________________
સુરીશ્વરજી મ નું જીવન ચરિત્ર સાક્ષાત્ અનુભવ થયો છે, જે કદી ય ન ભૂલાય તે અતિઉપકારક છે. જે માતાપિતા પોતાનાં વહાલામાં હાલાં સંતાનને વિદ્યા પ્રાપ્તિ માટે શિક્ષકને સેપે તે શિક્ષકની વિદ્યાર્થીઓ અને તેના મા-આપે મૂકેલા વિશ્વાસને અંગે કેટલી મોટી જવાબદારી છે તે તેઓશ્રી સાચે સાચા સમજતા હતા.
દીક્ષાની ભાવના:-સુરતમાં મુળચંદભાઈને વિ. સં. ૧૯૪૯ માં એટલે સત્તર વર્ષની ઉમ્મરે પૂ. મુનિરાજ શ્રી રત્નસાગરજીને પહેલો પરિચય થયો, વૃદ્ધ અને નિર્મળ ચારિત્રવંત તેઓશ્રીએ મુલચંદભાઈના હદયને વૈરાગ્યના રંગથી રંગી દીધું અને અન્યાય-અધર્મથી ડરતા મુલચંદભાઈને સાધુતાને રંગ બરાબર લાગે.
રંગવાનું વસ્ત્ર કે ચિત્ર ચિતરવાની ભીંત વિગેરેને પ્રથમ સાફ કરવાં પડે છે, સાફ કરવા છતાં જે તે વસ્ત્ર કે ભીંત વિગેરેમાં રંગ-ચિત્ર વિગેરેને ઝીલવાની યોગ્યતા હોય છે તે જ તે રંગથી કે ચિત્રથી પિતાની કિંમત વધારે છે, અનેકના જીવનમાં ઉપયોગી બને છે અને બુદ્ધિમાનેને પણ આદરણીય બને છે. માટી જેવી તુચ્છ વસ્તુ પણ કચરા મિશ્રિત અવસ્થામાં પાણી સાથે ભળી કચરાને ઉપર તારવી–જુદો કરી પિતે પાણીમાં નીચે બેસે છે અને પાણી સુકાઈ જતાં પિંડરૂપ બને છે ત્યારે તે ઘાટ માટે એગ્ય બને છે. તેમાં પણ કારીગરથી કેળવાયેલી માટીની કિંમત વધી જાય છે, પાત્ર ઘડાયા પછી અને અગ્નિને તાપ સહ્યા પછી તે વળી કિંમત વધે છે અને માનવના જીવન વ્યવહારમાં ઉપયોગી બને ત્યારે તો એક કાળે જંગલમાં પશુઓના પગ નીચે કચરાતી–મુંદાતી એ માટી માનવને પણ અતિપ્રિય-ઉપકારક થઈ પડે છે. એ મહિમા છે માટીની યેગ્યતાને અને સહિષ્ણુતાને! આત્મ વિકાસ માટે પણ એજ પરિસ્થિતિ છે.
સાધુ પુરૂષના અલ્પમાત્ર પરિચયથી મુલચંદભાઈને સાધુતાને જે પ્રેમ જાગ્યે તે આશ્ચર્યજનક છતાં તેઓ માટે અઘટિત ન હતા, કારણ કે-જન્મ કાળથી જ તેઓ સુગ્ય હતા. યેગ્યતા કેઈને પૂર્વ ભવની હોય છે, તે કેઈને ચાલુ ભવમાં પણ પ્રગટે છે. ખાણને પત્થર કેઈ એ હોય છે કે જે પ્રથમથી જ એક પૂજનીય મૂર્તિ માટે નિર્માણ થયો હોય છે, બીજે કારીગરના હાથે ઘડાઈને માનવના જીવન વ્યવહારમાં સામાન્ય ઉપયોગી નીવડે છે. તે કઈ પત્થર ધોબીને કપડાં ધોવા પણ કામ લાગતું નથી. વસ્તુમાત્રમાં આ તારતમ્ય સદૈવ હોય છે, કારણ કે પદાર્થોમાં વિષમતા એજ જગતનું સાચું સ્વરૂપ છે. એથી મનુષ્ય પણ કેઈ બાલ્યાવસ્થાથી જ એગ્ય હોય છે, કઈ અનુભવથી ઘડાઈને મોટી વયે યોગ્ય બને છે,
જ્યારે કેઈ નિરક્ષર યાવજીવ પણ નામ માત્રથી જ માનવ હોય છે. તાત્પર્ય કે કઈ પુણ્યવાન પૂર્વભવના ઉત્તમ સંસ્કારને લીધે બાલ્યકાળથી જ સુયોગ્ય હોય છે. શ્રી મુલચંદભાઈ પ્રથમથી જ સુયોગ્ય (સમજદાર) હેવાથી ગુરૂપરિચયમાં આવતાં જડ-ચેતનને વિવેક કરી સાધુતાના અર્થી બન્યા.
દીક્ષાની દુર્લભતા:-વૈરાગ્ય થવા માત્રથી સહુથી દીક્ષા લઈ શકાતી નથી. વૈરાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org