________________
૩૨૨
[ ધ સં૦ ભા. ૧-વિ. ૨-ગા૫૫ વિદિયા ઘરમાં, ૩ણ્ય(સૂ) વય મviતિ સમય ! છિન્ન જ્ઞા, T W ! ! ”
(ચારી, v૦ રૂ-૧૨૬ ટીકા) ભાવાર્થ-“અવિધિથી કરવા કરતાં નહિ કરવું શ્રેષ્ઠ છે.'-એ વચન અસૂયા(અનુષ્ઠાન પ્રત્યેની ઈર્ષા)થી બેલાયેલું છે–એમ સિદ્ધાન્તના રહસ્યને જાણનારા કહે છે, કારણ કે-અનુષ્ઠાન નહિ કરવાથી મોટું અને અવિધિએ કરવાથી લઘુ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અર્થાત્ ક્રિયા નહિ કરનારને શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાને ભંગ કરવારૂપ માટે દેષ અને ક્રિયા કરનારને માત્ર અવિધિ પૂરત આંશિક દેષ છે.”
માટે ધમનુષ્ઠાન નિરંતર કરવું જ જોઈએ, પરન્તુ અનુષ્ઠાનમાં સર્વ શક્તિથી વિધિને સાચવવા માટે સખ્ત પ્રયત્ન કરે, એ જ શ્રદ્ધાળુનું લક્ષણ છે. કહ્યું છે કે
“ હિસાર નિક સેવા, સર્દૂિ સત્તિમ ગણુાળા
વ્યાધ્રોનિો વિ, વેરવવા ઈડ સંમિ છે ? ” (ઝીપ voo88) ભાવાર્થ“ શ્રદ્ધાળુ શક્તિમાન આત્મા જે જે અનુષ્ઠાન કરે તે દરેક વિધિને બરાબર સાચવીને કરે, એમ છતાં કદાચ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-સામર્થ્ય આદિ સામગ્રી પૂર્ણ ન હાયપ્રતિકૂળતા હોય તે પણ તે તે ક્રિયામાં વિધિને પક્ષ તે રાખે જ.” છે. અવસર્પિણ કાળના મહિમાએ દિન-પ્રતિદિન રક્ષા કરવા છતાં શાસનમાં મલિનતાઓ વધવાની છે, પણ મરવા પડેલા બાપની છેલ્લા શ્વાસ સુધી સેવા-માવજત કરવી તે જેમ પુત્ર-પિતા બનેને હિતકર છે, તેમ ભગવાન શ્રી મહાવીરદેવનું શાસન ૨૧૦૦૦ વર્ષ પૂર્ણ થયે નાશ પામવાનું છે, છતાં જેન નામ ધરાવનાર પ્રભુ શ્રી મહાવીરદેવના પુત્રોની તે શાસનની સેવા કરવાની અનિવાર્ય ફરજ છે. એ સેવા તેઓશ્રીએ કહેલાં અનુષ્ઠાનોને અખંડ રાખવારૂપ છે અને તે અનુષ્ઠાનને આચરવાથી જ અખંડ રહે છે. એ રીતિએ અનુષ્ઠાને, તેના કરનારને તથા શાસનને ઉભયને લાભ કરનારાં છે. આથી સમજાશે કે-અનુષ્કાને સેવવામાં પ્રભુ શ્રીમહાવીરદેવની, તેઓના શાસનની, શ્રીસંઘની અને પોતાની પણ સેવા છે. વંદિgસૂત્રની ૪૮ મી ગાથામાં શ્રાવકને શ્રીજિનેશ્વરદેવોએ ફરમાવેલી કરણ નહિ કરવાથી, નિષિદ્ધકરણી કરવાથી, પ્રભુકથિત તે કરણીમાં શ્રદ્ધા નહિ રાખવાથી કે કરણી નાશ પામે તેવો વિપરીત ઉપદેશ દેવાથી, વ્રતધારી ન હોય તેને પણ અતચાર કહ્યું છે અને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. તાત્પર્ય કે-અજ્ઞાન દશામાં ભૂલ થાય તે પણ ભૂલ સુધારવાની બુદ્ધિએ ક્રિયા ચાલુ જ રાખવી અને તેવી ભૂલવાળાઓની ભૂલ સુધરે તેવા ભાગે લઈ, તેઓને હતાશ નહિ કરતાં ઉત્સાહી બનાવી તેઓની શદ્ધિમાં સહાય કરવી, એ કર્તવ્યધર્મ છે. અહીં એ આશય સમજવાને નથી કે–અતિચારે ચાલવા દેવા વ્યાજબી છે. જેટલે અંશે અતિચારે છે તેટલે અંશ ખરાબ છે–તજવાનો છે. તેને બદલે અનુષ્ઠાનોનો રોલ કરે, તે આંગળી સડતાં હાથને કાપવા જેવો અન્યાય છે. જેમ અતિચારવાળી ક્રિયા પરિણામે નિરતિચાર બને છે, અભણમાંથી પંડિત બને છે, નિર્ધન ધનવાન બને છે, રેગી નિરોગી બને છે; તેમ આખરે ભૂલવાળી પણ કરણી કરનારા જ શુદ્ધ કરણીના અધિકારી થાય છે, માટે નિંદા કરી તેઓને હતાશ કરવા નહિ. તેવી પદ્ધતિ અનુષાનોનો નાશ કરે છે. ભૂલવાળાને પણ અનુદાનનો મહિમા વર્ણવી–ઉત્સાહ વધારી, તેઓને ભૂલે પ્રત્યે ઘણું ઉત્પન્ન થાય તેમ તેનું નુકશાન સમજાવવું તે હિતાવહ છે, ભૂલેની ધૃણાને બદલે ક્રિયા પ્રત્યે જ છૂણું થાય તેમ કરવું તે અજ્ઞાનમૂલક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org