________________
પ્રહ ૩-દિનચર્યા–પચકખાણ ક્યારે કરાય?].
થયા છે, સૂર્યોદય પછી નહિ, કારણ કે-કાળ પચ્ચખાણમાં ‘કાપ ' એ પાઠ હેવાથી તે સૂર્યોદયથી શરૂ થનાર છે, માટે સૂર્યોદય પહેલાં જ તે કરવાં (કે ધારવા) જોઈએ. એ સિવાયના ગંઠિસહિ, મુદ્ધિસહિ, વગેરે સંકેત પચ્ચક્ષ્મણે તે સૂર્યોદય પછી પણ કરવામાં હરત નથી, કારણ શ્રાવિધિની ગાથા ૫ ની ટીકામાં (પૃ. ૪૪) કહ્યું છે કે –“નમુકકારસહિ, પિરસી આદિ કાળ-પચ્ચકખાણે સૂર્યોદય પહેલાં જ કરવાથી (ધારવાથી) શુદ્ધ ગણાય છે, સૂર્યોદય પછી કરવાં વ્યાજબી નથી. બાકીનાં પચ્ચખાણે તે સૂર્યોદય પછી પણ કરી શકાય છે, તેમાં સૂર્યોદય પહેલાં નમુકકાર સહિનું પચ્ચખાણ ધાર્યું હોય, તે તેને સમય પૂર્ણ થતાં પહેલાં જ તેની સાથે પરિસી વગેરે વધારે કાળના પચ્ચકખાણાને પૂર્વ પૂર્વ પચ્ચકખાણને સમય પૂર્ણ થતાં પહેલાં જેડી શકાય છે, અર્થાત્ તે તે કાળ-પચ્ચકખાણને સમય પૂર્ણ થતાં પહેલાં મોટું કાળ-પચ્ચખાણ વધારી શકાય છે, પણ સૂર્યોદય પહેલાં નમુ કારસહિનું પચ્ચકખાણ પણ કર્યું ન હોય તે સૂર્યોદય પછી નમુકકારસહિતું કે બીજાં પારસી વગેરે કાળ-પચ્ચકખાણે થઈ શકતાં નથી. કિન્તુ સૂર્યોદય પહેલાં પ્રથમથી જ પિરસી વિગેરેનું પચ્ચક્ખાણ કર્યું હોય તે તેને સમય પૂર્ણ થયા પછી બીજું સાદ્ધપરિસી વગેરે કાળ-પચ્ચકખાણ કરી શકાય નહિ, પણ તે સમય પૂર્ણ થતા પહેલાં જ તેમાં સાદ્ધપરિસી વગેરેને વધારે કરે તે કરી શકાય. એ પ્રમાણે વૃદ્ધપરંપરા છે.” શ્રાદ્ધદિનકૃત્યની બાવીસમી “જુવાળ તુ જે નિ' થાને ભાવ વિચારતાં પણ પચ્ચકખાણ કરવાને સમય એ પ્રમાણે જ હોય એમ સમજાય છે. પ્રવચનસારેદ્વારની ૨૧૩મી “gિ a વિ”િ ગાથાની ટીકામાં એ સામાન્ય અર્થ કર્યો છે કેઉચિત કાળે વિધિપૂર્વક જે પચ્ચકખાણ કરવામાં આવે તેને “પૃષ્ણ” કહેવાય છે. અર્થાત–પચ્ચકખાણુના સૂત્ર તથા અર્થને બરાબર જાણનાર સાધુ અથવા શ્રાવક સૂર્યોદય પહેલાં જ આત્મસાક્ષીએ ગૃહમંદિરમાં અથવા સ્થાપનાચાર્યની સમક્ષ પોતાની મેળે જ શકિત મુજબ પચ્ચકખાણ કરે અને પછી પવિત્ર-ચારિત્રવંત-ગીતાર્થ ગુરુ સાક્ષીએ શાસ્ત્રમાં જણાવેલા વિધિ પ્રમાણે વન્દન વગેરે વિનય કરીને, રાગ-દ્વેષરહિતપણે સર્વત્ર ઉપચોગપૂર્વક બે હાથ જોડીને, પચ્ચકખાણને જે પાઠ ગુરુ બોલે, તે પાઠને તદ્દન ધીમે સ્વરે પોતે પણ ઉચ્ચાર કરતે પચ્ચકખાણ કરે, ત્યારે તે પચ્ચકખાણ “સ્પષ્ટ થયું કહેવાય છે. પ્રત્યાખ્યાનપંચાશકની “નિgs સર્વ દિશં જ એ પાંચમી ગાથાની ટીકામાં એ અર્થ કર્યો છે કે “સ્વયં પિતાની મેળે વિકલ્પમાત્રથી આત્મસાક્ષીએ કે ચૈત્ય અથવા સ્થાપનાચાર્ય સમક્ષ ઉચ્ચારપૂર્વક ગ્રહણ કર્યું હોય તે પચ્ચકખાણને (ગુરુ સાક્ષીએ) ગ્રહણ કરે, તે કયારે ગ્રહણ કરે? તેને ઉત્તર એમ આપે છે કે—કાળે એટલે કે–પૌરૂષી (પરિસી) આદિ તે તે પચ્ચકખાણને સમય પૂર્ણ થયા પહેલાં, નહિ કે જે પચ્ચકખાણ કરવાનું હોય તેને કાળ વ્યતિત થયે છેતે કારણ કે-શાસ્ત્રમાં કહેલાં માત્ર વિધિ વળ સંમિ મgroથે પચનિ '–એ પાઠથી ભૂતકાળનાં પાપની નિંદા તેમજ વર્તમાનકાલીનનું સંવરણ કહ્યું છે, પચ્ચકખાણ તે ભક્ષવિષ્યકાળને અંગે કહ્યું છે.”—એમ ઘણા ગ્રંથને અનુસારે “નમુકકારસહિ” આદિ કાળ-પચ્ચકખાણે સૂર્યોદય પછી નહિ, પણ પહેલાં જ કરવાં
પ. પચ્ચખાણ અધિકારમાં છ શુદ્ધિઓમાં “g ' એ પહેલી શુદ્ધિ કહેવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org