અનુમોદનાદિ કરે છે તેઓને પણ શભ ભાવ વગેરે લાભે જ થાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy