________________
૩૦૬
( [ ધ સંo ભા૧-વિ૦ ર–ગા ૫૦ સૂત્રમાં “જિત્ત દિવ સોરદુચિ આજે, તુ છોહિમવસ્થા ”—એ પાઠથી એને અતિચાર ગણેલે છે, માટે અજાણતાં, સહસાત્કારથી, વગેરેથી તેવી કાચી ઔષધિ (ધાન્ય) વગેરે ખવાઈ જાય કે અતિક્રમાદિ થાય તે અતિચાર જાણ, અથવા લેટ, દાળ વગેરે દળેલાં–ભરડેલામાં નખીયાં વગેરે સચિત્ત ભાગ રહેવાને સંભવ છતાં, “આ તે લેટ હોવાથી અચિત્ત છે” એમ માની ખાય, તે પણ તેને વ્રતરક્ષાની અપેક્ષા હોવાથી અતિચાર જાણ. (એમ અપવ ઔષધિ માટે પણ સમજવું.) દુષ્પકવ ઔષધિ અંગે પણ અમે પાંચમાં અતિચારમાં કહ્યું તે રીતે અતિચાર સમજે. તુચછૌષધિના ભક્ષણને અંગે તે આ પ્રમાણે ઘટે છે
પ્રશ્ન-અપકુવાહાર-દુષ્પફવાહાર એ બંને અતિચારો તે ધાન્યને અંગે ગણી વિષયની અપેક્ષાએ પહેલા-બીજા અતિચારોથી જુદા કહ્યા તે બરાબર છે, પરંતુ પાંચમા તુૌષધિભક્ષણને ભિન્ન માનવાને કાંઈ કારણ જણાતું નથી. અહીં પ્રશ્ન એ છે કે-તુચછૌષધિને એક અપકવ (કાશી), બીજી દુષ્પફવ (અર્ધ કાચી-પાકી) અને ત્રીજી સમ્યફ પફવ (પૂર્ણ પાકેલી); એ ત્રણ પૈકી કયા પ્રકારમાં ગણે છે? જે અપક્વ કે દુષ્પવમાં ગણતા હે, તે અનુક્રમે ત્રીજા કે ચેથા અતિચારમાં તે આવી જાય, અને સંપૂર્ણ પકવ માનતા હો તે અચિત્ત હોવાથી દોષ જ ન લાગે; એમ વિચાર કરતાં “તુૌષધિભક્ષણ” અતિચાર નિરર્થક ભાસે છે.
ઉત્તર–પ્રશ્ન બરાબર છે, છતાં જેમ પહેલા-બીજા અને ત્રીજા-ચોથા અતિચારમાં સચિત્તપણાની અપેક્ષાએ ભેદ નથી, છતાં પહેલા–બીજામાં કંદમૂલાદિ અને ત્રીજાથામાં અનાજ, એમ બનેને વિષય જુદે ગણી અતિચારે જુદા ગણ્યા, તેમ તુછૌષધિ પણ સચિત્ત કે ઔષધિ તરીકે ભિન્ન નથી પણ તુચ્છ૫ણાની અપેક્ષાએ ભિન્ન છે, ધાન્ય સચિત્ત છતાં ક્ષુધા શમાવવામાં સમર્થ હોવાથી તુચ્છ ગણાતાં નથી અને કાચી-કમળ મગની શીંગ વગેરે ખાવાથી ભૂખ મટતી નથી તેથી તેને તુચ્છ કહેલી છે. માટે તેવી સચિત્ત કેમળ મગની શીંગ વગેરે તુરછ ઔષધિ અજાણતાં, ભૂલથી, કે એવા કારણોથી ખવાઈ જાય, ત્યારે “તુચ્છૌષધિભક્ષણ” નામે અતિચાર જુદે કહ્યો છે. અથવા બીજી આ રીતિએ પણ તે અતિચાર ગણાય છે, જેમ કે–વસ્તુતઃ શ્રાવકને અતિ પાપભીરુપણુથી અચિત્ત આહાર કરે એ જ વ્યાજબી છે, માટે સચિત્ત આહારને સર્વથા ત્યાગ કરવું જોઈએ. અચિત્તમાં પણ ગમે તે હરકેઈ વસ્તુ વાપરવી એમ નહિ, પણ અચિત્ત કરવામાં બહુ આરંભ ન થાય અને ભૂખ શમે એવી વસ્તુઓ જ (અચિત્ત કરીને) વાપરવી જોઈએ; આમ છતાં જેનાથી તૃપ્તિ ન થાય તેવી કે મળ મગની શીંગો વગેરે સ્વાદની ખાતર અચિત્ત કરીને ખાય, ત્યારે તેને અચિત્ત કરીને ખાવાથી વ્રતભંગ નથી તે પણ નિષ્કારણ-માત્ર સ્વાદને અંગે આરંભ ઘણે થાય છે, અર્થાત્ ભાવથી અહિંસાનું પાલન નહિ થવાથી વ્રત ભાંગે છે; એમ દ્રવ્યથી (બાહ્ય દૃષ્ટિએ) વ્રતનું પાલન અને ભાવથી વિરાધના થતી હોવાથી અતિચાર માની પાંચમા અતિચાર તરીકે ગણે છે, એમ પંચાશકની ટીકામાં જે સમાધાન આપેલું છે તે અહીં જણાવ્યું. અર્થાત્ જ્યાં અપવાહાર, દુષ્પક્વાહાર અને તુચ્છૌષધિભક્ષણને અતિચારો ગણ્યા છે ત્યાં તે પણ ઉચિત જ છે અને તત્ત્વાર્થસૂત્રની ટીકા પ્રમાણે અહીં “સંમિશ્ર આહાર, અભિલવ આહાર અને દુષ્પક્વ આહાર” અતિચારે કહા તે પણ વ્યાજબી છે.
એ પ્રમાણે સાતમા વ્રતમાં (ભજનને અંગે) અતિચારોનું વર્ણન કરી પુનઃ એ જ વ્રતનું બીજું લક્ષણ અને તે લક્ષણથી તેમાં જે અતિચારો લાગે છે તે પણ જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org