________________
૨૮૮
[ ધo સં૦ ભા૦ ૧ વિ૦ ૨–ગા૦ ૪૩ આ હેતુથી જ પાડા, બેકડાં વગેરેને જન્મ વગેરે ઘણા દેષના કારણભૂત હેવાથી ભેંસ, બકરી વગેરેને પરિગ્રહ શક્ય હોય ત્યાં સુધી શ્રાવક ન રાખે. (નિર્વાહ માટે રાખવાં અનુચિત નથી.)
પ્રશ્ન-પહેલા વ્રતમાં શ્રાવકે સ્થૂલ હિંસાના જ પચ્ચખાણ કર્યા હોય, વધ-બંધન વગેરેનાં તે પચ્ચકખાણ હોય નહિ, તે વધ, બંધન વગેરે કરવામાં શું દેષ? વધ વગેરેથી હિંસાના પચ્ચખાણને કઈ બાધ આવતું નથી. જે એમ માનતા હો કે–વધ, બંધન વગેરેનાં પણ પચ્ચકખાણ છે જ, તે વધ, બંધનાદિથી પણ વ્રતને ભંગ જ થાય, તેથી અતિચાર કેમ મનાય? કારણ કે–એથી સ્પષ્ટ પચ્ચકખાણને ભંગ થયે જ ગણાય. બીજી વાત એ કે–વધ, બંધન વગેરેનાં પણ પચ્ચકખાણ માનવાથી વતની સંખ્યાનું પ્રમાણ પણ તૂટી જશે, કારણ કે-તે વ્રતે અતિચારે તે વધારામાં જ છે, માત્ર મૂળ વતે જ બારની સંખ્યામાં છે. છતાં જે અતિચારેને વિરતિ માનીએ તે તે દરેક પણ બતે ગણાય અને બારની સંખ્યા રહે નહિ, માટે વધ, બંધન વગેરેનાં પચ્ચકખાણ ગણવાં પણ ઘટિત નથી. એમ વધ, બંધન વગેરેથી અતિચાર કે વ્રતભંગ એકે ય થતું નથી.
ઉત્તર–પ્રશ્ન વ્યાજબી છે. વધ, બંધન વગેરેનું પચ્ચક્ખાણ કર્યું નથી, માત્ર હિંસાનું જ પચ્ચખાણ છે, તે પણ હિંસાના પચ્ચક્ખાણમાં અર્થપત્તિથી વધ, બંધન વગેરેનાં પણ પચ્ચકખાણ આવી જાય છે એમ સમજવું; કારણ કે–તે હિંસાના કારણરૂપ છે. (હિંસાની સાથે તેનાં કારણે પણ તજવાં જોઈએ), માટે તે પણ પચ્ચકખાણમાં આવી જાય.
પ્રશ્ન-જે હિંસાનાં કારણો હોવાથી તેનાં પણ પચ્ચખાણ હિંસાના પચ્ચકખાણ સાથે થઈ જાય છે, તે તમારા મતે જેમ હિંસા કરવાથી વ્રતભંગ થાય, તેમ વધ, બંધન વગેરેથી પણ વ્રત ભંગ જ ગણ જોઈએ, કારણ કે-નિયમને ભંગ થયે, એમ છતાં તેને અતિચારે કેમ કહ્યા?
ઉત્તર-વસ્તુતઃ તમારી સમજ બરાબર નથી, કારણ કે–ત્રત બે પ્રકારનું છે, એક અંતવૃત્તિથી અને બીજું બહિત્તિથી તેમાં “હું અને મારી નાખુંએવા વિચાર (વિકલ્પ) વિના જ માત્ર કેધાદિ આવેશથી જ્યારે વ્રતથી નિરપેક્ષ રીતિએ વધ, બંધન વગેરે કરવા છતાં હિંસા થાય નહિ (મરે નહિ), ત્યારે નિર્દયપણાથી એટલે ‘મરી જશે તે મારો નિયમ તૂટી જશે-એ ખ્યાલ નહિ રાખવાથી” અર્થાત વ્રતપાલનની કાળજી નહિ રહેવાથી અંતત્તિથી વ્રતભંગ થયે ગણાય, પણ જીવ નહિ મરવાથી બહિવૃત્તિથી તે વ્રત અખંડ રહ્યું એમ દેશથી વ્રતનો ભંગ થયે અને દેશથી પાલન થયું માટે તેને અતિચાર સમજ, વ્રતભંગ નહિ. કહ્યું છે કે
માનીતિ તત્ર, વિનૈવ મૃત્યુ નિવાર? વિગતે જ પિતો વધાવી, સૌ સ્થાથિમાના રે ? ” “ मृत्योरभावान्नियमोऽस्ति तस्य, कोपायाहीनतया तु भग्नः । देशस्य भङ्गादनुपालनाच्च, पूज्या अतीचारमुदाहरन्ति ॥२॥"
( , ૪૦ રૂ-૨૦ સીરા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org