________________
૩૧૬
[ ધo સંવે ભા૦ ૧-વિ૦ ૨-ગા. ૫૪ પ્રશ્ન પન્નાતિવા ૩, સુમિ જે પરિવા ते नावहारणट्ठाए, किन्तु ते उवलक्षणं ॥१॥"
(૩૫/cવશro, અ૦ -સૂત્ર ૬ ની ટીકા) ભાવાર્થ–“ સૂત્રમાં જે પાંચ પાંચ અતિચારે જણાવ્યા, તે પાંચ જ છે એમ નિર્ણય માટે નહિ પણ તે ઉપલક્ષણરૂપ છે, અર્થાત ઉપલક્ષણથી બીજા પણ અતિચારો છે.”
અહીં તાત્પર્ય એ છે કે-વતના વિષયમાં ખ્યાલ વિના, અજાણતાં, ઉતાવળથી, અતિક્રમવ્યતિક્રમ-અતિચારથી અથવા વિસ્મૃતિથી કે પિતાના બુદ્ધિ-કલ્પનષથી તરક્ષણની ભાવના છતાં અજ્ઞાનથી ધારેલા નિયમ ઉપરાન્ત જે જે પ્રવૃત્તિથી વ્રતનું ઉલંઘન થાય તેવી છે તે પ્રવૃત્તિઓરૂપ સવ અતિચાર સમજવા અને તે સિવાય, એટલે કે-જાણી સમજીને વ્રતભંગની બેદરકારીથી થાય તેથી વ્રતભંગ કહેવાય. એમ અતિચારને ટૂંકે અર્થ જાણુ.
પ્રશ્ન-અંગારકર્મ વગેરેને ખરકર્મના અર્થાત્ કર્માદાનના અતિચારો તરીકે કેમ કહ્યા ? કારણ કે-તે સ્વરૂપે કર્માદાને જ છે.
ઉત્તર-તમારો પ્રશ્ન વ્યાજબી છે, વસ્તુતઃ તે જ ખરકરૂપ છે, છતાં અજાણતાં કે સ્મૃતિભેદ, વગેરે ઉપર જણાવ્યાં તે કારણથી થાય ત્યારે જ ખરકમના ત્યાગરૂપ આ વ્રતવાળાઓને તે અતિચાર ગણાય છે. જે ઈરાદાપૂર્વક તેવાં કામ કરે તેને તે વ્રતભંગ થાય જ છે, એમ પંચાશકની ટીકામાં નવાંગીટીકાકાર પૂ. શ્રીઅભયદેવસૂરિજી મહારાજે તથા યોગશાસ્ત્રની ટીકામાં પૂ. શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે જણાવ્યું છે.
એમ પાંચ ભેજનને અંગે તથા પંદર કઠેર કર્મ-કર્માદાનેરૂપે મળી ભોગપભોગવિરમણ વ્રતના કુલ વીસ અતિચારે વર્ણવીને અનર્થદંડવિરમણ વ્રતના અતિચારોનું વર્ણન કરે છે.
मूळ- 'प्रोक्तास्तृतीये कन्दर्पः, कौत्कुच्यं भोगभूरिता ।।
સંયુarષરપર્વ, મૌર્ય ૨ ગુણત્રને પ૪ .” મૂલાથ–“ત્રીજા ગુણવતમાં કન્દપ, કૌટુમ્ય, ભેગભૂરિતા, સંયુક્તાધિકરણપણું અને વાચાળતા–એ પાંચ અતિચારો શ્રીજિનેશ્વરોએ કહ્યા છે.”
ટીકાને હરાવાથ–ત્રીજા અનર્થદંડવિરમણ નામના ગુણુવ્રતમાં પાંચ અતિચારો કહ્યા છે. તેમાં–
૧. કંદર્પ–વિષયવાસના જાગે તેવાં વિકારી વચને બેલવાં કે વિષયની વાતે કરવી, તેને કન્દપ ” નામને પહેલે અતિચાર કહ્યું છે, અર્થાત્ જેનાથી મેહ (તે તે ઈન્દ્રિયના શબ્દરૂપ-રસ–ગંધ-સ્પર્શ વગેરે વિષયોને ભોગવવાની ઈચ્છા) પ્રગટે તેવા વચનવ્યાપારને કન્દપ કહો છે. વસ્તુતઃ આ વિષયમાં એવી મર્યાદા છે કે-શ્રાવકે તેવું નહિ બલવું જોઈએ કે જેથી પિતાને કે બીજાને મેહ (વિષયને રાગ) વધે, મેટું છોડીને મોટા અવાજથી હસવું પણ વ્યાજબી નથી, હસવું પડે તે પણ અલ્પ માત્ર જ (અવાજ ન થાય તેમ મુખના ચહેરા માત્રથી જ ) - હસે. એ પહેલે અતિચાર કહ્યો.
૨. કૌલુચ્ચ-કુત” અવ્યય છે, કારણ કે–અવ્યય અગણિત છે. તેને અર્થ “કુત્સા” એટલે “ખરાબ” છે. એ “કુત” અવ્યય અને “કુચ ધાતુ ઉપરથી વ્યાકરણના નિયમ પ્રમાણે ભાવ-અર્થમાં પ્રત્યય આવવાથી “કૌન્દુ” શબ્દ બન્યો છે, તેને “ભાંડ-ભવૈયા–ફાતડાની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org