________________
પ્ર સમ્યત્વના અતિચારે, ૩૬૩ પાખંડીઓ ]
૨૮૩ અજ્ઞાનિક-ઉધી સમજવાળા૧૧૧–મિથ્યાજ્ઞાની. (અહીં પ્રશ્ન થાય કે-વ્યાકરણના ન્યાયે “દુષ્ટ જ્ઞાન એટલે અજ્ઞાન, તે જેઓને હોય તે અજ્ઞાનિક” એમ બેવડે સમાસ કરવાને બદલે, પહેલેથી જ સીધે-કે બત્રીહી સમાસ કરતાં “અજ્ઞાના” એ શબ્દ થઈ શક્ત અને તે વધારે ઉત્તમ ગણાત, તે તેમ કરવામાં શું વાંધે? તેનું સમાધાન એ છે કેઅહીં આ પ્રગમાં દેષ નથી, કારણ કે-વસ્તુતઃ જ્ઞાનાભાવ નહિ પણ મિથ્યાત્વનું સહચર શુદ્ધ જ્ઞાનથી ભિન્ન જે મિથ્યાજ્ઞાન તેને અહીં અજ્ઞાન કહેલું છે, અને જેમ “ગૌખરવાળું અરણ્ય” વગેરે જાતિવાચક શબ્દોથી થતા સમાસમાં પ્રત્યય આવે છે, તેમ અહીં પણ વ્યાકરણના ન્યાયે પ્રત્યય આવીને અજ્ઞાનને જ “અજ્ઞાનિક” શબ્દ બનેલે છે અથવા બીજી રીતિએ “અજ્ઞાનથી જેઓ વ્યવહાર કરે, અગર અજ્ઞાન જેઓને પ્રજનરૂપ છે,” તે “અજ્ઞાનિક” એમ પણ સિદ્ધ થાય છે.) આ અજ્ઞાનિકે માને છે કે-સમજણ વિના કે ઈરાદા–વિચાર વિના કરેલ કર્મબંધ નિષ્ફળ થાય છે, તેનું ફળ ભોગવવું પડતું નથી માટે તે ઉપાદેય છે. તેએાના ૬૭ ભેદે આ પ્રમાણે છે–પૂર્વે જણાવ્યા તે જીવ, અજીવ વગેરે નવ પદાર્થોના ૧-સરવ, ૨-અસત્વ, ૩
૧૦૧. અજ્ઞાનવાદી પાખંડીઓ માને છે કે-જ્ઞાન કલ્યાણકારી નથી, કારણ કે-જ્ઞાન હોવાથી પરસ્પર વિવાદ વગેરે થતાં ચિત્તમાં કલેશ થાય છે અને તેથી જીવ દીર્ઘ સંસારી થાય છે. જેમ કેકેઈએ કોઈ વસ્તુનું સ્વરૂપ ઊલટું કહ્યું, એટલે કઈ જ્ઞાની (પંડિત ) જ્ઞાનના ગર્વથી ધમધમાટ કરતો મનમાં કલેશ કરીને તેની સાથે વિવાદ મડિ. વિવાદ થવાથી ચિત્તમાં કલેશ વધે, અહંકાર થાય અને મહાન અશુભ કર્મોને બંધ થાય, પરિણામે સંસાર દીર્ધ–દીર્ધતર થાય. અજ્ઞાનીને આવું કાંઈ થતું નથી, કર્મ બંધાતાં નથી અને સંસાર વધતું નથી. વળી વિચાર-સમજપૂર્વક જે કર્મ બંધાય તેનું ફળ પણ ઘણું દાણ (વિષમ) આવે છે અને તે અવશ્ય ભોગવવું પણ પડે છે, કારણ કે–તીવ્ર અધ્યવસાયથી બંધાયેલું કર્મ પ્રાયશ્ચિત વગેરેથી પણ તૂટતું નથી,
જ્યારે ઉપયોગ, સમજ અને વિચાર વિના કાયા કે વચનથી બંધાયેલું કર્મ અવશ્ય જોગવવું જ પડે એ નિયમ નથી, માત્ર શુભ ધ્યાન કે પશ્ચાત્તાપ વગેરેથી તેનો નાશ પણ થઈ જાય છે, વિના ભગવે પણ છૂટી જાય છે; કદાચ ભોગવવું પડે તો પણ તેને વિપાક દારુણ હોતું નથી, માટે મેક્ષાભિલાષીએ અજ્ઞાનને આશ્રય લેવું જોઈએ. બીજી વાત એ પણ છે કે-જ્ઞાન વિષે સર્વ દર્શનવાળા જુદા જુદા મત ધરાવે છે, તેથી તે પણ નક્કી નથી કે-કેનું જ્ઞાન સાચું? એમ જ્ઞાનને મોક્ષ પ્રાપ્તિનાં વિનરૂપ માનનારા અજ્ઞાનવાદીઓ મિથ્યાવાદી છે. વસ્તુતઃ જ્ઞાન કર્મબંધનું કારણ નથી, પણ જ્ઞાનીને થતા રાગ-દ્વેષ કર્મબંધનું કારણ છે. જ્ઞાન તે રાગ-દ્વેષાદિને ઓળખાવનાર, તેમાંથી બચવાને માર્ગ બતાવનાર મેક્ષમાં સહાયક છે. જેમ આંખ વસ્તુને બતાવનાર હોઈ જીવનમાં ઉપયોગી છે, તેમ જ્ઞાન શુભાશુભ ભાવોને જણાવનાર હોવાથી આત્માને સુખની સિદ્ધિ માટે પૂર્ણ ઉપયોગી છે. આંખથી જોયેલી વસ્તુમાં રાગ, દે કે મેહ વગેરે કરવો તે જેમ અયોગ્ય છે, તેમ અહીં જ્ઞાનથી દેખાતા પદાર્થોમાં પણ રાગ, દ્વેષ કે મેહને વશ થવું તે સંસારનું કારણ છે. અખથી જેમ કાંટા, કાંકરા વગેરેથી બચી યથાસ્થાને પહેચાય છે, તેમ જ્ઞાનથી આત્મશત્રુઓથી બચી મેક્ષે પહેચાય છે; માટે જ્ઞાન એ ઉપાદેય–સુખરૂપ છે.
૧૦૨. પહેલું સત્વ એટલે સ્વ-રૂપે અસ્તિત્વ, બીજું અસત્વ એટલે પર-રૂપે નાસ્તિત્વ અને ત્રીજું સદસત્વ એટલે સ્વ-રૂપે અસ્તિત્વ-પર-રૂપે નાસ્તિત્વ. જો કે વસ્તુ માત્રમાં સ્વભાવથી જ એક સ્વરૂપે અસ્તિત્વ, બીજે પર-રૂપે નાસ્તિત્વ અને ત્રીજો સ્વ-પરરૂપે અસ્તિત્વ-નાસ્તિત્વ, એમ ત્રણ ભગા ઘટે છે, તે પણ જયારે કહેનારની ઈચ્છા કઈ વખત કે વસ્તુનું કઈક સત્વ વગેરે એક વિશિષ્ટ સ્વરૂપ કહેવાની હોય, ત્યારે આ ત્રણ વિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org