________________
પ્ર. ૨–પાંચમા વ્રતના અતિચારો]
૩૦૧ યૂઝ–“ વંધના–યોગનાદાનાત્, મતો માવતHથા !
તેજી પરિમાગરા, ચાડ્યા પડ્યાપિ ન હ્યુમી છે ૪૮ છે” મૂલાર્થ–“ઉપર જણાવેલા પાંચ પ્રકારના પરિગ્રહમાં અનુક્રમે ધન્ય-ધાન્યના બંધનથી, ક્ષેત્ર–વાસ્તુને ભેગાં કરવાથી, રૂપા-સોનાનું દાન કરવાથી, દ્વિપદાદિના ગર્ભથી અને કુયમાં ભાવથી, અતિચારે લાગે છે તે પાંચ અતિચારો ઈચ્છાનું-પરિગ્રહનું પ્રમાણ કરનારને સેવવા વ્યાજબી નથી.” - ટીકાનો ભાવાર્થ–ઉપર જણાવેલી ધન-ધાન્યાદિ પરિગ્રહની સંખ્યાનું સાક્ષાત્ ઉલ્લંઘન કરનારને તે અતિચારે મનાતા નથી-વ્રતભંગ જ થાય છે, પણ વ્રતરક્ષણ કરવાની ભાવનાવાળો વ્રતધારી જ્યારે બંધન, જન વગેરે કરી સ્વબુદ્ધિથી માને કે-હું વ્રતનું પાલન કરૂં છું, ત્યારે તેને અતિચાર ગણાય છે. તે “બંધન” વગેરે આ પ્રમાણે થઈ શકે છે. જેમ કે કઈ પુરુષે (વ્યાપારીએ) પિતે ધન-ધાન્યની સંખ્યાનું અમુક પરિમાણ નક્કી કર્યું, પછી કોઈ દેવાદાર દેવું આપવા કે કઈ બક્ષીસ-ભેટ આપવા આવ્યો, હવે જે તે અંગીકાર કરે તે નિયમથી તેનું પ્રમાણ વધી જવાથી વ્રત ભાંગે છે, માટે વ્રત સાચવવા તે એમ વિચાર કરે કે-મારે “ચાર મહિના” વગેરે અમુક વખત સુધી નિયમ છે, માટે ત્યાર પછી લઈશ,” અગર એમ વિચાર કરે કે-“હાલ મારી પાસે છે તેમાંથી ડું વેચાયા પછી લઈશ” એમ વિચાર કરીને આપવા આવનારને “અમુક મહિનાઓ પછી પહોંચાડજે” એમ કહે, અગર લઈને તેને દેરડા વગેરેથી બાંધીને પિતાનું ન હોય તેમ પારકું માની સંઘરે, થાપણની જેમ તેટલે કાળ બાંધી મૂકે, અથવા તે તે વખતે હાનું આપી અમુક મુદત પછી લેવાનું નકકી (સાટુ) કરે અને તેના ઘેર જ મૂકી રખાવે, ઈત્યાદિ (પહેલાંથી નકકી કરવારૂપ) બંધન કરી ધન, ધાન્ય વગેરેને પોતાના નિયમ ઉપરાન્ત રાખે; છતાં માને કે-એ તો એના થકું છે, મારૂં નથી, વગેરે વ્રત પાલનની અપેક્ષાવાળો હોવાથી તેને અંગે અતિચાર કહ્યો છે. બીજામાં ક્ષેત્ર–વાસ્તુ વગેરેનું “સાજન” એટલે જોડાણ કરે. જેમ કે-કેઈએ “મારે અમુક સંખ્યામાં ઘર કે ખેતર વગેરે રાખવાં, વધારે નહિ” એમ નિયમ કર્યો અને પછી વધારે રાખવાની અભિલાષા થઈ, ત્યારે નિયમ ન ભાંગે એ બુદ્ધિથી પોતાના ઘરની બાજુનું જ બીજું ઘર લઈ, વચ્ચેની ભીંત તોડી નાખી “મેં એક જ ઘર મોટું બનાવ્યું” એમ માને, અગર પોતાના ક્ષેત્રની બાજુનું જ ક્ષેત્ર લઈ વચ્ચેની વાડ તોડી નાખી એક જ ક્ષેત્ર મેટું બનાવ્યું એમ સમજે; ત્યારે જે કે ધારેલી સંખ્યાનું ઉલ્લંઘન ન થયું માટે વ્રતને ભંગ ન થયે, છતાં પરિગ્રહમાં પ્રમાણ વધારવાથી વસ્તુતઃ વ્રતભંગ થયે જ છે. એમ ભંગાભંગરૂપ અતિચાર સમજો. ત્રીજા પ્રકારમાં દાન કરવાથી” અતિચાર લાગે, તે આ પ્રમાણે-કઈ એ અમુક પ્રમાણુથી વધારે સેનું-રૂપું નહિ રાખવું-એ નિયમ કર્યો. પછી કઈ રાજા વગેરે પ્રસન્ન થવાથી તેમના તરફથી નિયમથી વધારે પ્રાપ્ત થયું; ત્યારે લેભને યોગે તે વિચારે કે-ઘરમાં રાખીશ તે મારો નિયમ ભાંગશે, માટે વ્રતની મુદત પૂર્ણ થશે (કે મારી પાસેનું કેઈ કારણે ઓછું થશે) ત્યારે લઈશ-એમ વિચારી બીજાને આપે ૯ (સેપે); એ રીતિએ બીજાને આપવા છતાં પિતાની માલિકી રહેતી હોવાથી વ્રતભંગ
૧૦૯, નિયમ ઉપરાન્ત થવાથી કાંઈક પિતાની સ્ત્રીના કે પુત્ર, પુત્રી આદિના નામ ઉપર ચઢાવી પોતે જ તેની માલિકી રાખવી, માત્ર દેખાવ પૂરતું જ બીજાના નામ ઉપર કરવું, તે બધું પણ આ અતિચારમાં ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org