________________
૨૧
સૂરીશ્વરજી મ નું જીવન ચરિત્ર]
બાલ્યવયે માતાપિતાને વિરહ –-અનાદિકાલીન અભ્યાસથી પડેલા સંસ્કારોને યેગે પુત્રને જ સર્વસ્વ માનતાં માતાપિતા પુત્રનું લાલન પાલન કરતાં અનેક મનેર સેવવા લાગ્યાં. મુલચંદની નિર્દોષ બાલચેષ્ટા, પડતી આખડતી ચાલ, અસ્પષ્ટ રમુજી શબ્દોચ્ચાર, ગાંભીર્ય, ઔજસ, આદિ ક્રમિક ખીલતા ગુણેથી માતાપિતા કે બીજાં જે કંઈ મુલચંદના પરિચયમાં આવતાં તેઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે મુલચંદના ભાવિ માટે ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરતાં. ભાવિના ગર્ભમાં રહેલા ભાવને છદ્મસ્થ—અલ્પજ્ઞ શી રીતે જાણી શકે ? માતાપિતાદિના અનેક મરથ સાથે ઊછરતા મુલચંદભાઈ પાંચ વર્ષના થયા ત્યાં તો પિતાજીને વિરહ પડ્યો, ‘કુદરત જાણે મુલચંદભાઈને આપબળે જ આગળ વધારવા માગતી હેય તેમ એકાએક જયચંદ શેઠ કાલધર્મ પામ્યા. મને રથો કે ના પૂર્ણ થયા છે? શ્રાવ જમનાબાઈને સખ્ત આઘાત લાગે, પણ “દુઃખનું ઓસડ દહાડા” એ ન્યાયે પતિના વિરહમાં પણ “પુત્રના સુખને જોવાનું ભાગ્ય પિતાનું નહિ હેય” વિગેરે વિચારોથી હદયને શાન્ત કર્યું. યંગ્ય ઉમ્મરે મુલચંદભાઈને વિદ્યાભ્યાસ શરૂ કરાવ્યો અને પૂર્વે ભણેલું સ્મરણ કરવાની જેમ અલ્પ આયાસથી ભણતા મુલચંદભાઈએ શિક્ષકોને અને સહાધ્યાયીઓને આશ્ચર્ય સાથે આનંદ મુગ્ધ બનાવી દીધા. આઠ વર્ષની ઉમ્મર થઈ ત્યાં તે જમનાબાઈ પણ કાળધર્મ પામ્યાં અને મુલચંદભાઈ નાની વયમાં માતાપિતાના આશ્રય વિનાના બની ગયા, પૂર્વે નહિ કપેલો એ તેઓને એકાએક માતાપિતાને વિરહ થયે. માતાપિતાની ખેટ એ મેટી ખેટ જ છે. પણ તે ઉત્તમ પુત્રને ...
માતાપિતાને ઉપકાર અને તેની જરૂરિયાત –-દેહને ઉંચે ચઢાવવા માટે જેમ સીડીનાં પગથીયાં સહાયક છે તેમ આત્માને ઉંચે ચઢવા (વિકાસ કરવા) માટે માતાપિતાની ભક્તિ સીડીરૂપ છે, સ્વઅનુભવોથી ઊંડું અવલોકન કર્યા વિના આ રહસ્ય સમજાય તેવું નથી. જેની સહાયથી દુર્ગણે ઘટે અને સગુણ ખીલે તે માતાપિતા. પોતાના આશ્રિતને જીવન વિકાસમાં સહાય કરવી તે માતાપિતાનું કર્તવ્ય છે, કર્તવ્ય ધમને સમજતાં માતાપિતા સ્વસંતાનને વિકાસ વધારવા પરને પણ સેપે છે. ભણેલાં પણ માતાપિતા પિતાના સંતાનોને વિદ્યા માટે શિક્ષકને સોંપે છે, અનેક નેકરોને રાખનાર પણ શેઠ-શાહુકારે પોતાનાં સંતાનોને વ્યવહાર કુશળ બનાવવા બીજા શેઠને સેપે છે. એ બધું જે રીતે ઘટે છે તે રીતે સ્વસંતાનના આત્મવિકાસ માટે તેઓને આત્મનિષ્ઠ ગુરૂઓને સોંપવાં એ પણ એટલું જ જરૂરી છે. હા ! પુત્રને માતાપિતાની સેવા કલ્પવેલડી છે, પુણ્યવાન પુત્રો જ માતાપિતાની સેવાને વેગ પામે છે, તો પણ આત્મવિકાસમાં તેમનો સ્નેહ બાધક થતું હોય ત્યારે તે ઉત્તમ સંતાનેએ કૃતજ્ઞ ભાવે માતાપિતાને પણ છોડવાં જોઈએ. માત્ર ધ્યેય હોવું જોઈએ ગુણપ્રાપ્તિનું, મોહની સેવા માટે કે ગુણોના વિનાશ માટે નહિ. જેઓ મેહમૂઢ બની ઉપકારી પણ માતાપિતાને છોડી સ્વચ્છંદી બને છે, તેઓ તે એક અમૂલ્ય લાભને ગુમાવી નિરંકુશ પોતાના જીવનને દુઃખની ખાઈમાં ફેંકી દે છે. જન્મ આપીને બાલ્યકાળમાં મળ-મૂત્રાદિ શુદ્ધ કરનાર–ભીનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org