________________
[સ્વ. પૂo આ૦ શ્રીવિજ્યમેઘસૂઈ સુકામાં ઊંઘાડનાર-ભુખ્યાં રહી ખવડાવનાર કે એવાં અનેક કષ્ટ સહીને પણ અજ્ઞાન સંતાનને બુદ્ધિમાન બનાવનાર માતાપિતાને ઉપકાર તે માનવ જીવનનું મૂલ્ય કે સ્વવિકાસની મહત્તા સમજનાર જ સમજી શકે અને તે ઉપકારને યતકિચિત્ બદલો પણ તે જ વાળી શકે. જન્મદાતાની જેમ જીવન (આજીવિકા) દેનારનો, આપત્તિમાં રક્ષણ કરનારને અને તેથી ય આગળ વધીને આપત્તિઓને નાશ તથા જન્મમરણાદિના સ્પેશેને સર્વથા સંહાર કરાવનાર અતુલ ઉપકારી ગુરૂને, એ દરેકના ઉપકારને બદલે કઈ રીતે વળે તેમ નથી, તેઓને ઉપકાર દુષ્પતિકાર્ય છે. આત્મવિકાસની સાધનામાં એ ઉપકારીઓ એક સાચા ઉત્તર સાધકની ગરજ સારે છે.
વિદ્યાભ્યાસઃ-માતાપિતાને વિરહ અને તે પણ આઠ વર્ષની જ ઉમ્મરમાં, એ મુલચંદભાઈના જીવન વિકાસ માટે જેવી તેવી બેટ ન હતી, છતાં ભવિતવ્યતાને કણ રેકી શકે? એક પત્થરને કારીગર ઘડીને સુંદર બનાવે છે તે કઈ પત્થર સ્વયમેવ અથડાતાં કૂટાતાં સુંદર બને છે. મૂલચંદભાઈનું ભાવિ આપ બળે જ વિકાસ સાધવાનું હશે અને તેથી જ નાની વયમાં માતાપિતાને વિયેગા થયે હશે, એમ માનવું રહ્યું. માતાપિતાના મરણ પછી ઘરમાં બે બહેને અને મુલચંદભાઈ ત્રણ જ રહ્યાં, તેમાં ય બહેને તે પારકા ઘરની મૂડી, એટલે ખરી રીતે મુલચંદભાઈ એકલા જ પડ્યા. માતૃપક્ષના સંબંધી તરીકે તેઓનાં માસીબા અમથી બહેન તેઓ પ્રત્યે સગી માતા જેટલું વાત્સલ્ય ધરાવતાં હતાં, તેઓની પ્રેરણાથી મુલચંદભાઈને તેઓના (માસીના) પુત્ર પ્રાણજીવનદાસ કપુરચંદ પોતાના વતન “ભગવાનેર લઈ ગયા. ગંભીર અને તેજસ્વી મુલચંદભાઈએ આગળને અભ્યાસ ત્યાં શરૂ કર્યો અને ગુજરાતી ધોરણમાં ઉત્તરોત્તર આગળ વધતા ગયા. “અજ્ઞાન સર્વ દુઃખોનું મૂળ છે” એ અબાધિત સૂત્ર તેઓમાં પરિણામ પામ્યું. અને તેથી જ્ઞાનાભ્યાસ અને જ્ઞાનદાન તેઓનું જીવન ધ્યેય બની ગયું. “ભગવાનેરમાં સાત ગુજરાતી ધોરણે પસાર કરી વિશેષ અભ્યાસ માટે સુરત આવ્યા અને ત્યાં થર્ડ ગ્રેડની (શાલાન) પરીક્ષા આપી. ત્યાંથી અમદાવાદ જઈ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાં અભ્યાસ આગળ ચલાવ્યો અને ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ૨૦ વર્ષની ઉમ્મરે સીનીયર થયા, અર્થાત્ ઉપરી શિક્ષક ( હેડ માસ્તર ) ની પરીક્ષામાં સફળ થયા.
આ અભ્યાસ કરવામાં મુલચંદભાઈ ઉદેશ કેવળ અર્થ ઉપાર્જન કરવાને જ ન હતું, કિન્તુ ન્યાય માર્ગે નિષ્પા૫ સ્વાશ્રયી જીવન જીવવાને ઉદાર આશય પણ હતું, તેથી જ તેઓને પરીક્ષામાં પાસ થવા જેટલી જ તમન્ના ન હતી, કિન્તુ શિક્ષક તરીકેની જવાબદારીને સમજવાનું અને અદા કરવાનું તેમાં વિશિષ્ટ ધ્યેય હતું. એથી જ વિદ્યાદાનની કળા તેઓએ હસ્તગત કરી હતી. એ કળાએ ગૃહસ્થાવસ્થામાં તો અનેક જીવને ઉપકાર કર્યો પણ સાધુજીવનમાં ય સાધુ-શ્રાવકને ઘણે ઉપકાર કર્યો. મંદબુદ્ધિવાળાઓને પણ તેઓશ્રી ગંભીર અને તાત્ત્વિક વિષયો બહુ સહેલાઈથી સમજાવી શકતા. લેખકને પણ આ વિષયમાં તેઓશ્રીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org