________________
પ્રહ ર-રામ્યકત્વના અતિચારે ] ગુણસ્થાનક પ્રગટ થવામાં તે નડતે નથી, માત્ર સર્વવિરતિમાં સંજ્વલનની પિઠે તે તે ગુણસ્થાનકે તે અતિચારોમાં નિમિત્ત બને છે. અન્ય આચાર્યોને મત તે એ પણ છે કે–સમકિતદષ્ટિ અને દેશવિરતિમાં અતિચારો અનુક્રમે પહેલા કષાય અને બીજા કષાયના ઉદયથી થાય છે. તેઓ કહે છે કે-કષાયોને ઉદય એ વિચિત્ર હોય છે કે-કઈ વાર દેશથી તે કઈ વાર સર્વથા પણ વિરાધનામાં કારણ બને છે, એટલે જ્યારે દેશથી વિરાધના થાય ત્યારે તેને અતિચારે સમજવા.
વળી તમે જે કુંથુઆના નાના શરીરમાં છિદ્રો ન થઈ શકે વગેરે ઘટના ઘટાવી, તે પણ અહીં બીજા દાનથી ઘટતી નથી. કુંથુઆનું શરીર અલ્પ–નાનું હોવાથી ભલે છિદ્ર ન થઈ શકે, પણ મનુષ્ય વગેરેનાં કેટલાંય શરીરો હાથીના શરીર કરતાં ઘણાં નાનાં છે છતાં તેમાં છિદ્રો-ઘા થઈ શકે છે. વળી જેઓ એમ કહે છે કે-અનંતાનુબંધી આદિ બાર કષાયને શાસ્ત્રમાં સર્વઘાતી કહ્યા છે તેથી તેના ઉદયે સમ્યકત્વ વગેરેને ભંગ જ થાય, તે પણ અયુક્ત છે; કારણ કે-શતકની ચૂર્ણિમાં તેનું સર્વઘાતીપણું સમ્યકત્વ કે દેશવિરતિને અંગે નહિ પણ સર્વવિરતિની અપેક્ષાએ જ કહેલું છે. તે પાઠ આ પ્રમાણે છે
" भगवया पणीयं पंचमहत्वयमइअं अट्ठारससीलंगसहस्मकलियं चारित्तं धातयंतित्ति सव्वघाइगो "त्ति ।।
ભાવાર્થ–“ભગવંતે કહેલા પાંચ મહાવ્રતમય અને અઢાર હજાર શીલાંગથી શેશિત એવા ચારિત્રનો ઘાત કરે છે તેથી તે ( અનંતાનુબંધી આદિ) સર્વઘાતી કહેવાય છે.”
આથી સમ્યકૃત્વમાં અને દેશવિરતિરૂપ શ્રાવકનાં બારેય વ્રતોમાં પણ અતિચાર લાગે છેએમ સ્વીકારવું જ જોઈએ. હવે તે અતિચારોનું વર્ણન કરતાં પ્રથમ સમ્યક્ત્વના અતિચારે બતાવે છે.
–“ પરિવાર સગ્ગ, યાદ શહુન-ક્ષા
વિિિારા ફુદીનો, મ હૈ હતા? I કરે ? મૂલાર્થ_“શંકા, કાંક્ષા, વિચિકિત્સા, કુદષ્ટિની પ્રશંસા અને તેઓની સાથે પરિચય સમ્યક્ત્વ-ગુણમાં એ પાંચ અતિચારો તજવા ચગ્ય છે.”
ટીકાને ભાવાર્થ-શંકા, કાંક્ષા, વિચિકિત્સા મિથ્યાદષ્ટિની પ્રશંસા અને તેને પરિચય એ પાંચ સમ્યક્ત્વને અંગે અતિચારો-દૂષણે છે. તેમાં
૧. શંકા-કઈ વિષયમાં શંકા કરવી-સંદેહ રાખે; તેના બે પ્રકારે છે, એક કેઈ અમુક વિષયમાં શંકા તે દેશશંકા અને બીજી સર્વ વિષયમાં શંકા તે સર્વશિકા. જેમ કે—ધર્મ હશે કે નહિ હોય? અથવા શ્રીજિનેશ્વરદેવે કહેલે ધર્મ સાથે હશે કે ખેટે? વગેરે ધર્મના અસ્તિત્વ કે સત્યનારૂપ મૂળમાં જ શંકા કરવી તે સર્વકા કહેવાય અને કોઈ એક યા અમુક વિષય પર શંકા કરવી, જેમ કે-“જીવ છે તે સત્ય છે, પણ તે સર્વવ્યાપક છે કે અમુક સ્થાને જ રહે છે? અથવા તે જીવને પ્રદેશ ૮૯ હશે કે નહિ હોય? અગર હાલે ચાલે છે તે બધા છ ગણાય, પણ સ્થિર પદાર્થો પૃથ્વી, પાણી વગેરેમાં જીવો છે એ વાત કેવી રીતિએ ઘટે ?
૮૯. પદાર્થની સાથે રહેલે તદ્દન અ૯પ નિર્વિભાજય ભાગ, કે જેના એકથી બે પણ ભાગ ન થઈ શકે, તેને પ્રદેશ કહેવાય છે. દરેક જીવ એવા અસંખ્યાતા પ્રદેશવાળ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org