________________
૨૯૦
[ધo સંo ભા. ૧-વિ૦ ૨-ગા૪૪ અભ્યાખ્યાન કહેવાય છે. બીજા આચાર્યોને મત એવો છે કે એકાન્તમાં કોઈ એકની ખોટી વાત બીજાને કહેવી; જેમ કે-એકાન્તમાં કઈ વૃદ્ધાસ્ત્રીને કહેવું કે-વારે ધણી તે યુવતી–સ્ત્રીમાં આસક્ત છે, યુવતી–સ્ત્રીને કહેવું કે–તારો પતિ કામકળામાં કુશળ પ્રૌઢસ્ત્રીમાં આસક્ત છે; વગેરે. અથવા તે કહેવું કે–તારો પતિ તે બહુ વિષયી છે, અગર નપુંસક છે, વગેરે હાંસી–મશ્કરીથી બોલવું અગર તેના પતિને કહેવું કેતારી સ્ત્રી તો તારા વિષયસેવનથી થાકી ગઈ છે એમ મને એકાન્તમાં કહેતી હતી, અગર તે કહેવું કે–તારી સ્ત્રી મને કહેતી હતી કે-હું તો મારા પતિને વિષયકીડામાં થકાવી દઉં છું, વગેરે પુરુષની આગળ હાંસી–મશ્કરીમાં તેની સ્ત્રીની, કે સ્ત્રીને તેના પતિની અસત્ય વાત કહીને કલંક આપવું અથવા જેનાથી સ્ત્રીને પર-પુરુષ ઉપર કે પુરુષને પર–સ્ત્રી ઉપર રાગ જાગે એવી એકાન્તમાં હસતાં-રમતાં વાત કરવી તે અતિચાર છે. અહીં જાણુ–સમજીને દુરાગ્રહથી તે કેઈને ખરાબ કરવા આવી વાતે ન જ કરવી, કારણ કે–બીજા વ્રતમાં જાણી-સમજીને બીજાના ખેટા દેષ બલવાનાં તે તેણે પચ્ચખાણ કર્યા છે, તેથી તેમ કરતાં અતિચાર નહિ પણ વ્રતભંગ થાય, માટે હાંસી–મશ્કરીમાં ઉપર પ્રમાણે ખેટી-કલ્પિત વાતે એકાન્તમાં કરવી, તે સહસા-અભ્યાખ્યાનરૂપ અતિચાર કહેવાય છે એમ સમજવું. કહ્યું છે કે
" सहसब्भक्खाणाई, जाणतो जइ करेज तो भङ्गो ।
1 guru,મોબા–હિં તો ો કરૂણા છે ? ” (oo, go રૂ-૧૨ ટીવ) ભાવાર્થ-“સહસા અભ્યાખ્યાન, વગેરે જાણવા છતાં કરે તે વ્રતભંગ થાય. જે ઉપયોગ વિના, હાંસી–મશ્કરીમાં કે વગર વિચાર્યું કરે તે અતિચાર ગણાય.”
એમ (બન્ને મતોથી) એ નક્કી થયું કે બીજાને આઘાત-ઉપઘાત થાય તેવું જ્યારે અજાણતાં, વગર વિચાર્યું કે હાંસી-મશ્કરીમાં બોલાઈ જાય, ત્યારે હૃદયમાં તેને ખરાબ કરવાને ઉદેશ (અર્થાત્ વ્રત પાળવાની બેદરકારી) નહિ હેવાથી વ્રતભંગ ગણાતો નથી અને બીજી બાજુ તેવાં વચનથી બીજાને ઉપઘાત–આઘાત થવા સંભવ છે માટે ભંગ થાય છે, એમ દેશથી વ્રતને ભંગ અને દેશથી પાલન; તે પહેલે અતિચાર કહ્યો છે. બીજે અતિચાર “મિચ્યા ઉપદેશ” નામને છે. વસ્તુતઃ સત્ય વ્રતવાળાએ બીજાને પીડાકારી વચન બોલવું તે અસત્ય બોલવારૂપ જ છે, માટે બીજાને પીડાકારી વચન પ્રમાદથી બેલાઈ જાય તે અતિચાર સમજો. આથી ગધેડાં-ઊંટ ઉપર બે જે ભરો, ચેરને મારી નાખે, ઈત્યાદિ બીજાને પીડા થાય તેવું બોલવું તે બીજે અતિચાર સમજ. અથવા મિથ્યા ઉપદેશની બીજી વ્યાખ્યા એ પ્રમાણે છે કે–વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું સમજાવવું તે તે સત્ય છે, પણ તેથી વિપરીત ઉપદેશ કરે તે અયથાર્થ હોવાથી મિથ્યા ઉપદેશ છે. જેમ કે-કેઈને અમુક વિષયમાં કાંઈ સંદેહ થયે, તેણે પૂછ્યું કેઆમાં સત્ય શું છે? ત્યારે તેને (સત્ય જવાબ આપવામાં નુકશાન નહિ હોવા છતાં) યથાર્થ નહિ કહેવું, અથવા કેઈન વિવાહાદિ પ્રસંગે તેમાં અંતરાય નાખવાના આશયથી પિતે જાતે કે કોઈ બીજા દ્વારા તેમાંના કેઈ એક પક્ષને તે વિષયમાં અસત્ય માર્ગ બતાવે કે અમુક રીતે અસત્ય બોલવાની સલાહ આપવી, તે બધે અયથાર્થ ઉપદેશ છે. અહીં જે કે સલાહ આપનાર પિતાના મનમાં એમ સમજે છે કે-મારે “સ્વયં અસત્ય ન બોલવું” એવું વ્રત છે, આમાં તો. હું માત્ર બીજાને અસત્ય બોલવાની સલાહ આપું છું, હું પોતે અસત્ય બોલતે નથી, જેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org